રોમાંચક મેચમાં 5 વિકેટથી હાર્યું ભારત:ડેવોન થોમસે રમી 31 રનની ધમાકેદાર ઇનિંગ, મેકોયે ઝડપી 6 વિકેટ; સિરીઝ 1-1ની બરાબરી પર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ કિટ્સ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 5 વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ભારતે વેસ્ટ ઈન્ડીઝને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે વેસ્ટ ઈન્ડીઝે 19.2 ઓવરમાં 5 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો. ઓબેડ મેકોયને 6 વિકેટ ઝડપવા બદલ મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતા 19.4 ઓવરમાં 138 રન જ કરી શક્યુ હતુ. ઓબેડ મેકોયે 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ 31 રન કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 27 રન કર્યા હતા. જેસન હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. તો અલ્ઝારી જોસેફ અને અકીલ હોસેનને 1-1 વિકેટ મળી હતી.

વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગે 52 બોલમાં 68 રન માર્યા હતા. ડેવોન થોમસે 19 બોલમાં 31 રન ફટકાર્યા હતા. ભારત તરફથી અર્શદિપ સિંહ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, હાર્દિક પંડ્યા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી.

એક પણ ભારતીય બેટરો ના ચાલ્યા
ટીમ ઈન્ડિયાના કોઈપણ બેટરો લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહિ. મેચના પહેલા જ બોલે રોહિત શર્મા આઉટ થયો હતો. સૂર્ય કુમાર યાદવ પણ 6 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તો અલ્ઝારી જોસેફે શ્રેયસ અય્યરને આઉટ કરીને ભારતના ટૉપ ઓર્ડરનો ધબડકો કરાવી દીધો હતો.

રિષભ પંતે સારી શરૂઆત કરી હતી. પણ તે 12 બોલમાં 24 રનની ઇનિંગ રમીને પેવેલિયન ભેગો થયો હતો. હાર્દિક પંડ્યા 31 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 27 રન કર્યા હતા. દિનેશ કાર્તિક 7 રન કરીને આઉટ થયો હતો. અશ્વિન 10 રન કરીને આઉટ થયો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને અર્શદિપ સિંહ.

વેસ્ટ ઈન્ડીઝ: કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ (વિકેટકિપર), અકીલ હોસેન, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકોય.

ભારતે ટીમમાં એક બદલાવ કર્યો છે. રવિ બિશ્નોઈની જગ્યાએ આવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યુ છે.

સામાન મોડો આવવાથી મેચ મોડી શરૂ થઈ
આ T20 મેચ વરસાદના કારણે નહિ, પરંતુ ખેલાડીઓનો સામાન ટાઇમ પર પહોંચવાથી મોડી શરૂ થઈ હતી. T20 સિરિઝનો બીજો નિયત સમય પ્રમાણે 8 વાગે શરૂ થવાનો હતો. પરંતુ ખેલાડીઓનો સામાન જ ત્રિનિદીદથી સેન્ટ કિટ્સ ટાઇમ પર નહિ પહોંચતા મેચ 11 વાગે શરૂ થઈ હતી. .

બેસેટેરમાં વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ સારો છે
ટીમ ઈન્ડિયા પ્રથમવાર આ મેદાન પર રમશે. આ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ સારો છે. વેસ્ટ ઈન્ડીઝે અહીં 10 T-20 મેચ રમી છે, જેમાંથી 6 જીતી છે અને 2માં હારનો સામનો કર્યો છે. 2 મેચ અનિર્ણીત રહી હતી.

બેસેટેરે લો સ્કોરિંગ મેદાન
T-20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો બેસેટેરે લો સ્કોરિંગ મેદાન છે. અહીં એવરેજ રન રેટ 7.23ની છે. હાઈએસ્ટ ટીમ સ્કોર 182 છે. સૌથી ઓછો ટીમ સ્કોર 42 છે.

હવામાન સારું રહેશે. મેચ દરમિયાન વાતાવરણ સાફ રહેવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...