• Gujarati News
  • Sports
  • Cricket
  • India's Fast Bowler Wreaks Havoc In England Navdeep Saini Took Two Wickets In Two Balls In County's Second Match; He Also Took 7 Wickets In The Debut Match

ઇંગ્લેન્ડમાં ભારતના આ ફાસ્ટ બોલરે કહેર મચાવ્યો:કાઉન્ટીના બીજા મેચમાં નવદિપ સૈનીએ બે બોલમાં બે વિકેટો ઝડપી; ડેબ્યૂ મેચમાં પણ લીધી હતી 7 વિકેટ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્ટીમાં ડેબ્યૂ મેચમાં ઝડપી હતી 7 વિકેટ

ટીમ ઈન્ડિયાની બહાર રહેલા નવદિપ સૈની કાઉન્ટીમાં ધમાકેદાર બોલિંગ કરી રહ્યો છે. કેંટ તરફથી રમી રહેલા સૈનીએ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવીઝન-1ની મેચમાં લંકાશાયર વિરૂદ્ધ મેચમાં સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે લંકાશાયરના ટૉપ ઑર્ડરના ત્રણ બેટ્સમેનોને પેવેલલિયનનો રસ્તો દેખાડ્યો હતો. પહેલા દિવસની સમાપ્તિની અંતે લંકાશાયરની ઇનિંગ દરમિયાન કેંટે 34.2 ઓવર નાખી હતી,જેમાંથી એકલા સૈનીએ જ 11 ઓવરો નાખી હતી. તેણે એક મેડન પણ નાખી હતી. તેણે 45 રન દીધા હતા. આ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે નવદિપે શાનદાર બોલિંગ કરી છે.

લંકાશાયરે 4 વિકેટે 112 રન બનાવ્યા
કાઉન્ટી ચેમ્પિયનશિપનો આ મેચ 25 જુલાઈએ માન્ચેસ્ટરમાં શરૂ થયો હતો. આ મેચમાં કેંટે ટૉસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસે વરસાદના કારણે વધુ ઓવરોની રમત શક્ય બની નહોતી. માત્ર 34 ઓવરની જ રમત રમાઈ હતી. લંકાશાયરે પ્રથમ દિવસના અંતે 4 વિકેટના નુક્સાને 112 રન કર્યા હતા. ટીમના કેપ્ટન સ્ટીવન ક્રૉફ્ટ અને ભારતીય ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર નોટઆઉટ રહ્યા હતા. સ્ટીવન ક્રૉફ્ટે 43 બોલમાં 21 રન બનાવ્યા હતા. તો સુંદરે 22 બોલનો સામનો કરીને 6 રન બનાવ્યા હતા. આ 6 રન તેણે સૈનીની બોલિંગમાં બનાવ્યા હતા. તેણે સૈનીની ઓવરના 16 બોલ રમ્યા હતા. જેમાં તેણે એક ચોગ્ગો પણ માર્યો હતો. સૈની અને સુંદરે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા ટૂર પર એક જ સિરિઝમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યુ હતુ.

કાઉન્ટીમાં ડેબ્યૂ મેચમાં ઝડપી હતી 7 વિકેટ
સૈનીએ વૉરવિકશાયરની સામે રમતા ડેબ્યૂ મેચમાં કહર મચાવ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં 18 ઓવરમાં 75 રન દઈને 5 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 4 ઓવર મેડન નાખી હતી. તેણે વૉરવિકશાયરના બેંજામિન, ડેન મૌસલી, માઈકલ બુર્ગેસ, હેનરી બ્રુક્સ અને ક્રેગ માઈલેસની વિકેટો લીધી હતી. તો બીજી ઇનિંગમાં તેણે 9 ઓવરમાં 39 રન દઈને 2 વિકેટ લીધી હતી. જેમાં તેણે એક ઓવર મેડન પણ નાખી હતી.

T20માં લઈ ચૂક્યો છે 13 વિકેટ
સૈની ભારત તરફથી 13 T20 મેચમાં 13 વિકેટ લઈ ચૂક્યો છે. તો અત્યાર સુધી રમાયેલા 2 ટેસ્ટ મેચમાં 4 વિકેટ લઈ ચૂક્યો છે, અને 8 વનડે મેચમાં 6 વિકેટ લીધી છે.