તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Indian Cricket Team Have Gone On Top Of The ICC Test Rankings After Beating England 3 1 In The Four match Test Series

ICC ટેસ્ટ રેન્કિંગ:ટીમ ઈન્ડિયા વર્લ્ડ નંબર-1 બની, ન્યૂઝીલેન્ડને પાછળ છોડ્યું; આ વર્ષે જૂન સુધી ટોપ પર રહેવાનું નક્કી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેસ્ટ સિરીઝમાં ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું. - Divya Bhaskar
ટેસ્ટ સિરીઝમાં ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું.
  • 18 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ લોર્ડ્સમાં રમાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શનિવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. તેમા ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામે 3-1થી ટેસ્ટ સિરીઝ જીતવાનો ફાયદો ભારતને મળ્યો છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે.

ભારતે શનિવારે ઈંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં એક ઈનિંગ અને 25 રનથી હાર આપી છે. આ સાથે જ ICC એ પોતાનું રેન્કિંગ જાહેર કર્યું. ટીમ ઈન્ડિયાના 122 પોઈન્ટ છે અને ન્યૂઝીલેન્ડના 118 પોઈન્ટ છે.

ICC ટેસ્ટ રેન્કિંગ

રેન્કિંગટીમપોઈન્ટ
1ભારત122
2ન્યૂઝીલેન્ડ118
3ઓસ્ટ્રેલિયા113
4ઈંગ્લેન્ડ105
5પાકિસ્તાન90
6દ. આફ્રિકા89
7શ્રીલંકા83
8

વેસ્ટ ઈન્ડિઝ

80
9અફઘાનિસ્તાન57
10બાંગ્લાદેશ51

જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયયનશિપ ફાઈનલ રમાશે
ટીમ ઈન્ડિયા હેવ જૂન મહિના સુધી આ નંબર પર યથાવત રહેશે. કારણ કે આ પહેલા ટોપ 2 ટીમની કોઈ ટેસ્ટ મેચ નથી. જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મુજબ ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટ રમાવાની છે. પરંતુ તે સિરીઝ પણ રદ્દ થઈ શકે છે. કારણે કે ફાઈનલ માટેની બે ટીમ નક્કી થઈ ચૂકી છે.

18 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે લોર્ડ્સમાં ફાઈનલ રમાશે. જોકે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટની સિરીઝ રમાશે પરંતુ તેની આ રેન્કિંગ પર કોઈ અસર નહીં પડે.

વન ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર-2
ભારતીય ટીમ વન ડે રેન્કિંગમાં 117 પોઈન્ટ સાથે નંબર 2 પર છે. આ ફોર્મેટમાં 2019ની વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ ટોપ પર છે. ઈંગ્લેન્ડ ટીમના 123 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ 116 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.

વન ડે રેન્કિંગ

રેન્કિંગટીમપોઈન્ટ
1ઈંગ્લેન્ડ123
2ભારત117
3ન્યૂઝીલેન્ડ116
4ઓસ્ટ્રેલિયા111
5દ. આફ્રિકા108
6પાકિસ્તાન100
7બાંગ્લાદેશ91
8શ્રીલંકા85
9વેસ્ટ ઈન્ડિઝ74
10અફઘાનિસ્તાન59

ટીમ ઈન્ડિયા પાસે T20માં નંબર 1 બનવાની તક
ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં 268 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. ઈંગ્લેન્ડ 275 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના 272 પોઈન્ટ છે. જો ભારત T20 સિરીઝમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરશે તો તે નંબર વન ટીમ બની શકે છે.

T20 રેન્કિંગ

રેન્કિંગટીમપોઈન્ટ
1ઈંગ્લેન્ડ275
2ઓસ્ટ્રેલિયા272
3ભારત268
4પાકિસ્તાન260
5દ. આફ્રિકા251
6ન્યૂઝીલેન્ડ248
7શ્રીલંકા230
8બાંગ્લાદેશ229
9અફઘાનિસ્તાન228
10વેસ્ટ ઈન્ડિઝ226
અન્ય સમાચારો પણ છે...