તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • "India's Bowling Attack Has Strengthened In The Last 10 Years, Bumrah Is Our Biggest Challenge," Hazlewood Said.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:હેઝલવુડે કહ્યું- ભારતનો બોલિંગ એટેક છેલ્લા 10 વર્ષમાં મજબૂત થયો, બુમરાહ અમારા માટે સૌથી મોટો પડકાર

સિડની6 દિવસ પહેલા
હેઝલવુડે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયાએ સીરિઝ જીતવી હોય તો બુમરાહને 'આઉટ-પ્લે' કરવો જરૂરી છે.

ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે જસપ્રીત બુમરાહને ભારતનો 'કી પ્લેયર' ગણાવ્યો છે. તેણે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયાએ સીરિઝ જીતવી હોય તો બુમરાહને 'આઉટ-પ્લે' કરવો જરૂરી છે. હેઝલવુડે કહ્યું કે, છેલ્લા 10-15 વર્ષમાં ભારતનો બોલિંગ એટકે બદલાયો છે અને ટીમમાં કેટલાક શાનદાર બોલર્સનો ઉમેરો થયો છે.

બુમરાહ નવા અને જૂના બોલથી વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે
હેઝલવુડે કહ્યું, 'બુમરાહ ભારતીય ટીમનો શ્રેષ્ઠ બોલર છે. તેની બોલિંગ એક્શન યુનિક છે. તે પોતાની ગતિમાં સારા ફેરફાર કરે છે. તે ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. બુમરાહ પાસે નવા અને જૂના બંને બોલથી વિકેટ લેવાની ક્ષમતા છે.'

ઓસ્ટ્રેલિયા બુમરાહ વિરુદ્ધ ખાસ વ્યૂહરચના અપનાવશે
હેઝલવુડે કહ્યું, 'ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન બુમરાહને થકાવવાનો પ્રયાસ કરશે. અમે તેને વધુમાં વધુ ઓવર નાખવા મજબુર કરીશું, જેથી તે જલ્દી થાકી જાય. તેને વિકેટ ન આપવી એ અમારા માટે નિર્ણાયક સાબિત થશે. ગઈ વખતે ભારતીય ટીમ અહીં આવી હતી, ત્યારે તેમણે અમને દરેક ડિપાર્ટમેન્ટમાં હરાવ્યા હતા.'

ઇશાંત શર્માનું આગમન ટીમ ઇન્ડિયાની બોલિંગને મજબૂત બનાવશે
હેઝલવુડે કહ્યું, ' ગઈ વખતે ભારતીય ટીમ પરફેક્ટ હતી. જો ઇશાંત શર્મા પણ ફિટ થઈ જાય છે, તો તેમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ વધુ મજબૂત થશે. આ વખતે પણ ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર થયા છે. તેમની બોલિંગ છેલ્લા 10 વર્ષમાં સુધરી છે. અમારા બેટ્સમેનોએ તેમનો સામનો કરવા માટે સખત મહેનત કરવી પડશે.'

ભારત સામેની સીરિઝની સરખામણી એશિઝથી
હેઝલવુડે ભારત સામેની શ્રેણીની સરખામણી એશિઝ સાથે કરી. તેણે કહ્યું, 'છેલ્લી વખત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા આવી ત્યારે બંને ટીમો વચ્ચેની ટક્કર જોવા જેવી હતી. અમે ઓસ્ટ્રેલિયામાં બહુ સિરીઝ ગુમાવી નથી, પરંતુ ભારત સામેની હારનું દુઃખ છે. અમે ગઈ વખતની ભૂલો રિપીટ ન કરવા પર ધ્યાન આપીશું.

એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ થવી હોવી જોઈએ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત 17 ડિસેમ્બરે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ સાથે થવાની છે. પરંતુ એડિલેડમાં કોવિડના વધતા જતા કેસોને કારણે ત્યાં મેચ ન રમાઈ તેવું બની શકે હસે. હેઝલવુડ કહે છે કે ડે-નાઇટ ટેસ્ટ માટે એડિલેડ ઓવલથી વધુ સારું કોઈ મેદાન નથી. તેથી તે ઇચ્છે છે કે જો આ ટેસ્ટ શરૂઆતમાં શક્ય ન હોય તો તે પછીથી એડિલેડમાં જ થવી જોઈએ.

બુમરાહે 2018-19માં 21 વિકેટ લીધી હતી
તમને જણાવી દઈએ કે, ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી 2-1થી જીત હતી. બુમરાહ ભારત માટે મહત્વપૂર્ણ બોલર સાબિત થયો હતો. તેણે 21 વિકેટ ઝડપી હતી. બુમરાહે આ વર્ષે આઈપીએલમાં 27 વિકેટ લીધી છે અને રબાડા પછી લીગમાં તે સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો