વર્લ્ડ કપ:પાકિસ્તાન સામે ક્યારેય નથી હારી ભારતીય મહિલા ટીમ

માઉન્ટ મૉનગાનુઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત-પાકિસ્તાનની મેચ આજે
  • ભારતે પાક. સામેની તમામ 10 વન-ડે જીતી છે

ભારતીય મહિલા ટીમ વન-ડે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો રવિવારથી પ્રારંભ કરશે. ભારત સામે પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાિસ્તાન રહેશે. ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે વન-ડે મેચ હારી નથી.

બંને ટીમો વચ્ચે અત્યારસુધીમાં 10 વન-ડે રમાઈ છે, તમામ મેચ ભારતે જીતી છે. વર્લ્ડ કપમાં બંને ટીમો 3 વાર રમી છે, જેમાંથી 2 વખત પાક. ટીમ 100ના સ્કોર સુધી પણ પહોંચી શકી નથી.

2009 વર્લ્ડ કપમાં પાક. ટીમ 57 પર ઓલઆઉટ થઈ હતી, 2017માં 74 રને ઓલઆઉટ થઈ હતી. બંને ટીમ 5 વર્ષ બાદ એકબીજા સામે રમશે. 2017 અને 2005ની રનર અપ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના માહોલમાં ઢળવા માટે એક મહિના અગાઉ જ ત્યાં પહોંચી હતી. કિવી ટીમ સામે 5 વન-ડે અને 1 ટી-20 મેચ રમી હતી. જોકે ટીમને વન-ડે સીરિઝમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...