ભાસ્કર એનાલિસિસ:ભારતની તાકાત બેટિંગ, ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ પાસે ઓલરાઉન્ડર્સની ભરમાર

મુંબઈ8 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ટી-20 વર્લ્ડ કપમાં યજમાન ઓસ્ટ્રેલિયા મજબૂત દાવેદાર
  • ભારત પાસે અન્ય ટીમ કરતા ઓછા ઓલરાઉન્ડર્સ ​​​​​​​

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માત્ર 22 દિવસ દૂર છે. 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી 16 ટીમો તેમાં ઉતરશે, જે 45 મેચ રમશે. 16 માંથી 15 દેશની ટીમ જાહેર થઈ ચૂકી છે. તેમાંથી 8 મોટી ટીમના કોમ્બિનેશનને જોતા યજમાન ઓસ્ટ્રેલિયા ટાઈટલનું પ્રબળ દાવેદાર રહેશે. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકા પણ રેસમાં છે. ભારત દર વખતે ફેવરિટ રહે છે પણ અંતે પાછળ રહી જાય છે. જાણીએ, તમામ ટીમની તાકાત અને નબળાઈ..

બોલિંગ નબળાઈ, સૂર્યા અને હાર્દિક પર રહેશે સૌની નજર
બેટિંગઃ
ટોપ ઓર્ડરમાં રોહિત-રાહુલ, કોહલી જેવા અનુભવી ખેલાડી. સૂર્યાની તાકાત અને હાર્દિકની સ્ટ્રાઈકિંગ ક્ષમતાથી આશા છે, દિનેશ કાર્તિકને અંતિમ 3 ઓવર્સમાં તક આપી શકાય છે.

બોલિંગઃ બોલિંગ હાલ અસ્ત-વ્યસ્ત છે. ભુવી ખર્ચાળ બન્યો, જ્યારે બુમરાહ-હર્ષલ ઈજા બાદ કમબેક કરી રહ્યાં છે. ચહલ પણ ફોર્મમાં નથી, અશ્વિનની અવગણના થઈ રહી છે.

ઓલરાઉન્ડરઃ અન્ય ટીમ કરતા ભારત પાસે ઓછા વિકલ્પ. હાર્દિક બાદ અક્ષર આંશિક વિકલ્પ. હુડ્ડા બોલિંગ કરી શકે છે, અશ્વિન બેટિંગ પણ કરી શકે છે.

નબળાઈઃ બોલિંગ ચિંતાનો વિષય બની.

બેટિંગમાં બાબર -રિઝવાન મોટા નામ, પેસ અટેક મજબૂત
બેટિંગઃ
રિઝવાન અને કેપ્ટન બાબર મોટા નામ. મિડલ નબળું.

બોલિંગઃ ઝડપી બોલિંગ પાક. ટીમની તાકાત છે. તેના બોલર સતત 150+ની ગતિએ બોલિંગ કરી શકે છે. શાહિન આફ્રિદીની ફિટનેસ ચિંતાનો વિષય છે. હારિસ રઉફ અને નસીમ શાહ તેની ખોટ પૂરી શકે છે. ઉસ્માન કાદિર સ્પિનમાં મદદરૂપ રહેશે.

ઓલરાઉન્ડરઃ શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ 2 મોટા ઓલરાઉન્ડર. ઈફ્તિખાર અને ખુશદિલ પણ બોલિંગ કરી શકે છે.

નબળાઈઃ મિડલ ઓર્ડર સૌથી નબળું.

અફઘાનિસ્તાન | બેટિંગ મોટી સમસ્યા, સ્પિન તાકાત
બેટિંગઃ ગુરબાઝે એશિયા કપમાં સારું પ્રદર્શન કર્યું. જાઝાઈ-નઝીબુલ્લાહ પર નજર રહેશે. બોલિંગઃ કૈસ અહમદથી સ્પિન તાકાત વધશે. ફજલહક, રાશિદ, મુજીબ ટીમની મુખ્ય તાકાત. ઓલરાઉન્ડરઃ કેપ્ટન નબી, ઓમારજાઈ.

નબળાઈઃ બેટિંગ સૌથી મોટો મુદ્દો. જેના કારણે ટીમે સંઘર્ષ કરવો પડી શકે છે.

ઓસ્ટ્રેલિયા | સૌથી અનુભવી ટીમ, તમામ ખેલાડીઓ ફોર્મમાં
બેટિંગઃ ટીમ પાસે વોર્નર, મેક્સવેલ, માર્શ, સ્ટોઈનિશ, વેડ જેવા અનુભવી ખેલાડી સાથે હિટર ટીમ ડેવિડ પણ છે.

બોલિંગઃ સ્ટાર્ક,કમિન્સ અને હેઝલવુડ નવા બોલ સાથે ખતરનાક. ઓલરાઉન્ડરઃ માર્શ, સ્ટોઈનિસ, ડેવિડ, એગર, મેક્સવેલ સાથે કમિન્સ પણ ઓલરાઉન્ડ ક્ષમતા ધરાવે છે.

નબળાઈઃ કેપ્ટન ફિન્ચનું ફોર્મ, સ્મિથનો બેટિંગ ક્રમ.

ઈંગ્લેન્ડ | મલાન-સ્ટોક્સ બાજી પલટવાની ક્ષમતા ધરાવે છે
બેટિંગઃ 3 વર્ષ બાદ કમબેક કરતા હેલ્સની સાથે બ્રુક-સોલ્ટ પર સૌની નજર. મલાન-સ્ટોક્સ પાસે બાજી પલટવાની ક્ષમતા.

બોલિંગઃ માર્ક વુડ-વોક્સનું કમબેક. ટોપલે, વિલે, જોર્ડનથી ટીમ મજબૂત.

ઓલરાઉન્ડરઃ મોઈન અલી, સ્ટોક્સ, સેમ કુરન, વિલે, વોક્સ, લિવિંગસ્ટોન જેવા ઓલરાઉન્ડરની ફોજ.

નબળાઈઃ કેપ્ટન બટલરની ફિટનેસ ચિંતાનો વિષય.

ન્યૂઝીલેન્ડ | ઝડપી બોલિંગમાં અનુભવી ખેલાડીઓ મોટી તાકાત
બેટિંગઃ મિચેલ, કૉન્વે, ગુપ્ટિલ બેટિંગમાં તાકાત. એલેન-બ્રેસવેલ પર પણ નજર રહેશે.

બોલિંગઃ સાઉથી-બોલ્ટનો અનુભવ ઉપયોગી. સ્પિનર પણ અનુભવી.

ઓલરાઉન્ડરઃ નીશમ, સેન્ટનર, મિચેલ ઓલરાઉન્ડર તરીકે વિકલ્પ આપે છે. ફિલિપ્સ-બ્રેસવેલ પણ બોલિંગ કરે છે.

નબળાઈઃ કેપ્ટન વિલિયમસન-ગુપ્ટિલનું ફોર્મ.

દ.આફ્રિકા | મોટા હિટર, પેસ-સ્પિનનું શ્રેષ્ઠ કોમ્બિનેશન
બેટિંગઃ ડિકોક, ક્લાસેન, હેન્ડ્રિક્સ સાથે રિલી રોસોઉ બેટિંગમાં ધમાલ મચાવશે. મિલર-માર્કરમ મેચ વિનર.

બોલિંગઃ ઝડપી બોલિંગ મોટી તાકાત. મહારાજ-શમ્સી તેને વધુ મજબૂત કરે છે.

ઓલરાઉન્ડરઃ માર્કરમ, પ્રિટોરિયસ અને પરનેલ.

નબળાઈઃ મોટી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન.​​​​​​​

બાંગ્લાદેશ| શાકિબ જ ટીમનો મુખ્ય ખેલાડી, અનુભવી ખેલાડીઓ ઓછા​​​​​​​
બેટિંગઃ ઈજા બાદ નુરુલ-દાસ કમબેક કરશે. મહમૂદુલ્લાહને બહાર કરાયો અને રહીમે નિવૃત્તિ લીધી. શાકિબ, નુરુલ, દાસ-શબ્બીર પર જવાબદારી.

બોલિંગઃ મુસ્તફિઝુર, તસ્કીન અને ઈબાદત પર નજર રહેશે. સ્પિન ટીમની મોટી તાકાત.

ઓલરાઉન્ડરઃ શાકિબ પર જ ફોક્સ રહેશે.

નબળાઈઃ લાઈનઅપમાં અનુભવની અછત.

અન્ય સમાચારો પણ છે...