મિતાલી રાજે નિવૃત્તિ લીધી:ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરે તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, વર્લ્ડ કપમાં અંતિમ મેચ રમી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 26 જૂન 1999ના દિવસે ડેબ્યૂ કર્યું હતું

ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ભાવુક સંદેશ સાથે આની માહિતી આપી છે. આમાં તેણે લખ્યું છે કે ભારત દેશનું આટલા બધા વર્ષો સુધી નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. મને આશા છે કે ભારતીય મહિલા ટીમ આગામી વર્ષોમાં સફળતાના નવા શિખરો પાર કરશે. તમને જણાવી દઈએ કે મિતાલી રાજ સૌથી વધુ રન કરનારી બેટર બની ગઈ છે અને 50.68ની એવરેજથી 7805 રન કર્યા છે.

23 વર્ષની કારકિર્દીનો અંત....
મિતાલી રાજે ટીમ ઈન્ડિયા માટે 26 જૂન 1999ના દિવસે ડેબ્યૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે મિતાલી છેલ્લા 23 વર્ષથી ભારતીય ટીમ માટે રમી રહી હતી. 39 વર્ષીય મિતાલીએ ટીમ ઈન્ડિયા માટે 10,000થી વધુ રન કર્યા છે. તેણે વર્ષ 2000મા ભારત માટે પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો, ત્યારપછી 2005, 2009, 2013, 2017 અને 2022મા પણ તે ટીમ ઈન્ડિયા માટે રમવા મેદાનમાં ઉતરી હતી.

મિતાલી રાજ સિવાય સચિન તેંડુલકર ભારત માટે એકમાત્ર ક્રિકેટર એવો છે જેણે 6 વર્લ્ડ કપ રમ્યા છે. સચિન ભારત માટે 1992થી લઈને 2011 સુધી વર્લ્ડ કપ રમતો આવ્યો છે. આ દરમિયાન પોતાની કારકિર્દીના છેલ્લા વર્લ્ડ કપમાં તેને ટીમ સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની સફર ખેડી હતી. સચિને પણ ભારત માટે 5 વર્લ્ડ કપ રમ્યા છે.

અન્ય સમાચારો પણ છે...