ઓલટાઈમ બોલીવૂડ ફેવરિટ સોંગ ઉપર ડાન્સ કરતો નજરે આવ્યો ગબ્બર:સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી ઇન્સ્ટા રીલ્સ; એક ચાહકે કહ્યું- 'થોડી મેચની પણ તૈયારી કરી લો'

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના ઓપનર બેટર શિખર ધવને પોતાના ઇન્સ્ટા અકાઉન્ટમાં હંમેશા રીલ્સ અપલોડ કરતા રહેતા હોય છે. ચાહકો પણ તેની રીલ્સને પસંદ કરે છે. હાલમાં જ ધવને વધુ એક રીલ્સ પોસ્ટ કરી હતી. જેમાં તે બોલીવૂડના ઓલટાઈમ ફેવરિટ સોંગ્સ ઉપર ડાન્સ કરતો નજરે દેખાતો હતો. ચાહકો આ રીલને પસંદ કરી રહ્યા છે, અને તેના ઉપર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

36 વર્ષીય આ બેટરની ઇન્સ્ટા રીલને અત્યારસુધીમાં 2 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. એક યૂઝરે શિખરની રીલ ઉપર કમેન્ટ કરી હતી કે 'થોડી મેચની પણ તૈયારી કરી લો.'

ટીમ ઈન્ડિયા આ સમયે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. જેમાં ટીમને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચ 23 સપ્ટેમ્બરે રમાશે. જોકે શિખર ધવન વર્તમાન ટીમનો સભ્ય નથી. તેને T20 વર્લ્ડ કપમાં લેવામાં આવ્યો નથી. આટલું જ નહિ, તેને એશિયા કપમાં સ્થાન મળ્યું નહોતું.

જુઓ ધવનનો ડાન્સ...

શિખર ધવનની ઇન્સ્ટા રીલની પોસ્ટ ઉપર એક યૂઝરની કમેન્ટ...

ટીમમાં વધી રહ્યું છે રીલ કલ્ચર

ઇન્સ્ટા રીલ્સની વાત કરવામાં આવે તો શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા હંમેશાં પોતાના રીલ્સના વીડિયો શેર કરતા રહેતા હોય છે. કોહલી પણ પોતાના એક્સર્સાઇઝનો વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.

'કાલા ચશ્મા' પરનો ડાન્સ વીડિયો ટ્રેન્ડમાં રહ્યો હતો

થોડાં અઠવાડિયાં પહેલાં ટીમ ઈન્ડિયાએ એક સેલિબ્રેશન વીડિયો બનાવ્યો હતો, જેમાં ટીમના ખેલાડીઓ 'કાલા ચશ્મા' સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કરતા નજરે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સિરીઝમાં 3-0થી જીત મેળવી લીધી હતી. એ વીડિયોને લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.