તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ડિયન ટીમની 'સુપરવુમન':ઈંગ્લેન્ડ સામેની મેચમાં સ્મૃતિ મંધાનાએ ફ્લાઇંગ કેચ પકડ્યો, સાથી ખેલાડીઓ પણ અચંબિત; વીડિયો વાઇરલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી વનડેમાં ઈન્ડિયન ટીમે 4 વિકેટથી ઈંગ્લેન્ડને હરાવ્યું હતું

ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચને 4 વિકેટે જીતી લીધી છે. મિતાલી રાજની 75 રનની મેચ વિનિંગ ઈનિંગે ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. એક બાજુ મિતાલીએ ઇતિહાસ રચ્યો તો બીજી બાજુ સ્મૃતિ મંધાનાએ બેટિંગ અને ફિલ્ડીંગમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવીને મેચમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

મંધાનાનો ફ્લાઇંગ કેચ વાઇરલ
ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન દિપ્તી શર્માની ઓવરમાં નટાલી સ્કિવેરે સ્ટેપ આઉટ કરીને લોફ્ટેડ શોટ માર્યો હતો. મિડવિકેટના આ શોટને પકડવા માટે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતે દોડ લગાવી હતી. આ કેચ પકડવો લગભગ અશક્ય હતો, તેવામાં સ્મૃતિ મંધાનાએ ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો.

સ્મૃતિ મંધાનાનો આ કેચ જોઇને બધા અચંબિત થઈ ગયા હતા. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, દરેક ફેન આ કેચની પ્રશંસા કરી રહ્યા છે.

સ્મૃતિના બેટિંગ-ફિલ્ડીંગ સ્ટેટ્સ
ફોર્મેટમેચઈનિંગરનહાઇએસ્ટએવરેજ100s50s4s6s
w ટેસ્ટ351677833.4002290
w ODI5959225313541.7241828128
w T-20I787617828625.4501223332
સ્મૃતિએ ત્રીજી ઈનિંગમાં 57 બોલમાં 49 રન બનાવ્યા હતા
સ્મૃતિએ ત્રીજી ઈનિંગમાં 57 બોલમાં 49 રન બનાવ્યા હતા

સ્મૃતિ આ મેચમાં અર્ધસદીથી ચૂકી
પોતાની શાનદાર ફિલ્ડીંગથી તો સ્મૃતિ ચર્ચામાં આવી જ ગઈ હતી, પરંતુ તે આટલાથી સંતુષ્ટ નહતી. સ્મૃતિએ આ ઇનિંગમાં 57 બોલમાં 49 રન બનાવ્યા હતા. જોકે તે અર્ધસદી નોંધાવામાં સફળ રહી નહોતી.

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે મેચ જીતી
ત્રીજી વનડેમાં ઈન્ડિયન મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારપછી સ્મૃતિ મંધાના અને મિતાલી રાજ બેટિંગ કરવા માટે આવ્યા હતા. તે બંનેએ ટીમને મેચ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈન્ડિયન મહિલા ટીમે આ મેચ 4 વિકેટથી જીતી હતી.

વિરાટે મંધાનાને લગ્ન કરવા અંગે સવાલ પૂછ્યો
આ તમામ ચર્ચાઓ વચ્ચે મંધાનાનું એક જૂનું ટ્વીટ પણ વાઇરલ થઈ રહ્યું છે. જેમાં વિરાટ નવીન નામના એક ફેને સ્મૃતિને લગ્ન અંગે સવાલો પૂછ્યા હતા. વિરાટે પૂછ્યું હતું કે તમે લવ મેરેજ કરશો કે અરેન્જ મેરેજ? આ અંગે મંધાનાએ કહ્યું કે હું લવ-રેન્જ્ડ મેરેજ કરીશ. એટલે મંધાના લવ કરશે પછી બંને પરિવારની સહમતીથી લગ્નના બંધનમાં બંધાશે.

અન્ય સમાચારો પણ છે...