તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India's Worst Record Against England In SENA Countries, International Cricket In India From Tomorrow After 382 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત VS ઇગ્લેન્ડ:SENA દેશોમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ, 382 દિવસ પછી આવતીકાલથી ભારતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ

ચેન્નઈએક મહિનો પહેલાલેખક: આર. રામકુમાર
 • કૉપી લિંક
 • ટીમ પાસે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની તક

ભારતમાં 382 દિવસ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. 5 ફેબ્રુઆરીથી ચેન્નઈમાં ભારત આને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાશે. 19 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી મેચ રમાઈ હતી. દેશમાં છેલ્લે 12 માર્ચ, 2020ના રોજ ધર્મશાળામાં દ.આફ્રિકા સામેની મેચ વરસાદને કારણે ટોસ વગર રદ થઈ હતી. ભારત-ઈંગ્લેન્ડ સીરિઝ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ન્યૂઝિલેન્ડ સામેનો ફાઈનલિસ્ટ નક્કી કરશે.

ભારત ઘરઆંગણે 4 વર્ષ અને 14 મેચથી હાર્યું નથી
ભારત ઘરેલુ મેદાન પર છેલ્લે ફેબ્રુઆરી, 2017માં ઓસ્ટ્રેલિયા સામે પુણેમાં હારી હતી. ત્યાર પછી રમેલી 14 ટેસ્ટમાંથી 11 જીતી અને 3 ડ્રો રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડે વિદેશી ધરતી પર છેલ્લી તમામ 5 ટેસ્ટ જીતી છે. ભારતનો ઘરમાં છેલ્લો ટેસ્ટ સીરિઝ પરાજય 2012માં ઈંગ્લેન્ડ સામે જ થયો હતો. ત્યાર પછી ટીમે 12 સીરિઝની 34 મેચમાંથી 28 જીતી અને એક હારી છે. 2016માં ઈંગ્લેન્ડ સામે 5 મેચની સીરિઝ ભારતે 4-0થી જીતી હતી.

ભારતે સૌથી વધુ 122 ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે જ રમી છે
ભારતે ઈંગ્લેન્ડ સામે 122 ટેસ્ટમાં માત્ર 26 જીતી છે. ટીમની જીતની ટકાવારી 21.31 છે, જે SENA (દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા)માં સૌથી ખરાબ છે. ભારત ટેસ્ટમાં સૌથી વધુ 47 વખત ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઓલી પોપને સીરિઝ માટે ઈંગ્લિશ ટીમમાં સામેલ કરી લેવાયો છે. તે સારો સ્પિનર છે.

ટીમમેચજીતહારજીત%
ઈંગ્લેન્ડ122264721.31
ઓસ્ટ્રેલિયા102304329.41
ન્યૂઝીલેન્ડ59211235.59
દ.આફ્રિકા39141535.89

ચેન્નઈમાં છેલ્લે 1999માં હાર્યા હતા

ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છેલ્લે 1999માં પાકિસ્તાન સામે હાર્યું હતું. ત્યાર પછી અહીં રમાયેલી 8 ટેસ્ટમાંથી ભારતે 5 જીતી અને 3 ડ્રો રહી છે. 2016માં અહીં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને ઈનિંગ્સ અને 75 રને હરાવ્યું હતું.

દર્શકોને બીજી મેચમાં એન્ટ્રી મળશે
13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટમાં 50% ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. આ અગાઉ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કોરોના બ્રેક પછી પ્રથમ સીરિઝમાં ફેન્સને સ્ટેડિયમમાં આવવા મંજુરી અપાઈ હતી. ચેપકની ક્ષમતા લગભગ 50 હજાર છે.

પિચ રિપોર્ટ - ક્યૂરેટરે 5 પિચ બનાવી છે. દરેકમાં સારું ઘાસ છે. ભારત 3 સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. ડાબોડી સ્પિનર હોવાને લીધી અશ્વિન અને કુલદીપ સાથે અક્ષર પટેલને તક મળી શકે છે.

 • 300 વિકેટ થશે ઈશાંતની, જો 3 વિકેટ લે છે. આમ કરનારો ભારતનો 6ઠ્ઠો બોલર બનશે.
 • 14 વિકેટ સાથે જ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર એન્ડરસન અનિલ કુંબલે (619 વિકેટ)ને પાછળ રાખી દેશે.
 • 100 ટેસ્ટ આ સદીમાં જીતનારો એશિયામાં ભારત પ્રથમ દેશ બની શકે છે. જો સીરિઝમાં બે ટેસ્ટ જીતે તો.
 • 100 મી ટેસ્ટ હશે ઈંગ્લિશ કેપ્ટન જો. રૂટની. 50મી ટેસ્ટ પણ ભારત સામે રમી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો