BCCI હેડક્વાર્ટર સુધી પહોંચ્યો કોરોના:MCAના 15 સભ્યો સહિત બોર્ડના 3 કર્મચારી સંક્રમિત; ત્રણ દિવસ સુધી ઓફિસ બંધ કરવાનો નિર્ણય

10 દિવસ પહેલા
  • સતત બીજા વર્ષે સીકે ​​નાયડુ ટ્રોફી, સિનિયર મહિલા T20 લીગ અને રણજી ટ્રોફી સ્થગિત

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી વેવની અસર ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. વાસ્તવમાં BCCIના ત્રણ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વાનખેડે સ્ટેડિયમના કેમ્પસમાં એક બિલ્ડિંગ છે, જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ની ઓફિસો આવેલી છે.

આ બિલ્ડિંગમાં MCAના 15 કર્મચારીઓ અને BCCIના ત્રણ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત મળી અવ્યા છે. જે બાદ એમસીએની ઓફિસ ત્રણ દિવસથી બંધ છે.

સંજય નાયકે માહિતી આપી
MCA તરફથી સેક્રેટરી સંજય નાયકે એપેક્સ કાઉન્સિલને કોરોના કેસ વિશે માહિતી આપી અને ઓફિસ બંધ કરવા વિશે જણાવ્યું છે. તે જ સમયે, BCCIના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, એક ક્રિકેટ ઓપરેશન વિભાગનો અધિકારી છે, જ્યારે અન્ય બે નાણાકીય વિભાગના છે. દરેકને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

કોરોના કહેર વચ્ચે રણજી ટ્રોફી સ્થગિત
સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સતત બીજા વર્ષે સીકે ​​નાયડુ ટ્રોફી અને સિનિયર મહિલા T20 લીગ ઉપરાંત સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

બોર્ડે કહ્યું છે કે તે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું જોખમ લઈ શકે નહીં. રણજી અને સીકે ​​નાયડુ ટ્રોફી આ મહિને શરૂ થવાની હતી. તે જ સમયે, મહિલા T20 લીગ ફેબ્રુઆરીમાં યોજાવાની હતી. ગયા વર્ષે પણ આ ટૂર્નામેન્ટો કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...