હારનો સિલસિલો તૂટશે?:ઇંગ્લેન્ડ સીરિઝથી પહેલાં ભારતીય બોલરોએ આકરી નેટ પ્રેક્ટિસ કરી, પહેલી મેચમાં મોહમ્મદ સિરાજ રમી શકે છે

ડરહમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. ગુરુવારે ટીમ ઇન્ડિયાના બધા મુખ્ય બોલરો ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવે બોલિંગ કરી હતી. જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલે પણ બોલિંગ પર હાથ અજમાવ્યો હતો.

ભારતે 2007 બાદથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી નથી. ઇંગ્લેન્ડે 2011માં 4-0, 2014 માં 3-1 અને 2018 માં 4-1 થી ભારત સામે જીત મેળવી હતી. ભારતીય ટીમ આ પ્રવાસમાં પોતાનો હારનો સિલસિલો તોડવા માંગશે. 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત 4 ઓગસ્ટથી નોટિંગઘમના ટ્રેંટ બ્રિજમાં થશે. આ મેચમાં ઇશાંત શર્માની જગ્યાએ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...