તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ વિરૂદ્ધની લડતમાં ક્રિકેટરોનું યોગદાન:ઈન્ડિયન ક્રિકેટર ઉનડકટે IPLની આવકના 10% રૂ. તબીબી સંસાધનો ખરીદવા ફાળવ્યાં; કહ્યું- વેક્સિન અવશ્ય લેજો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હું જરૂરી લોકો માટે તબીબી સંસાધનો પૂરા પાડવા માટે મારા આઈપીએલ પગારના 10% ફાળો આપી રહ્યો છું. - જયદેવ ઉનડકટ - Divya Bhaskar
હું જરૂરી લોકો માટે તબીબી સંસાધનો પૂરા પાડવા માટે મારા આઈપીએલ પગારના 10% ફાળો આપી રહ્યો છું. - જયદેવ ઉનડકટ
  • આ રકમનો યોગ્ય સહાયતાના ક્ષેત્રે ઉપયોગ થાય એની ખાતરી મારા પરિવારના સભ્યો કરતા રહેશેઃ જયદેવ ઉનડકટ
  • વિદેશી ખેલાડીઓમાં પેટ કમિન્સ અને બ્રેટ લીએ પણ દેશમાં ઓક્સિજન સપ્લાઈ માટે રૂપિયા ફાળવ્યા હતા
  • બ્રેટ લીએ ઉનડકટની આ પહેલના વખાણ કરતી ટ્વીટ પણ કરી હતી

ભારતમાં અત્યારે કોરોના મહામારીના કહેર વચ્ચે ઠેર-ઠેર ઓક્સિજન, બેડ અને વેન્ટિલેટરની અછત જોવા મળી રહી છે. દેશમાં ઓક્સિજનનો સપ્લાઈ અટલી જતા સેંકડો લોકોના મોત થયા છે. જેના પગલે ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટે કોવિડ દર્દીઓની સારવાર અર્થે યોગ્ય તબીબી સંસાધનો પૂરા પાડવા માટે એની IPLની આવકના 10% રૂપિયાનો ફાળો આપ્યો છે. આ તમામ રકમ યોગ્ય દિશામાં ઉપયોગમાં લેવાય એની ખાતરી ઉનડકટના પરિજનો લેશે. આની પહેલા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ ભારતના લોકોને કોવિડ મહામારીમાં ઓક્સિજન સપ્લાઈ મળી રહે એ માટે પૈસા દાનમાં આપ્યા હતા. ઉનડકટની આ પહેલને બ્રેટ લીએ પણ ટ્વીટ કરીને વખાણી હતી.

ઉનડકટની ટ્વીટ
હું જરૂરી લોકો માટે તબીબી સંસાધનો પૂરા પાડવા મારી IPL સીઝનના પગારમાંથી 10% ફાળો આપી રહ્યો છું. મારું કુટુંબ ખાતરી કરશે કે આ રકમ જરૂરિયાતમંદો સુધી પહોંચે. જય હિન્દ!

કોરોના વિરૂદ્ધની લડાઈમાં સમગ્ર દેશ એક ટીમ છેઃ ઉનડકટ
ઉનડકટે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ભારત દેશ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. હું જાણું છું કે આવા કપરા સમયમાં પોતાના અંગત વ્યક્તિને ગુમાવવાનો દર્દ શું હોય છે. પોતાના અંગત સંબંધીઓ અને મિત્રોને કોરોના સામે લડત આપતા જોઈને પણ મનમાં ઘણી ચિંતા થતી હોય છે. હું આ બન્ને સમયગાળામાંથી પસાર થઈ ચૂક્યો છું.

આ સમયે ક્રિકેટ રમવું યોગ્ય છે કે કેમ! એ તો હું ન કહી શકું, પરંતુ આ કોવિડના સમયગાળામાં પોતાના પરિવારજનો અને મિત્રોથી દૂર રહેવું ઘણું કષ્ટદાયક છે. આ સમયે ક્રિકેટના માધ્યમથી લોકોને મનોરંજન મળે છે. અત્યારે કોરોનાની લડાઈમાં આખો દેશ એક ટીમ છે, દરેકે સાથે મળીને આ લડાઈ જીતવાની છે. તેથી તમારાથી શક્ય હોય એટલી સહાયતા કરો અને સ્ટ્રોંગ રહો. હું મારાથી બનતો પ્રયાસ કરીને લોકોને સહાયતા કરી રહ્યો છું. મહેરબાની કરીને જો તમે વેક્સિન લેવાને લાયક છો, તો લઈ લેજો. સુરક્ષિત રહેજો, આપણે અવશ્ય આ લડાઈને જીતીશું.

વિદેશી ખેલાડી પેટ કમિન્સે પણ 38 લાખ રૂપિયા ડોનટ કર્યા હતા
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે કોરોના સામેની લડાઈમાં 26 એપ્રિલના રોજ PM કેર્સ ફંડમાં 50 હજાર ડોલર એટલે કે લગભગ 38 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. એણે ભારત સરકારને ઓક્સિજન સપ્લાઈમાં સહાયતા મળે એ માટે પૈસા ડોનેટ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે, જેને હું ઘણો પ્રેમ કરૂ છું. અહીંયાના લોકો ઘણા સારા અને દયાળું છે. અત્યારે આ લોકો કોરોના મહામારીના કારણે ઘણુ બધું કષ્ટ ભોગવી રહ્યા છે. આ જોઈને મને ઘણું દુઃખ થાય છે. અમારી ટીમના ખેલાડીઓ વચ્ચે પણ અત્યારની પરિસ્થિતિ અંગે ઘણી વાતચીત થતી હોય છે. કમિન્સે જણાવ્યું હતું કે હોમ આઈસોલેટ થયેલા લોકો અમારી IPL મેચ જોઈને મનોરંજન માણે છે, આમ કરીને અમે પણ આ લોકોને ખુશ કરવાની કોશિશ કર રહ્યા છીએ.

બ્રેટ લીએ 1 બિટ કોઈન (40 લાખ રૂપિયા ) દાન આપ્યા હતા
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સથી પ્રભાવિત થઈને 27 એપ્રિલના રોજ બ્રેટ લીએ પણ કોવિડ મહામારીના પગલે 1 બિટ કોઈન એટલે કે લગભગ 40 લાખ રૂપિયાની મદદ કરી હતી. બ્રેટ લીએ ટ્વીટર પર કહ્યું હતું કે હું આ મહામારીથી લોકોને હેરાન થતા જોઈને ઘણો દુઃખી છું. મને આ વાતનો આનંદ છે કે હું મારા તરફથી થોડી સહાયતા કરી શકું એમ છું, જેથી મેં એક બીટીસી એટલે (40 લાખ રૂપિયા) 'ક્રિપ્ટો રિલીફ'માં દાન કર્યા છે. જેથી ભારત દેશની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના પગલે થોડી ઘણી રાહત મળી શકે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારત મારા માટે બીજા ઘર જેવું છે, મારા દિલમાં ભારતનો એક વિશેષ દરજ્જો છે.

અન્ય સમાચારો પણ છે...