ઉન્મુક્ત ચંદના લગ્ન તસવીરોમાં:ભારતનો વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન ગ્લેમરસ ફિટનેસ ટ્રેનરના પ્રેમમાં 'ક્લીન બોલ્ડ'; લગ્નના બંધનમાં બંધાયો

6 દિવસ પહેલા

પૂર્વ ભારતીય અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદે રવિવારે ફિટનેસ ટ્રેનર સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા છે. 28 વર્ષના ઉન્મુક્તે સોશિયલ મીડિયામાં તેના લગ્નની તસવીરો શેર કરી આ અંગે જાણકારી આપી છે, જેમાં તેણે લખ્યું છે કે આજે અમે નિર્ણય લઈ લીધો! 21/11/21

ઉન્મુક્ત ચંદની પત્ની સિમરનનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના દિવસે થયો હતો. તે ઉન્મુક્તથી 5 મહિના 14 દિવસ નાની છે. સિમરન Buttlikeanapricot કંપનીની ઓનર અને ફાઉન્ડર છે.
ઉન્મુક્ત ચંદની પત્ની સિમરનનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના દિવસે થયો હતો. તે ઉન્મુક્તથી 5 મહિના 14 દિવસ નાની છે. સિમરન Buttlikeanapricot કંપનીની ઓનર અને ફાઉન્ડર છે.

28 વર્ષીય ઉન્મુક્ત ચંદ છેલ્લા ઘણા સમયથી સિમરન સાથે રિલેશનશિપમાં હતો. ત્યાર પછી બંને રવિવારે લગ્નના બંધનમાં બંધાયાં હતાં. આ સમારંભમાં તેમણે પોતાના નજીકના દોસ્ત અને સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું, જેમાં ઉન્મુક્ત અને સિમરને પિંક આઉટફિટ્સમાં લગ્ન કર્યાં હતાં.

ઉન્મુક્ત ચંદ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ખુદકુ ભાલ્યાનો રહેવાસી છે. ઉન્મુક્તે 6 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ઉન્મુક્ત ચંદે ડીપીએસ (નોઈડા) અને મોડર્ન સ્કૂલ (બારાખંબા રોડ)માંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે. ઉન્મુક્ત અંડર-15, અંડર-16 અને અંડર-19 ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.

સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ એન્ડ ન્યૂટ્રિશન કોચ છે. સિમરને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો અને વીડિયો શેર કર્યો હતો.

ઉન્મુક્ત ચંદે આ વર્ષે જ ઈન્ડિયન ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી તેણે અમેરિકા સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઉન્મુક્તે 2012ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 111* રનની ઈનિંગ રમી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેણે ઈન્ડિયા Aની પણ કેપ્ટનશિપ કરી છે, પરંતુ તેને ક્યારેય પણ સિનિયર ટીમમાંથી રમવાની તક મળી નહોતી.

ઉન્મુક્ત ચંદે પોતાના ડોમેસ્ટિક કરિયરની શરૂઆત 2010માં દિલ્હીથી કરી અને 8 સીઝન સુધી ટીમ માટે રમ્યો હતો. તે દિલ્હી ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઉન્મુક્ત ઉત્તરાખંડ માટે પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યો છે. 28 વર્ષીય ક્રિકેટરે ભારત A માટે પણ સારું પ્રદર્શન કર્યું હતું.

ઈન્ડિયન ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ઉન્મુક્ત અત્યારે અમેરિકા ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઉન્મુક્ત ચંદ આ સીઝનની બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સનો ભાગ છે. 8મી સીઝનમાં બિગ બેશનો ટાઈટલ જીતેલી મેલબોર્ન રેનેગેડ્સે છેલ્લા કેટલાક દિવસો પહેલાં આ ઉન્મુક્તની ટીમમાં પસંદગી કરી હોવાની વાત શેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...