તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • INDW VS ENGW | Fans Indian Team's Superwoman's Cricketing Skills As Well As Her Glamorous Look, Including Her Career Graph, See Her Viral Pics

ફ્લાઇંગ કેચ પછી 'હરલીનની બોલબાલા':ફેન્સ ઈન્ડિયન ટીમની સુપરવુમનના ક્રિકેટિંગ સ્કિલ્સ સાથે તેના ગ્લેમરસ લુકના પણ દીવાના, કરિયર ગ્રાફ સહિત જુઓ તેની વાઇરલ તસવીરો

13 દિવસ પહેલા
  • હરલીનના ફેવરિટ ક્રિકેટર સચિન તેન્ડુલકર અને શેન વોર્ન છે

ઇંગ્લેન્ડ સામેની પહેલી T-20 મેચમાં હરલીન દેઓલે પ્રશંસનીય કેચ પકડ્યો હતો. તેનો ફ્લાઇંગ કેચ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા ભલે 18 રનથી મેચ હારી ગઈ હતી, પરંતુ આ સિરીઝથી મહિલા ટીમની ક્વોલિટી ઓફ ગેમની પ્રશંસા થઈ રહી છે. હરલીન દેઓલ પોતાના ટેલન્ટની સાથે ગ્લેમરસ લુકથી પણ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે. તો ચલો, આપણે રાઇઝિંગ સ્ટાર હરલીનની વાઇરલ તસવીરો અને કરિયર ગ્રાફ જોઇએ...

હરલીનના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત
ક્રમડેબ્યુ ફોર્મેટવિરુદ્ધવર્ષ
1વનડેઇંગ્લેન્ડ22 ફેબ્રુઆરી 2019
2T-20ઇંગ્લેન્ડ4 માર્ચ 2019
હિમાચલ પ્રદેશમાં હરલીને કરિયરની શરૂઆત ઓપનર તરીકે કરી હતી, સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેણે આ ફોટો શેર કર્યો હતો.
હિમાચલ પ્રદેશમાં હરલીને કરિયરની શરૂઆત ઓપનર તરીકે કરી હતી, સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેણે આ ફોટો શેર કર્યો હતો.

કરિયરની શરૂઆત ચંડીગઢથી કર્યા પછી હિમાચલ શિફ્ટ થઈ
હરલીન દેઓલનો જન્મ 21 જૂન 1998ના રોજ ચંડીગઢમાં થયો હતો. હરલીન ચંડીગઢની બીજી મહિલા ક્રિકેટર છે, જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈન્ડિયન ટીમ માટે રમે છે. તે 12 વર્ષની હતી ત્યારથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી રહી છે. હરલીન પહેલાં ચંડીગઢની તાનિયાએ ઈન્ડિયન ટીમમાં સ્થાન મેળવ્યું હતું.

હરલીને પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત ચંડીગઢથી કરી હતી, પરંતુ વધુ તક મળે એ માટે તે હિમાચલ પ્રદેશ જતી રહી હતી. હરલીનનું નિકનેમ 'હેરી' છે. તે રાઇટ હેન્ડ બેટ્સમેન છે.

કરિયરનો ટર્નિંગ પોઇન્ટ
હરલીને 2015માં ઈસ્ટ ઝોન સામે 116 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેને કારણે ઇન્ટર્નલ ઝોનમાં તેની સારી છબિ બહાર આવી હતી અને પછી તેને આંતરરાષ્ટ્રીય ટીમમાં પણ રમવાની તક મળી હતી.

હરલીનનું આંતરરાષ્ટ્રીય કરિયર

  • હરલીને 22 ફેબ્રુઆરી 2019એ વનડે ફોર્મેટમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
  • હરલીને 4 માર્ચ 2019એ ઇંગ્લેન્ડ સામે T-20 ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. આ ફોર્મેટમાં હજુ તેણે 10થી વધુ મેચ જ રમી છે, જેમાં 1 અર્ધસદી નોંધાવી છે.
  • બોલિંગ દરમિયાન હરલીને T-20 ફોર્મેટમાં કુલ 10થી વધુ મેચમાં 6 વિકેટ ઝડપી છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જાણવા મળ્યું છે કે હરલીનને ક્રિકેટ સિવાય ફેશનેબલ કપડાં પહેરવાનો પણ શોખ છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જાણવા મળ્યું છે કે હરલીનને ક્રિકેટ સિવાય ફેશનેબલ કપડાં પહેરવાનો પણ શોખ છે.

હરલીનના ફેવરિટ ક્રિકેટર
હરલીન સચિન તેન્ડુલકર અને શેન વોર્નને પોતાના આદર્શ માને છે. હરલીન પણ રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને શેન વોર્નની જેમ ક્યારેક ક્યારેક લેગ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.

સોશિયલ મીડિયામાં તેની વાઇરલ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...