તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Indian Team To Be Selected Today, Shubman And Rahul Will Be Named As Reserve Opener In The Test

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય ટીમની આજે પસંદગી થશે, શુભમન અને રાહુલ પૈકી કોઈ એકને ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે સ્થાન મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુભમન ગિલ અત્યાર સુધીમાં ટેસ્ટ રમ્યો નથી, બાંગ્લાદેશ સામે સિરીઝમાં ટીમનો હિસ્સો હતો
  • છ સપ્તાહના પ્રવાસ માટે પસંદગીકર્તા 16 અથવા 17 સભ્યની ટીમ જાહેર કરી શકે છે
  • ટીમ ઈન્ડિયા 24મી જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડમાં 5 T-20, 3 વન-ડે અને 2 ટેસ્ટ રમશે

સ્પોર્ટ્સ ડેસ્કઃ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી આજે મુંબઈમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા 24 જાન્યુઆરીથી છ સપ્તાહ માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં તે પાંચ T-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ રમશે. પીઠમાં ઈજાને લીધે હાર્દિક પંડ્યાનું ટીમમાં પરત ફરવું મુશ્કેલ છે. તેઓ ટીમ પસંદગીના એક દિવસ અગાઉ જ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે. આ ઉપરાંત ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે લોકેશ રાહુલ અને શુભમન ગિલ પૈકી કોઈ એકની પસંદગી થઈ શકે છે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે ન્યુઝીલેન્ડમાં પાંચ વનડે સિરીઝ 4-1થી જીતી હતી. બીજીબાજુ ત્રણ T-20ની સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.


પસંદગીકર્તા મર્યાદિત ઓવરો માટે 16 અથવા 17 સભ્યની ટીમ જાહેર કરી શકે છે. આ દરમિયાન તે T-20 વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખશે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શુક્રવારે પૂરી થયેલી ત્રણ T-20ની સિરીઝ 2-0થી જીતી હતી, પણ આ સિરીઝમાં હાર્દિક ટીમમાં ન હતા. તે ભારત-A ટીમ સાથે ન્યુઝીલેન્ડ જવાના હતા. ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થવાને લીધે તેમની જગ્યાએ વિજય શંકરને મોકલવામાં આવ્યા હતા.

હાર્દિક T-20 વર્લ્ડ કપ પ્લાનનો મહત્વનો હિસ્સોઃ BCCI
BCCIના એક અધિકારીએ ન્યુઝ એજન્સીને કહ્યું હતું કે હાર્દિકને લઈ ફક્ત એ બાબતની તપાસ કરવાની છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ફિટ છે કે નહીં. તેઓ T-20 વર્લ્ડ કપ પ્લાનનો એક મહત્વનો હિસ્સો છે. હાર્દિક ટીમ ઈન્ડિયા માટે છેલ્લે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બેંગ્લુરુમાં રમ્યો હતો. હાર્દિક છેલ્લે વન ડે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો

વન ડેમાં રહાણે પરત ફરી શકે છે
વનડે ટીમની સૌથી નબળી કડી કેદાર જાધવ છે.ન્યુઝીલેન્ડમાં જાધવની તકનિકી ખામીઓ સામે આવી શકે છે. તાજેતરના દિવસોમાં તે વધારે ઓવર નહીં રમતા હોવાનું જોતા તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે.જો ટીમ તકનિકી મજબૂતીના આધારને ધ્યાનમાં લેશે તો રહાણે પરત ફરી શકે છે. સૂર્યકુમાર યાદવ પણ તેમની સાથે આ સ્પર્ધામાં છે. બીજીબાજુ, ટેસ્ટ ટીમમાં ફક્ત ત્રીજા ઓપનરની જગ્યા પર જ વિચાર કરવામાં આવશે.

ટેસ્ટમાં નવદીપ સૈની પાંચમાં ઝડપી બોલર હોઈ શકે છે.
ઘરેલુ સિરીઝ માટે રિઝર્વ ઓપનર તરીકે પસંદ કરવામાં આવેલ શુભમન ગિલ પસંદગીના હકદાર છે. પરંતુ લોકેશ રાહુલના વર્તમાન ફોર્મ અને ટેસ્ટ ક્રિકેટમાં તેમના અનુભવ પર વિચાર કરવામાં આવી શકે છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માને સાથ આપવા માટે પાંચમાં ઝડપી બોલર તરીકે નવદીપ સૈનીને ટીમમાં રાખવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો