વર્લ્ડ કપ 2022:મહિલા વન-ડે વર્લ્ડ કપ 2022 માટેની ભારતીય ટીમ જાહેર, વડોદરાની યાસ્તિકા ભાટિયાનો સમાવેશ

મુંબઈ/વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ હાલ દેહરાદૂન ખાતે નેશનલ કેમ્પમાં છે. - Divya Bhaskar
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ હાલ દેહરાદૂન ખાતે નેશનલ કેમ્પમાં છે.
  • ટીમમાં સ્થાન મેળવનાર 6 ખેલાડીઓ પાસે 10 કે તેથી ઓછી વન-ડેનો અનુભવ, શિખા અને જેમિમા બહાર

મહિલા વન-ડે વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામા આવી. ટૂર્નામેન્ટ 4 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં યોજાવવાની છે. ભારતીય ટીમ 2017માં યોજાયેલા ગત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. મિતાલી રાજના નેતૃત્ત્વમાં પસંદગીકારોએ 15 ખેલાડીઓની જાહેરાત કરી. હરમનપ્રીત કોર ટીમની વાઈસ કેપ્ટન રહેશે.

2 સિનિયર ખેલાડી શિખા પાંડે અને જેમિમા રોડ્રિગ્સને ટીમમાં સ્થાન મળ્યું નથી. બંને ખેલાડીઓનું ફોર્મ ગત અમુક સમયથી ખાસ રહ્યું નથી. જેમિમાએ ગત વર્ષે રમેલી 5 વન-ડેમાં 1,9,0,8,4 રન કર્યા હતા. જ્યારે 55 વન-ડેમાં 75 વિકેટ લેનાર શિખા પાંડે પણ ગત અમુક સમયથી ફોર્મમાં નથી. ભારતીય ટીમ 11 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વન-ડેની સીરિઝ પણ રમશે.

ગત વર્લ્ડ કપની 7 મુખ્ય ખેલાડી ટીમમાં સામેલ નથી
2017 વર્લ્ડ કપની ટીમમાં રહેલી 7 ખેલાડીઓને આ વખતે તક મળી નથી. ટીમમાં સામેલ ઝડપી બોલર રેણુકા સિંહે તો વન-ડે ડેબ્યૂ પણ નથી કર્યું. પૂજા વસ્ત્રાકર પાસે 10, શેફાલી વર્મા પાસે 6 જ્યારે મેઘના સિંહ-યાસ્તિકા ભાટિયા તથા રિચા ઘોષ પાસે 3-3 વન-ડે મેચનો અનુભવ છે.

ભારતીય ટીમની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે
ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 6 માર્ચે પોતાની પ્રથમ મેચ રમશે. તે પછી 10મી ન્યૂઝીલેન્ડ, 12મીએ વિન્ડીઝ, 16મીએ ઈંગ્લેન્ડ, 19મીએ ઓસ્ટ્રેલિયા, 22મીએ બાંગ્લાદેશ અને 27મીએ દ.આફ્રિકન ટીમ સામે મેચ રમશે. સેમિફાઈનલ 30-31 માર્ચ અને ફાઈનલ 3
એપ્રિલના રમાશે.

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ
મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કોર (વા.કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋુચા ઘોષ (વિકે.), સ્નેહા રાણા, ઝૂલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકે.), રાજેશ્વરી ગાયક વાડ, પૂનમ યાદવ. સ્ટેન્ડબાય ખેલાડીઃ સબ્બીનેની મેઘના, એકતા બિષ્ટ, સિમરન દિલ બહાદુર.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 9 ફેબ્રુઆરીએ રમાનાર એકમાત્ર ટી-20 માટેની ટીમ પણ જાહેર કરાઈ
હરમનપ્રીત કોર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વા.કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકે.), સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકે.), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, એસ.મેઘના અને સિમરન દિલ બહાદુર.

વડોદરાની યાસ્તિકા ભાટિયા ઓપનિંગ બેટર તથા કીપર છે
વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝ માટેની ભારતીય ટીમમાં વડોદરાની ડાબોડી ઓપનિંગ બેટર અને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થઈ છે. તે વર્લ્ડ કપ રમનાર વડોદરાની પ્રથમ ખેલાડી બનશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વન-ડે તથા ટી-20 સીરિઝ રમ્યા બાદ વર્લ્ડ કપ રમશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેય ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. આ અગાઉ યાસ્તિકા ઈન્ડિયા-એ ટીમનો ભાગ પણ રહી ચૂકી છે. યાસ્તિકા ભાટિયા ડાબોડી ઓપનિંગ બેટર છે. યાસ્તિકા ભાટિયાએ ક્રિકેટ રમવાની શરૂઆત યુથ સર્વિસ સેન્ટર ખાતેથી કરી હતી. યાસ્તિકાએ કહ્યું કે,‘મારા કરિયર ઘડતરમાં માતા-પિતા ઉપરાંત કિરણ મોરે તથા ચૌગુલે સરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.’

અન્ય સમાચારો પણ છે...