• Gujarati News
  • Sports
  • Cricket
  • Indian Head Coach Update | Rahul Dravid Sends Application For NCA Head Of Cricket Post, BCCI Extends Deadline

હેડ કોચની અટકળોનો અંત!:રાહુલ દ્રવિડે NCAના હેડ ઓફ ક્રિકેટની પોસ્ટ માટે અરજી મોકલી, BCCIએ ડેડલાઇન વધારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • T20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ પૂરો થશે, તેમના કાર્યકાળમાં ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ નથી જીતી

ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ફરી એકવાર નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ઓફ ક્રિકેટની પોઝિશન માટે અપ્લાઇ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસો પહેલાં જ દ્રવિડનો કાર્યકાળ NCAમાં સમાપ્ત થયો હતો. હવે રાહુલ દ્રવિડની ઈન્ડિયન ટીમના હેડ કોચ તરીકે સિલેક્શન થવાની અટકળો પર પણ વિરામ મુકાઈ જવાની સંભાવના છે.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઈન્ડિયન ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટનો સમયગાળો પણ T-20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમના સ્થાને રાહુલ દ્રવિડની પસંદગી થઈ શકે છે. વળી, તાજેતરમાં જ રવિ શાસ્ત્રીની ગેરહાજરીમાં દ્રવિડની ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકાની ટીમના હેડ કોચ તરીકે નિમણૂક કરાઈ હતી.

રાહુલ સિવાય હજુ સુધી કોઈએ અરજી નથી કરી
NCAના ક્રિકેટ હેડની પોસ્ટ માટે રાહુલ દ્રવિડે 2 વર્ષનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો. હવે એનો કાર્યકાળ સમાપ્ત થતાં BCCIના નિયમો પ્રમાણે ફરી એકવાર હેડ પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ મુદ્દે BCCIનાં સૂત્રોએ PTIને કહ્યું હતું કે હા, રાહુલ દ્રવિડે ક્રિકેટના હેડની પોસ્ટ માટે ફરીથી અરજી કરી છે. NCAમાં રાહુલે પ્રશંસનીય કાર્ય કરીને એકેડમીનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે. તો હવે આ પદ પર કોણ કાર્યભાર સંભાળશે એ મુદ્દે કોઇપણ પ્રકારની અસમંજસ હોવી ન જોઇએ. સત્ય તો એ છે કે અત્યારે રાહુલ સિવાય અન્ય કોઇ દિગ્ગજે આ પદ માટે અરજી પણ નથી કરી.

15 ઓગસ્ટ હતી NCA હેડની ડેડલાઇન
BCCIએ આ પોસ્ટ માટે અરજી કરવાની તારીખો લંબાવવાનો પણ નિર્ણય કર્યો હતો, જેનાથી ઇચ્છુક લોકોને આ અંગે વિચારણા કરી અરજી આપવાનો પૂરતો સમય મળી રહે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BCCIએ નિર્ણય લીધો હતો કે આની ડેડલાઇન 15 ઓગસ્ટથી આગળ કેટલાક દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે આમ જોવા જઈએ તો જ્યાં સુધી રાહુલ રેસમાં છે ત્યાં સુધી અરજી દાખલ કરવા પાછળ પણ કોઇપણ પ્રકારનું તથ્ય રહેલું નથી.

ઈન્ડિયન ટીમની સપ્લાઇલાઇન મજબૂત કરશે દ્રવિડ!
રાહુલ દ્રવિડે શ્રીલંકા ટૂર પછી ઈન્ડિયન પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા મુદ્દે અનિચ્છા વ્યક્ત કરી હતી. હવે NCAમાં તેણે ફરી અરજી કરતાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે તેઓ જુનિયર લેવલ પર કામ કરવા માગે છે અને ઈન્ડિયન ટીમની સપ્લાઈલાઇનને વધુ મજબૂત કરવાની પ્રક્રિયાનો ભાગ બનવા માગે છે.

બોલિંગ કોચ ભરત અરુણ, હેડ કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની તસવીર.
બોલિંગ કોચ ભરત અરુણ, હેડ કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડની તસવીર.

અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો- T-20 વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ક્રિકેટમાં મોટે પાયે ફેરફાર થવાની સંભાવના; છેલ્લાં 4 વર્ષમાં 'શાસ્ત્રીની ટીમ ઈન્ડિયા' એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી

T-20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રીનો કોન્ટ્રેક્ટ પૂરો
આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ટીમ ઈન્ડિયા સાથે છેડો ફાડી શકે છે, કારણ કે ઈન્ડિયન ટીમ છેલ્લાં 4 વર્ષથી એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી. વળી, શાસ્ત્રીના કાર્યકાળમાં તો ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ જીતી શકી નથી.

આ મુદ્દે BCCIએ રવિ શાસ્ત્રીને સૂચના પણ આપી દીધી છે. નવેમ્બરમા શાસ્ત્રી સહિત સંપૂર્ણ કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, BCCI, T-20 વર્લ્ડ કપ પછી નવા કોચિંગ સ્ટાફની પસંદગી કરવા માગે છે, જેથી ઈન્ડિયન ક્રિકેટ નવી ઊંચાઈઓ આંબી શકે.

શાસ્ત્રીના કાર્યકાળમાં ઈન્ડિયન ટીમ એકપણ ICC ટાઇટલ જીતી નથી
રવિ શાસ્ત્રીની ટ્રેનિંગમાં જ ઈન્ડિયન ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ઈન્ડિયન ટીમ પહોંચી હતી. જોકે શાસ્ત્રી, શ્રીધર અને વિક્રમના કોચિંગમાં ટીમ ઈન્ડિયા એકપણ ICC ટાઇટલ જીતી નથી. 2019 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ઈન્ડિયાની હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...