દુબઈમાં ટીમ ઈન્ડિયાની મસ્તી:ભારતીય ખેલાડીઓએ બોટિંગ... સર્ફિંગ કરીને મનાવ્યો સુપર-4માં પહોંચવાનો જશ્ન

એક મહિનો પહેલા

UAEમાં ચાલી રહેલા એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દરિયાકિનારે મસ્તી કરતા નજરે આવ્યા હતા. આનો એક વીડિયો BCCIએ શુક્રવારે પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં ઓપનર કેએલ રાહુલ અને અર્શદીપ સિંહ સર્ફિંગ કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા બોટિંગની મજા માણી રહ્યો છે. તો ચહલ અને અશ્વિન પેડલ બોટ ચલાવી રહ્યા છે. આટલું જ નહિ, વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ બીચ પર વોલીબોલની મજા માણી રહ્યા છે.

વીડિયોની શરૂઆતમાં અર્શદીપ સિંહ આવે દેખાય છે. તેના પછી કોહલી લાઇફ જેકેટ પહેરેલો નજરમાં આવે છે. 1 મિનિટ અને 34 સેકન્ડ્સના આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આ વીડિયોને એક કલાકની અંદર જ 49 હજાર લોકોએ જોઈ લીધો છે.

ટીમ ઈન્ડિયાએ સુપર-4ની પહેલી મેચ રમવાની છે. રવિવારે તેનો મુકાબલો પાકિસ્તાન અથવા હોંગકોંગ સામે થશે. જો પાકિસ્તાન આજે હોંગકોંગને હરાવી દે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ રમાઈ શકે છે.

આ રહ્યો વીડિયો...

ચહલ કહ્યું-ટીમ બોન્ડિંગ વધે છે

આ દરમિયાન ચહલ કહે છે, 'આ એક ફન એક્ટિવિટી છે અને આમાં ખૂબ જ મજા આવે છે. બધા બહુ જ ખુશ છે. આવી એક્ટિવિટીથી ટીમ બોન્ડિંગ વધે છે.'

હોંગકોંગને હરાવીને પહોંચી ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 40 રને હરાવીને સુપર-4માં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલા તો 192 રનનો સ્કોર કર્યો હતો, જેના પછી હોંગકોંગ 152 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીતનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. તેણે માત્ર 26 બોલમાં જ 68* રનની તોફાની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ પણ 44 બોલમાં 59* રનની ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયામાં વધી રહ્યું છે વીડિયો કલ્ચર

ટીમ ઈન્ડિયામાં આ સમયે વીડિયોનું કલ્ચર વધી રહ્યું છે. ટીમના ખેલાડીઓ પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતા રહેતા હોય છે. છેલ્લા થોડા સમયથી ટીમ ઈન્ડિયા જીત પછી સોશિયલ મીડિયામાં સેલિબ્રેશનનો વીડિયો અપલોડ કરતી રહેતી હોય છે. વેસ્ટઈન્ડીઝ ટૂર હોય કે પછી ઝિમ્બાબ્વે ટૂર હોય કે પછી આયર્લેન્ડ ટૂર, ટીમે દરેક જીત પછી સેલિબ્રેશન વીડિયો પોસ્ટ કર્યો છે.

ઇન્સ્ટા રીલ્સની વાત કરવામાં આવે તો શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા હંમેશાં પોતાના રીલ્સના વીડિયો શેર કરતા રહેતા હોય છે. કોહલી પણ પોતાના એક્સર્સાઇઝનો વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.

'કાલા ચશ્મા' પરનો ડાન્સ વીડિયો ટ્રેન્ડમાં રહ્યો હતો

થોડાં અઠવાડિયાં પહેલાં ટીમ ઈન્ડિયાએ એક સેલિબ્રેશન વીડિયો બનાવ્યો હતો, જેમાં ટીમના ખેલાડીઓ 'કાલા ચશ્મા' સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કરતા નજરે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સિરીઝમાં 3-0થી જીત મેળવી લીધી હતી. એ વીડિયોને લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.