ભારતે અફઘાનિસ્તાનને પછાડ્યું:ટીમ ઈન્ડિયાએ 101 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી; વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી ફટકારી

3 મહિનો પહેલા

આજે એશિયા કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈ ખાતે છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને પરાજય આપ્યો છે. આ મેચનો હીરો વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમાર રહ્યા હતા. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 111 રન જ કરી શક્યુ હતુ. ભુવનેશ્વર કુમારે જોરદાર સ્પેલ નાખ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો અર્શદીપ સિંહ, આર. અશ્વિન અને દીપક હુડ્ડાએ 1-1 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ ઈબ્રાહિમ ઝદરને 59 બોલમાં 64 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને તેની શાનદાર સેન્ચુરી માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તેના T20 આંતરરાષ્ટ્રીય કરિયરની મેડન સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે 71મી આંતરરાષ્ટ્રીય સદી પણ મારી દીધી હતી. તેણે 61 બોલમાં જ 122* રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે પણ 41 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે 76 બોલમાં 119 રનની પાર્ટનરશિપ થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે 2 વિકેટ લીધી હતી.

ભારત અને અફઘાનિસ્તાન મેચની હાઈલાઈટ્સ

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો. એટલે તેની જગ્યાએ વિરાટ કોહલી કેએલ રાહુલ સાથે ઓપનિંગમાં ઉતર્યો હતો. તો કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
  • બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 119 રનની પાર્ટનરશિપ થઈ હતી
  • કેએલ રાહુલે 41 બોલમાં 62 રન બનાવ્યા હતા.
  • વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમતા પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સદી મારી હતી. તેણે 61 બોલમાં 112* રન માર્યા હતા.
  • અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે 2 વિકેટ લીધી હતી.
  • ભારતે આપેલા 213 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમનો ધબડકો થયો હતો.
  • ભુવનેશ્વર કુમારે 5 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ ફિગર્સ 4-1-4-5ની રહી હતી. તેની આ T20 ઈન્ટરનેશનલમાં બીજીવાર 5 વિકેટ ઝડપી છે.
  • તો અર્શદીપ સિંહ, આર. અશ્વિન અને દીપક હુડ્ડાને 1-1 વિકેટ મળી હતી.
  • અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ ઈબ્રાહિમ ઝદરને 59 બોલમાં 64 રન બનાવ્યા હતા.
  • અફઘાનિસ્તાનના 6 બેટ્સમેન તો ડબલ ડીજીટમાં પણ સ્કોર કરી શક્યા નહતા. તેમાં પણ ત્રણ બેટ્સમેન તો ઝીરોમાં આઉટ થયા હતા.
ભુવનેશ્વર કુમારે તરખાટ મચાવતા શરૂઆતની 4 વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી હતી.
ભુવનેશ્વર કુમારે તરખાટ મચાવતા શરૂઆતની 4 વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી હતી.

કોહલીની ધમાકેદાર સેન્ચુરી, 1020 દિવસ પછી ફટકારી સદી

વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય કરિયરની સૌપ્રથમ સદી મારી હતી.
વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય કરિયરની સૌપ્રથમ સદી મારી હતી.

વિરાટ કોહલીએ દુબઈ ખાતે રમાઈ રહેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં 61 બોલમાં 122* રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી મારી હતી. આ સાથે જ જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તે 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ આવી ગઈ હતી. તેની આ શાનદાર ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. વિરાટ કોહલીએ 1020 પછી સદી ફટકારી હતી. એટલે કે તેણે 3 વર્ષ પછી સેન્ચુરી મારી હતી. છેલ્લે તેણે 23 નવેમ્બર, 2019ના રોજ બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ પછી તે એકપણ ફોર્મેટમાં સદી મારી શક્યો નહતો. ત્યારે 3 વર્ષ પછી કોહલીએ સદી મારીને ફરી ફોર્મમાં આવી ગયો હતો.

કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 76 બોલમાં જ 119 રનની પાર્ટનરશિપ થઈ હતી.
કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 76 બોલમાં જ 119 રનની પાર્ટનરશિપ થઈ હતી.
કેએલ રાહુલે પણ સારી ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 62 રન માર્યા હતા.
કેએલ રાહુલે પણ સારી ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 62 રન માર્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકિપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝઈ, રહમાનઉલ્લાહ ગુરબાઝ (વિકેટકિપર), ઈબ્રાહિમ ઝદરન, કરીમ જન્નત, નઝીબઉલ્લાહ ઝદરન, અઝમતઉલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન, ફરીદ અહેમદ, ફઝલહક ફારુકી.

અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે કેએલ રાહુલે કેપ્ટનશિપ કરી હતી.
અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે કેએલ રાહુલે કેપ્ટનશિપ કરી હતી.

અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ કેપ્ટનશિપ કરી રહ્યો હતો. ટીમમાં કુલ ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને, યુઝવેન્દ્ર ચહલનને આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને દિનેશ કાર્તિક, અક્ષર પટેલ અને દીપક ચહરને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...