ઈંગ્લેન્ડે ભારતને 17 રનથી હરાવ્યું:સૂર્યકુમાર યાદવની તોફાની સેન્ચુરી કામ ન આવી, વિરાટ-રોહિત અને પંત ફ્લોપ; 2-1થી સીરીઝ ભારતના નામે

3 મહિનો પહેલા

સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગ રમતા સેન્ચુરી ફટકારી હતી, તેમ છતાં ટીમ ઈન્ડિયા ત્રણ ટી-20 મેચની સીરીઝમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ ન કરી શક્યું. રવિવારે નોર્ટિંગહામમાં રમાયેલી ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 17 રનથી હરાવ્યું. ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રન કર્યા. સૂર્યકુમારે 55 બોલમાં 117 રન બનાવ્યા. જેમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. શ્રેયસ અય્યર (28)ને છોડીને કોઈ પણ અન્ય બેટ્સમેન સૂર્યકુમારનો સાથ ન આપી શક્યા.

ભારતનો ટોપ ઓર્ડર ફેલ રહ્યું. ઋષભ પંત (1), વિરાટ કોહલી (11) અને કેપ્ટન રોહિત શર્મા (11) સસ્તામાં પેવેલિયન પરત ફર્યો. જે બાદ સૂર્યકુમારે એકલા જોરે સારી ટક્કર આપી. તે 19મી ઓવરના પાંચમા બોલે આઉટ થયો.

ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન ડેવિડ મલાને કર્યાં. તેમને 39 બોલમાં 77 રનની ઈનિંગ રમી. તો લિયામ લિવિંગસ્ટોનનું બેટ પર જોરદાર બોલ્યું. તેને માત્ર 29 બોલમાં 42 રન ફટકાર્યા. ટીમ ઈન્ડિયા માટે રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી.

ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, શ્રેયસ અય્યર અને આવેશ ખાનને ટીમમાં સમાવવામાં આવ્યા છે. તો હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે.

ઉમરાને જેસન રોયને પેવેલિયન મોકલ્યો
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝમાં પહેલી વખત રમી રહેલા ઉમરાન મલિકે જેસન રોયને આઉટ કર્યો. રોય આ સીરીઝમાં સંપૂર્ણરીતે ફ્લોપ રહ્યો. છેલ્લી મેચમાં પણ તે કંઈ ખાસ કમાલ ન દેખાડી શક્યો. ઉમરાને ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવા ઈચ્છતો હતો, પરંતુ બોલને બેટની હેજ લાગતા ઋષભ પંતે આસાન કેચ પકડી લીધો. રોયે 26 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો.

બટલરનો ફ્લોપ શો

આવેશ ખાનને સીરીઝમાં પહેલી વખત તક મળી છે અને તેને શાનદાર બોલિંગ કરી.
આવેશ ખાનને સીરીઝમાં પહેલી વખત તક મળી છે અને તેને શાનદાર બોલિંગ કરી.

ત્રીજી ટી-20માં ફરી એક વખત ઈંગ્લેન્ડ કેપ્ટન જોસ બટલર ફ્લોપ રહ્યો. તેને આવેશ ખાને ક્લિન બોલ્ડ કર્યો. મેચમાં બટલરના બેટમાંથી 9 બોલમાં 18 રન નીકળ્યા. એવું લાગી રહ્યું હતું કે આજે બટલર બેટ બોલશે, પરંતુ તે આવેશના બોલને ન સમજી શક્યો અને પોતાની વિકેટ ગુમાવી દીધી.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, આવેશ ખાન, ઉમરાન મલિક, રવિ બિશ્નોઈ
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોસ બટલર (કેપ્ટન), ડેવિડ મલાન, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સૈમ કરન, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન, રિચર્ડ ગ્લીસન અને રીસ ટોપલી.

ઈન્ડિયન ટીમ છેલ્લા ચાર વર્ષમાં ઇંગ્લેન્ડને તેના જ ઘરઆંગણે 2 વાર T20 સિરીઝમાં હરાવનારી પહેલી ટીમ બની ગઈ છે. શનિવારે બીજી મેચમાં ભારતે 49 રનથી જીત મેળવી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. જેની ત્રીજી મેચ આજે નોટિંગહામમાં રમાશે. આ મેચ જીતવાની સાથે ભારતીય ટીમ વ્હાઈટ વોશની સાથે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામ પર કરશે. આની સાથે જ રોહિત એન્ડ કંપની પાસે પાકિસ્તાનનો રેકોર્ડ તોડવાની તક છે. તો ચલો આપણે બંને ટીમની સંભવિત-11 સહિત પિચ રિપોર્ટ પર નજર કરીએ....

અત્યારે ભારત, પાક. અને વેસ્ટ ઈન્ડિઝની બરાબરી પર છે
ઈન્ડિયન ટીમ અત્યારે T20માં ઇંગ્લેન્ડને તેના ઘરઆંગણે હરાવવાના રેકોર્ડમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની બરાબરી પર છે. ભારતે ઇંગ્લેન્ડને તેના ઘરમાં અત્યારસુધી 8 મેચમાંથી 4 વાર હરાવ્યું છે. પાકિસ્તાને 12 અને વેસ્ટ ઈન્ડિઝે 7 મેચમાં 4-4 જીત પ્રાપ્ત કરી છે. ત્રીજી T20 મેચમાં જીતવાની સાથે જ ઈન્ડિયન ટીમ આ બંનેથી આગળ નીકળી જશે.

32 વર્ષ પછી ક્લિન સ્વીપ કરવાની તક
જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટની વાત કરીએ તો ભારત પાસે 32 વર્ષ પછી ઇંગ્લેન્ડને તેના ઘરઆંગણે ક્લિન સ્વીપ કરવાની તક છે. આની પહેલાં 1990માં ભારતે ત્યાં 2 વનડે મેચની સિરીઝમાં 2-0થી વ્હાઈટ વોશ કર્યો હતો. T20 અને ટેસ્ટ સિરીઝમાં ભારતે ત્યાં ક્યારેય ક્લિન સ્વીપ કર્યું નથી.

આજે વિરાટના પ્રદર્શન પર બધાની નજર
વિરાટ કોહલી બીજી T20માં ફ્લોપ સાબિત થયો હતો અને 1 રન બનાવીને આઉટ થયો હતો. આમ છતાં તેને ત્રીજી મેચમાં ફરી તક મળવાની ખાતરી છે. એટલે કે પ્રતિભાશાળી અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દીપક હુડ્ડાને ફરીથી બહાર બેસવું પડી શકે છે.

પ્લેઈંગ-11માં બદલાવની ઓછી આશા
ભારતીય ટીમ આ મેચમાં બીજી ટી20 ટીમ કોમ્બિનેશન પણ લઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ કહી ચૂક્યું છે કે વર્લ્ડ કપની સંભાવનાઓને જોતા શક્ય તેટલી તકો મેચ મિનર્સને આપવા પર ભાર મૂકવામાં આવશે. જોકે, ટીમમાં ફેરફાર થશે કે નહીં તેની જાહેરાત ટોસ સમયે કરવામાં આવશે.

નોટિંગહામમાં ભારતની ચોથી મેચ
ભારતીય ટીમ નોટિંગહામમાં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આમાં તેણે બે જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ભારતે અત્યારસુધી અહીં ઈંગ્લેન્ડ સામે કોઈ મેચ રમી નથી.

હવામાન સ્વચ્છ રહેશે
બીજી ટી20ની જેમ ત્રીજી મેચ માટે હવામાનની આગાહી સારી છે. આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદની સંભાવના માત્ર 1% છે.

બંને ટીમની સંભવિત-11

  • IND: રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
  • ENG: જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, લિયમ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સેમ કરન, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન, રિચર્ડ ગ્લીસન, માર્ક પાર્કિંસન
અન્ય સમાચારો પણ છે...