તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય ક્રિકેટ ટીમ માટે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ સારી સાબિત થઈ રહી નથી. ત્રીજા દિવસે જ્યાં આખી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 244 રન બનાવ્યા હતા, જ્યારે તેના બે મુખ્ય ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અંગૂઠાની ઈજાને કારણે મેચની વચ્ચે જ હોસ્પિટલમાં જવું પડ્યું છે.
બીસીસીઆઈ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું હતું કે જાડેજાને બેટિંગ કરતી વખતે ડાબા અંગૂઠાને ઇજા થઈ હતી. તેને સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે.
UPDATE - Ravindra Jadeja suffered a blow to his left thumb while batting. He has been taken for scans.#AUSvIND pic.twitter.com/DOG8SBXPue
— BCCI (@BCCI) January 9, 2021
જાડેજાને બેટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત
ખરેખર જાડેજાને બેટિંગ દરમિયાન સ્ટાર્કનો ફાસ્ટ બોલ અંગૂઠા પર વાગ્યો હતો, તેમ છતાં તે સતત બેટિંગ કરતો રહ્યો. તેણે 37 બોલમાં 28રન અણનમ કર્યા. પરંતુ પ્રથમ ઇનિંગ્સ બાદ તે અસહજ દેખાતો હતો અને તે ફિલ્ડિંગમાં ઉતર્યો નહોતો. તેમની જગ્યાએ મયંક અગ્રવાલ અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો. નોંધપાત્ર વાત એ છે કે જાડેજાએ પ્રથમ દાવમાં શાનદાર બોલિંગ કરી હતી અનેઓસ્ટ્રેલિયાના ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય તેણે સ્મિથને રનઆઉટ કરવામાં પણ યોગદાન આપ્યું હતુ.
ઋષભ પંતને પણ થઈ ઈજા
બીજી તરફ, જાડેજા પહેલા વિકેટકીપર ઋષભ પંતને પણ ડાબા કોણીમાં ઈજા થવાને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના બદલામાં રિદ્ધિમાન સાહાને વિકેટકીપિંગની જવાબદારી આપવામાં આવી હતી. પંતને પણ તેની બેટિંગ દરમિયાન જ કમિન્સનો ફાસ્ટ બોલ કોણી પર વાગ્યો હતો.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.