• Gujarati News
  • Sports
  • Cricket
  • India's Dominance In Hockey Collapsed In 1968 When The 2 Captains Controversy Started, Now Virat Rohit Face To Face In Cricket

ઈન્ડિયન ક્રિકેટમાં હોકી જેવો વિવાદ:1968માં 2 કેપ્ટનનો વિવાદ શરૂ થતા હોકીમાં ભારતના પ્રભુત્વનું પતન થયું, હવે ક્રિકેટમાં વિરાટ-રોહિત સામ-સામે

એક મહિનો પહેલાલેખક: ભાસ્કર સ્પોર્ટ્સ ડેસ્ક
  • કૉપી લિંક
  • ત્રણ ICC ટૂર્નામેન્ટમાં ફેલ રહેતા વિરાટની મુશ્કેલી વધી

ઈન્ડિયન ક્રિકેટમાં અત્યારે સ્ટાર ખેલાડી વચ્ચે વિવાદ વકર્યો છે. એક બાજુ વિરાટ તો બીજી બાજુ રોહિત અને આમ મુદ્દે BCCIની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. તેવામાં હવે આ કેપ્ટનશિપ વિવાદ વધુ વકરી શકે તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર વિવાદના પગલે હવે ટીમ 2 ગ્રુપમાં વહેંચાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

તેવામાં આ વિવાદ હજુ કેટલો લાંબો ખેંચાઈ એ અંગે કંઈ કહી શકાય નહીં. હવે જો આપણે ઈન્ડિયન ગેમ અને તેના ઈતિહાસ પર નજર ફેરવીએ તો બે દિગ્ગજો જ્યારે-જ્યારે ઝઘડ્યા છે ત્યારે ભારતીય ટીમને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મુદ્દે સૌથી મોટું ઉદાહરણ હોકીનું છે. 53 વર્ષ પહેલા હોકીના 2 સ્ટાર વચ્ચે કેપ્ટનશિપ માટે જંગ થવાથી ભારતમાં આ ગેમનું પતન થવાની શરૂઆત થઈ હતી.

પૃથ્વીપાલ સિંહ અને ગુરબક્ષ સિંઘ વચ્ચે ખેંચતાણ

  • 1928 થી 1964 સુધી આપણી હોકી ટીમ દરેક વખતે ફાઇનલમાં પહોંચી હતી. તેવામાં ભારતે 1960 સિવાય દરેક પ્રસંગે ગોલ્ડ જીત્યો હતો.
  • 1960ના રોમ ઓલિમ્પિકની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
  • ત્યારબાદ 1964માં ભારતે ફરીથી સારુ પ્રદર્શન દાખવી ગોલ્ડ જીત્યો હતો.
  • 1968 મેક્સિકો ઓલિમ્પિકની વાત કરીએ તો અહીંથી જ વિવાદ શરૂ થયો હતો. ટીમના બે સ્ટાર ખેલાડી પૃથ્વીપાલ સિંહ અને ગુરબક્ષ સિંહ વચ્ચે કેપ્ટનશિપ મુદ્દે ઘર્ષણ થયું હતું.
  • બંનેનું કહેવું હતું કે તેઓ ટીમનું નેતૃત્વ કરવા માટે વધુ સક્ષમ અને લાયક છે.

બંનેને જોઈન્ટ કેપ્ટન બનાવાયા
પૃથ્વીપાલ અને ગુરબખ્ખ વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે ભારતીય હોકી સંઘે બંનેને સંયુક્ત કેપ્ટન બનાવ્યા હતા. આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. તેવામાં ટૂર્નામેન્ટ દરમિયાન બંને કેપ્ટન વચ્ચે ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી અને ભારત ઓલિમ્પિક ઈતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચી શક્યું નહીં. જોકે ભારતે ચોક્કસપણે અહીં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ અહીંથી શરૂ થયેલ વિવાદ અને પડતી પછી હોકી ક્યારેય આગળ આવી શક્યું નહીં.

1976ના ઓલિમ્પિકમાં ભારતીય ટીમ સાતમા ક્રમે રહી હતી.

  • 1980મા ભારતે મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ પાકિસ્તાન, પશ્ચિમ જર્મની સહિત ઘણા દેશોએ તે ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો.
  • ભારત 1984થી 2016 સુધી એકપણ મેડલ જીતી શક્યું નથી.
  • આ વર્ષે ટોક્યોમાં મેડલનો દુષ્કાળ આખરે સમાપ્ત થયો છે અને ભારતના ખાતામાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે.

ત્રણ ICC ટૂર્નામેન્ટમાં ફેલ રહેતા વિરાટની મુશ્કેલી વધી
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સફળતા પણ મેળવી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતી હતી. વળી ભારતે આ વર્ષે ઇંગ્લેન્ડને ઘરઆંગણે હંફાવી શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ દ્વિપક્ષીય સિરીઝોમાં કોહલી એન્ડ ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું પરંતુ ICC ટૂર્નામેન્ટમાં તે એકપણ ટાઈટલ જીતી ન શકતા લિમિટેડ ઓવર ફોર્મેટમાં કેપ્ટનશિપ પદ ગુમાવી બેઠો છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વનડે વર્લ્ડ કપ અને 2021 T-20 વર્લ્ડ કપમાં ભારત ટૂર્નામેન્ટ જીતવાનું પ્રબળ દાવેદાર હોવા છતા હારી ગયું હતું.

બોર્ડને વ્હાઈટ બોલ ક્રિકેટમાં 2 કેપ્ટન જોઈતા નથી
BCCIએ કહ્યું કે વિરાટને કેપ્ટન બની રહેવા કહેવાયું હતું પરંતુ વિરાટ T20 કેપ્ટનશિપ છોડવા માગતો હતો. ત્યારપછી તેમને કહ્યું કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં 2 કેપ્ટન હોવા યોગ્ય નથી. ત્યારપછી બોર્ડે તેણે T20ની સાથે વનડે કેપ્ટનપદેથી હટાવવા નિર્ણય લીધો હતો. તેવામાં વિરાટ એવો દાવો કરી રહ્યો છે કે મને કોઈએ નથી કીધું કે તું કેપ્ટનશિપ ન છોડ.

તેવામાં હવે ફેન્સ વિરાટ અને રોહિતના જંગ વચ્ચે પોતાના મત રજૂ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...