તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCCIની પ્રેશર ગેમ:ભારતીય બોર્ડે કહ્યું- જો બ્રિસ્બેનમાં ટેસ્ટ રમવી હોય તો ખેલાડીઓને કડક ક્વોરન્ટીન નિયમોથી છૂટ આપો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા ગયેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કડક કોરોના નિયમોથી કંટાળી ગયા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પણ આ સમસ્યાને સમજી રહ્યું છે. BCCIએ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ (CA)ને પત્ર લખીને આ સ્પષ્ટ કર્યું છે. બોર્ડે કહ્યું છે કે, જો બ્રિસ્બેનમાં ટેસ્ટ રમવી હોય તો ખેલાડીઓને કડક ક્વોરન્ટીન નિયમોથી છૂટ આપવી પડશે. ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાશે.

બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતમાં છે. ત્યાંના પ્રોટોકોલ મુજબ, ટીમના ખેલાડીઓને ક્વોરન્ટીન દરમિયાન એક ફ્લોર પર ખેલાડીઓને મળવાની જ પરવાનગી આપવામાં આવશે. ખેલાડીઓ બીજા ફ્લોર જઈ શકતા નથી. તબીબી ટીમને પણ એક ફ્લોરથી બીજા ફ્લોર પર જવા દેવામાં આવશે નહીં.

બોર્ડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પ્રવાસ પહેલા થયેલા કરારની યાદ અપાવી
BCCIના અધિકારીએ ગુરુવારે CAના હેડ અર્લ એડિંગને ટૂર પહેલા સહી કરાયેલા કરારની યાદ અપાવી, જેમાં કડક નિયમોનું 2 વાર પાલન કરવું પડશે તેવી વાત કરવામાં આવી નથી. અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોર્ડ સાથે વાત ચાલુ છે. તેમને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રિલેક્સેશન આપવાનું કહેવામાં આવ્યું છે. જો સીરિઝ પૂરી કરવી હોય, તો તેમણે આ માટે મંજૂરી આપવી પડશે. ટીમ ઇન્ડિયાએ પહેલા જ સિડનીમાં ક્વોરન્ટીન પ્રોટોકોલનું પાલન કરી લીધું છે. હવે બ્રિસ્બેનમાં આવું કરવાની શું જરૂર છે?

CAને લખેલી ચિઠ્ઠીમાં BCCIની શરતો

  • એકબીજાને મળવાની પરવાનગી મળે: બોર્ડે કહ્યું કે, ખેલાડીઓને હોટલમાં એકબીજાના રૂમમાં જવાની પરવાનગી મળવી જોઈએ. IPLમાં પણ આમ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત એકબીજા સાથે જમવાની અને ટીમ મિટિંગની પણ પરવાનગી મળવી જોઈએ.
  • IPL સ્ટાઇલમાં હોવો જોઈએ બાયો-બબલ: અધિકારીએ કહ્યું કે, ટીમ ઇન્ડિયા IPL સ્ટાઇલમાં બાયો-બબલ ઈચ્છે છે. સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ક્વોરન્ટીન નિયમો મુજબ ટીમ ઇન્ડિયાએ મેચ પછી સીધું હોટલ જવાનું હોય છે. હવે CA આ નિયમમાં છૂટ આપે અને લખીને સહમતિ દર્શાવે.

IPL પછી કડક ક્વોરન્ટીનમાં હતી ટીમ
IPL બાદ યુએઈથી સિડની પહોંચેલી ટીમ ઈન્ડિયાએ તે સમયે પણ કડક ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવું પડ્યું હતું. ટીમના ખેલાડીઓને એક બીજાના રૂમમાં પ્રવેશવાની પણ મંજૂરી નહોતી. તેની દેખરેખ માટે ફ્લોર પર સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

BCCIએ કહ્યું- ઝૂના પ્રાણી જેવું વર્તન થઇ રહ્યું છે
બ્રિસ્બેન ટેસ્ટ અંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે બોર્ડ અને મેનેજમેન્ટ આ અંગે નિર્ણય લેશે. તેણે કહ્યું હતું કે સિડનીમાં ખેલાડીઓએ કડક કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડે છે, જ્યારે બહારનું જીવન સામાન્ય છે.

BCCIના એક અધિકારીએ ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઝૂના પ્રાણીઓ સાથે કરવામાં આવતો હોય તેવા વ્યવહારથી પરેશાન છે. તેમણે કહ્યું કે તે વિચિત્ર છે, 20 હજાર દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપવામાં આવે છે અને ખેલાડીઓ ક્વોરન્ટીનમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser