તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઈન્ડિયન સુપરવુમન' ટીમનું સિરીઝમાં 'કમબેક':બીજી T-20માં ટીમ ઈન્ડિયાની 8 રનથી જીત, સિરીઝ 1-1થી સરભર; દીપ્તિએ ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવ્યું

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાએ 1-1થી સિરીઝ બરાબર કરી - Divya Bhaskar
ટીમ ઈન્ડિયાએ 1-1થી સિરીઝ બરાબર કરી
  • દીપ્તિએ 106ના સ્કોર પર ઇંગ્લિશ કેપ્ટન હેદરને આઉટ કરી હતી, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ હતો

ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમ અત્યારે ઇંગ્લેન્ડ ટૂર પર છે. ટીમે આની પહેલા T-20 હાર્યા પછી બીજી મેચમાં કમબેક કર્યું હતું. મેચમાં એક સમયે ઈન્ડિયન ટીમ હારી જ ગઈ હતી, પરંતુ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગેમ પલટી નાખી હતી. અંતિમ અને નિર્ણાયક મેચ 14 જુલાઈએ રમાશે.

મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરતા સમયે 4 વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા. ટીમની ઓપનર શેફાલી વર્માએ 38 બોલમાં 48 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હરમન પ્રીત કોરે 31 અને દીપ્તિ શર્માએ 24 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ માટે નેટલી સીવર, ફ્રેયા ડેવિસ, સેરા ગ્લેન અને મેડી વિલિયર્સને 1-1 વિકેટ મળી.

ઈન્ડિયન ટીમની ખેલાડી દીપ્તિએ ગેમની દિશા બદલી નાખી હતી
ઈન્ડિયન ટીમની ખેલાડી દીપ્તિએ ગેમની દિશા બદલી નાખી હતી

દીપ્તિએ 2 મહત્ત્વપૂર્ણ રનઆઉટ કર્યા
જેના જવાબમાં ઇંગ્લિશ ટીમ 8 વિકેટ ગુમાવીને 140 રન જ બનાવી શકી હતી. એક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 15.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 120 રન હતો. અહીંથી ટીમને 27 બોલમાં માત્ર 29 રનની જરૂર હતી. તેવામાં દીપ્તિ શર્માએ સોફિયા ડંકલીને રનઆઉટ કરીને મેચનું રિઝલ્ટ ફેરવી નાખ્યું હતું. આની પહેલા દીપ્તિએ 106ના સ્કોર પર ઇંગ્લિશ કેપ્ટન હેદરને આઉટ કરી હતી. આ બંને વિકેટે મેચની દિશા બદલી દીધી હતી.

દીપ્તિ પ્લેયર ઓફ ધ મેચ બની
અહીં ઇંગ્લેન્ડ ટીમની ઈનિંગ બ્રેક થઈ ગઈ હતી અને તેમની પાસે જીતવાની તક નહિવત્ રહી ગઈ હતી. ત્યારપછી દીપ્તીએ ઇંગ્લિશ ઓપનર ટેમી બોમૉન્ટને 59 રનમાં આઉટ કરી દીધી હતી. ઈન્ડિયન ખેલાડી દીપ્તિના ઓલરાઉન્ડ પ્રદર્શનથી એને પ્લેયર ઓફ ધ મેચનું ટાઇટલ આપ્યું હતું.

ઇંગ્લેન્ડની 4 ખેલાડી રનઆઉટ
ઇંગ્લેન્ડની ઓપનર ટેમી બોમૉન્ટે 50 બોલમાં 59 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હેદર નાઇટે 30 અને એમી જોન્સે 11 રન બનાવ્યા હતા. આના સિવાય એકપણ મહિલા ખેલાડી ડબલ ફિગરમાં રન બનાવી શકી નહતી. ઈન્ડિયન બોલર્સમાં પૂનમ યાદવે 2 વિકેટ લીધી, જ્યારે અરુંધતિ રેડ્ડી અને દીપ્તિને 1-1 સફળતા મળી હતી. 4 ઇંગ્લિશ ખેલાડી રનઆઉટ.

અન્ય સમાચારો પણ છે...