ભુવનેશ્વર કુમાર પિતા બન્યો:દિલ્હીમાં પત્ની નૂપુરે બેબી ગર્લને જન્મ આપ્યો, પરિવારમાં ઉત્સવનો માહોલ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઈન્ટરનેશનલ પ્લેયર ભુવનેશ્વર કુમાર બુધવારે પિતા બન્યો છે. ભુવીની પત્ની નુપુરે દિલ્હીની એક હોસ્પિટલમાં સવારે 9 વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હતો. 23 નવેમ્બર 2017ના દિવસે, ભુવનેશ્વર કુમારે બાળપણની મિત્ર અને ફેમિલી ફ્રેન્ડ નુપુર સાથે લગ્ન કર્યા હતા. ભુવી, નુપુરને તેમની મેરેજ એનિવર્સરીના બીજા દિવસે 24મી નવેમ્બરે માતા-પિતા બનવાનો લહાવો મળ્યો છે. ભુવીના પિતા બન્યા બાદ તેની મોટી બહેન રેખા અધના પણ તેમની સાથે દિલ્હીની હોસ્પિટલમાં હાજર છે. અત્યારે ઈન્ડિયન ટીમના સ્ટાર પેસરના પરિવારમાં બાળકીના જન્મને પરિણામે ઉજવણીનો માહોલ છે.

દીકરીને મળવા માટે ભુવી રાંચીથી દિલ્હી જવા નીકળ્યો
પરિવારના નજીકના સભ્યોએ જણાવ્યું કે ભુવનેશ્વર કુમાર પોતાની પુત્રીને મળવા માટે રાંચીથી દિલ્હી જવા રવાના થઈ ગયો છે. ભુવી હાલ મેચને કારણે રાંચીમાં છે. નુપુર વ્યવસાયે એન્જિનિયર છે અને નોઈડામાં એક MNCમાં કામ કરતી હતી. નુપુર અને ભુવનેશ્વર બંને મેરઠના રહેવાસી છે.

  • જ્યારે ભુવનેશ્વરે 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે નૂપુરે તેનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનથી કર્યો અને ત્યારપછી તેણે નોઈડામાંથી BTech ડિગ્રી મેળવી હતી.
  • ભુવી અને નૂપુરે ઈન્સ્ટાગ્રામ પર તેમની ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
  • એટલું જ નહીં, તેઓ તેમની અલગ-અલગ ટ્રિપ્સ દરમિયાન પોતાની વિવિધ તસવીરો શેર કરતા પણ નજરે પડ્યા છે.
ભુવનેશ્વરે 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે નૂપુરે તેનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનથી કર્યો હતો
ભુવનેશ્વરે 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે નૂપુરે તેનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનથી કર્યો હતો

આ વર્ષે ભુવીના પિતાનું નિધન થયું
ભુવીનો પરિવાર આ વર્ષે ગંભીર આઘાતમાંથી પસાર થયો હતો. 20 મેના દિવસે ભુવીના પિતા કિરણપાલ સિંહનું લીવરની બીમારીના કારણે નિધન થયું હતું. તેમના મૃતદેહને ગંગાનગરથી બુલંદશહરના લુહારલી પૈતૃક ગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે પરિવારના અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વળી આ કપરા સમય દરમિયાન તેની પત્ની નુપુર ગર્ભવતી પણ હતી.

અન્ય સમાચારો પણ છે...