તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ICC ટીમ ઓફ ધ ડિકેડ:ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓ કેપ્ટન, ધોનીને વનડે અને T-20,જ્યારે કોહલી ટેસ્ટ ટીમના કેપ્ટન

દુબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ICC એ ડિકેડની વનડે અને T-20 ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જાહેર કર્યો છે. જ્યારે T-20 ટીમમાં 4 ભારતીય ખેલાડીને સ્થાન મળ્યુ છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
ICC એ ડિકેડની વનડે અને T-20 ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જાહેર કર્યો છે. જ્યારે T-20 ટીમમાં 4 ભારતીય ખેલાડીને સ્થાન મળ્યુ છે- ફાઈલ ફોટો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટેસ્ટ, T-20 અને વનડેમાં દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમોની જાહેરાત કરી છે. T-20 અને વનડે ટીમની કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી છે. જ્યારે ટેસ્ટની કેપ્ટનશીપ વિરાટ કોહલીને મળી છે.T-20 ટીમમાં ધોની ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવ્યુ છે.

ભારતીય ખેલાડીઓ ઉપરાંત ટીમમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝના બે-બે ખેલાડી તથા શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા તથા અફઘાનિસ્તાનના 1-1 ખેલાડીને સ્થાન મળ્યુ છે.

આ ICCની T-20 ટીમ ઓફ ધ ડિકેડ છે. મહેન્દ્ર સિંહ ધોનીને તેના કેપ્ટન જાહેર કરાયા છે.
આ ICCની T-20 ટીમ ઓફ ધ ડિકેડ છે. મહેન્દ્ર સિંહ ધોનીને તેના કેપ્ટન જાહેર કરાયા છે.

T-20 ટીમમાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડી ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને કિરોન પોલાર્ડને સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે શ્રીલંકાના લસિથ મલિંગા, દક્ષિણ આફ્રિકાના એબી ડીવિલિયર્સ તથા અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વનડેમાં ધોની સહિત 3 ભારતીય ખેલાડીઓને સ્થાન
વનડે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે ખેલાડી મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નરને સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે આફ્રિકાના બે ખેલાડી એબી ડીવિલિયર્સ અને ઈમરાન તાહિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાંથી બેન સ્ટોક્સ, ન્યૂઝીલેન્ડથી ટ્રેંટ બોલ્ટ, શ્રીલંકાથી લસિથ મલિંગા અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

ICCએ વનડે ટીમ ઓફ ધ ડિકેડના કેપ્ટન પણ મહેન્દ્ર સિંહ ધોની જાહેર કરવામાં આવ્યા છે.
ICCએ વનડે ટીમ ઓફ ધ ડિકેડના કેપ્ટન પણ મહેન્દ્ર સિંહ ધોની જાહેર કરવામાં આવ્યા છે.

વિરાટ ICC ટેસ્ટ ટીમ ઓફ ધ ડિકેડનો કેપ્ટન
વિરાટ કોહલીને ICC ટેસ્ટ ટીમ ઓફ ધ ડિકેડનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં ટેસ્ટ ક્રિકેટના બે મહાન બેટ્સમેન એલિસ્ટર કુક અને કુમાર સંગાકારાને સ્થાન આપવામાં આવ્યુ છે. કુકને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાના ભૂતપુર્વ કેપ્ટન સંગાકારાને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ત્રીજા ક્રમ પર ન્યૂઝીલેન્ડના વર્તમાન કેપ્ટન કેન વિલિયમ્સની પસંદગી કરવામાં આવી છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમ પર અનુક્રમે કોહલી, સ્ટીવ સ્મિથ, સંગકારા છે. બેન સ્ટોક્સ તરીકે હરફનમૌલા ખેલાડી ટીમમાં આવ્યા છે. અશ્વિન સ્પિનર તરીકે એકમાત્ર ખેલાડી છે. ઝડપી બોલર તરીકેની જવાબદારી દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન, ઈગ્લેન્ડના જેમ્સ એંડરસન અને સ્ટુઅર્ડ બ્રોડ છે.

ધોનીએ 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે 98 T-20 મેચમાં 37.6 સરેરાશથી 1617 રન બનાવ્યા છે. જ્યારે 350 વનડે મેચમાં 50.58ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે. જ્યારે 90 ટેસ્ટ મેચમાં 38.09ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે.

ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ICCની ત્રણ ટ્રોફી જીતી
ધોની વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન પૈકી એક છે, જેના નૈતૃત્વમાં ટીમે ICCની ત્રણ મોટી ટુર્નામેન્ટમાં જીત મળી છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં વર્લ્ડ T-20, 2011માં વિશ્વ કપ તથા 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો