તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાની સફર:ચેમ્પિયનશિપમાં ભારતની પહેલી હાર, ટીમ 250 સુધી પણ પહોંચી શકી ન હતી

મુંબઈ8 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક

ભારતે ચોથી સીરિઝ ફેબ્રુઆરી 2020 માં ન્યૂઝીલેન્ડમાં રમી હતી. ટીમ 2 મેચની સીરિઝ 2-0થી હારી ગઇ હતી. ભારત માત્ર એક ઇનિંગમાં 200+ નો સ્કોર બનાવી શક્યું હતું. ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડના નીચલા ક્રમના બેટ્સમેનોને આઉટ કરવા ઝઝૂમતિ જોવા મળ્યા હતા. પહેલી ટેસ્ટ 4 અને બીજી 3 દિવસમાં પૂરી થઇ ગઇ. પ્લેયર ઓફ ધ સીરિઝ સાઉદીએ 14, બોલ્ટે 11, જેમિસને 9 વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટેસ્ટઃ ભારત પહેલી ઇનિંગ 165, રહાણે 46. જેમિસન અને સાઉદીએ 4-4 વિકેટ. ન્યૂઝીલેન્ડે 348 રન બનાવ્યા. વિલિયમ્સન: 89. ઇશાંતની 5 વિકેટ. 183 રનથી પાછળ રહ્યા બાદ બીજી ઇનિંગમાં ભારત 191 રનમાં ઓલઆઉટ. 10 બોલમાં ન્યૂઝીલેન્ડે લક્ષ્યાંક પાર પાડી 10 વિકેટથી મેચ જીતી લીધી. ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની આ 100મી જીત હતી.

બીજી ટેસ્ટઃ પૃથ્વી શૉ, પૂજારા, રહાણેની અડધી સદીથી ભારતે 242 રન કર્યા. જેમિસને 5 વિકેટ ઝડપી. ન્યૂઝીલેન્ડના 235 રન. ભારતની બીજી ઇનિંગ 124 રન. બોલ્ટની 4 અને સાઉદીની 3 વિકેટ. લાથમ અને બ્લંડેમની સદીની ઓપનિંગ ભાગીદારીથી કીવી ટીમે 3 વિકેટ ગુમાવી સહેલાઇથી મેચ જીતી લીધી. જેમિસન મેન ઓફ ધ મેચ બન્યો.

અન્ય સમાચારો પણ છે...