તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICC Hall of Fame:ભારતીય ક્રિકેટર વિનુ માંકડનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં સમાવેશ કરવામાં આવ્યો, ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરનો પણ સમાવેશ કરાયો

દુબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિનુ માંકડની ફાઇલ તસવીર - Divya Bhaskar
વિનુ માંકડની ફાઇલ તસવીર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આઈસીસી હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને સામેલ કર્યા. આ 10 ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ 10 ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે. ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પાંચ યુગોના 10 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.

વિનુ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વિનુ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિનુ માંકડની વાત કરીએ તો તેમણે 44 ટેસ્ટ મેચ રમી છે. જેમાં માંકડે 31.47ની એવરેજથી 2109 રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન 162 વિકેટ પણ ઝડપી હતી. તેમની ગણના ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે.

વર્ષ 1952માં લોર્ડસમાં વિનુ માંકડે ઈંગ્લેન્ડ સામે 72 અને 184 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે મેચમાં 97 ઓવર ફેંકી હતી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં દરેક નંબર પર બેટિંગ કરનાર ત્રણ ક્રિકેટરોમાંથી એક છે. માંકડે બાદમાં ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને કોચિંગ આપ્યુ. સુનિલ ગાવસ્કર પહેલાથી જ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ છે. જે પાંચ યુગોના બે-બે ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે તે યુગોમાં પ્રારંભિક ક્રિકેટ યુગ (1918 પહેલાં), યુદ્ધ સમયનો યુગ (1918-1945), યુદ્ધ પછીનો યુગ (1946-1970), વનડે યુગ (1971-1995) અને આધુનિક યુગ (1996-2016) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...