તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંતની નવી સ્પાઇડી:પ્રેક્ટિસ દરમિયાન ડ્રોન ઉડાવતા નજરે પડ્યો ભારતીય વિકેટકીપર, પૂજરા અને કોહલીને કર્યા પરેશાન

6 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાલથી ત્રીજી ટેસ્ટ રમાશે. આ ટેસ્ટ ડે-નાઈટ હશે અને અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બંને ટીમોએ સખત પ્રેક્ટિસ કરી રહી છે. ભારતના વિકેટકીપર બેટ્સમેન પ્રેક્ટિસ સેશન્સ દરમિયાન ડ્રોન પણ ઉડાડતા નજરે પડ્યો. આને તેમણે સ્પાઇડી નામ આપ્યું છે. તેણે ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલીને પણ પરેશાન કર્યા. પંતનો વીડિયો પહેલા રવિચંદ્રન અશ્વિન અને હાર્દિક પંડ્યાનો ડાન્સ કરવાનો વીડિયો વાયરલ થયો હતો.

સ્ટમ્પની પાછળ સમય પસાર કરવાથી કંટાળી ગયો હતો પંત
પંતે ડ્રોનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે લખ્યું કે તેણે સ્ટમ્પની પાછળ ઘણો સમય પસાર કર્યો. હવે હું પ્રેક્ટિસ સેશન્સ અને નેટ્સની મજા નવા અંદાજમાં માણવા માંગુ છું. તમે બધા મારા નવા મિત્રને મળો. હું આને સ્પાઇડી કહું છું

પંત ફ્રન્ટ હેન્ડ સ્પ્રિંગ ચેલેન્જ પણ કરી ચૂક્યો
પંતે અગાઉ પણ ઘણાં વીડિયો શેર કરી ચૂક્યો છે. આ પહેલા 20 ફેબ્રુઆરીએ તેણે ફ્રન્ટ હેન્ડ સ્પ્રિંગ ચેલેન્જનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં, તેણે પોતાને 4 વખત 360 ડિગ્રીમાં રોટેટ કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમે કસ્તી કરો છો ત્યારે જિંદગી વધુ આનંદદાયક બની જાય છે. હું તે જોવા માંગુ છું કે તમારામાંથી કેટલા લોકો આ ચેલેન્જ કરી શકે છે.

અશ્વિન, પંડ્યા અને કુલદીપે કર્યો ડાન્સ
આ પહેલા જિમમાં ટ્રેનિંગ દરમિયાન રવિચંદ્રન અશ્વિન, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ તમિલ ગીતો પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. અશ્વિને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. ત્રણેય ખેલાડીઓએ દક્ષિણ ભારતીય અભિનેતા વિજયની ફિલ્મ 'માસ્ટર' ના 'વાથી કમિંગ' ગીત પર ડાન્સ કર્યો. વાથીનો અર્થ હિન્દીમાં શિક્ષક થાય છે.

સિરીઝ 1-1ની બરાબરી પર
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ 1-1ની બરાબરી પર છે. સિરીઝની છેલ્લી બે મેચ મોટેરામાં જ રમાવાની છે. ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટીમ ઈન્ડિયાને 2માંથી ઓછામાં ઓછો એક મેચમાં જીત અને એક ડ્રો કરવી જરૂરી છે. ચોથી ટેસ્ટની શરૂઆત 4 માર્ચથી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો