• Gujarati News
  • Sports
  • Cricket
  • India Won 20 Of 94 Tests With Less Than 251 In The First Innings, Will Now Look To Wrap Up New Zealand Within 200

WTC ફાઈનલ 'DAY-4 રદ':વરસાદના કારણે આજનો દિવસ પણ ધોવાઈ ગયો, આજે એક પણ દડાની રમત થઈ નથી; રિઝર્વ-ડેમાં મેચ રમાય એવા એંધાણ

સાઉથહેમ્પટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ટીમ હજી પણ 116 રનથી ગેમમાં આગળ છે, કીવી ટીમને સ્પિનર્સ મુશ્કેલીમાં મૂકી શકે છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો છે. બેડ વેધર અને વેટ આઉટ ફિલ્ડના કારણે આજે મેચ નહીં રમાય. સાઉથહેમ્પટનમાં સવારે 7 વાગ્યાથી વરસાદ પડી રહ્યો હતો. પાંચમા દિવસે જો વરસાદે વિધ્ન ના નાંખ્યું તો ન્યૂઝીલેન્ડની ટીમ 2 વિકેટ પર 101 રનથી આગળ રમવાનું શરૂ કરશે. કેપ્ટન કેન વિલિયમ્સન 12 રન અને રોસ ટેલર ખાતું ખોલ્યા વિના જ અણનમ છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા. તે જોતાં ન્યૂઝીલેન્ડ સામે ભારત હજી પણ તે 116 રનથી આગળ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીં ક્લીક કરો....

પાંચમાં દિવસે પણ વરસાદ પડશે, રિઝર્વ-ડેનો ઉપયોગ કરાશે સાઉથહેમ્પટનના સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યા (ભારતીય સમય મુજબ 11:30 PM)થી વરસાદ પડી રહ્યો હતો. એક્યૂવેધર રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યા (ભારતીય સમય 8:30 PM) સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહી હતી.

તેવામાં આજનો દિવસ પણ ધોવાઇ ગયો છે. વેધર ફોરકાસ્ટ પ્રમાણે પાંચમા દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આવી પરિસ્થિતિમાં રિઝર્વ-ડેનો ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે. દિગ્ગજ ક્રિકેટરોએ તો ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

રિઝર્વ-ડેનો ઉપયોગ કરાઈ શકે છે
આની પહેલા ત્રીજા દિવસે (20 જૂન) મેચને અડધો કલાક પછી શરૂ કરવામાં આવી હતી અને બેડ લાઇટ્સના કારણે અડધો કલાક વહેલા પૂરી પણ કરાઈ હતી. આવી પરિસ્થિતિમાં જેટલા સમય દરમિયાન મેચ નથી રમાઈ તેટલાને કવર કરાઈ શકે છે. મેચ રેફરી 5માં દિવસના લાસ્ટ સેશનના એક કલાક પહેલા આ અંગે જાહેરાત કરી શકે છે.

ભારતીય ટીમ સામે હારનો પ્રશ્ન
એવામાં હવે ટીમ ઈન્ડિયા પર પરાજયનો ભય મંડરાઈ રહ્યો છે. કારણ કે જ્યારે પણ ભારતીય ટીમે કોઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 250થી ઓછા રન બનાવ્યા છે, ત્યારે ટીમને સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે અત્યાર સુધીમાં 94 ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 250થી ઓછો સ્કોર બનાવ્યો છે, જેમાં માત્ર 20 વખત જ ટીમને જીત મળી છે. આ દરમિયાન ટીમે 54 મેચ ગુમાવી, જ્યારે 19 વખત ડ્રો રમી છે. આ રેકોર્ડને જોતાં કોહલી હવે જીતવા માટે મજબૂર રણનીતિ બનાવવામાં લાગ્યો છે. ભારતીય ટીમ મેચ બચાવવા માટે ન્યૂઝીલેન્ડને ચોથા દિવસે 200 થી ઓછા રનના સ્કોર પર રોકવા માંગશે.

ચોથા-પાંચમા દિવસે સ્પિનરને મળી શકે છે મદદ
પિચ ક્યુરેટર સિમોન લીનું માનીએ તો ચોથા દિવસે સ્પિનર્સને મદદ મળી શકે છે. એવામાં અશ્વિન અને રવિન્દ્ર જાડેમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. મેચ પહલે સિમોનએ જણાવ્યુ હતું કે પિચ દ્વારા શરૂઆતના 3 દિવસ ફાસ્ટરોને મદદ મળી. જ્યારે હવે છેલ્લા 2 દિવસ સ્પિનર્સ પોતાનો જાદુ બતાવી શકશે. જો આવું થાય છે તો ન્યૂઝીલેન્ડને મુશ્કેલીઓ પડી શકે છે, કારણ કે તે સ્પિનર વિના જ મેચ રમી રહ્યું છે.

અશ્વિન અને ઇશાંતે 1-1 વિકટ લીધી
ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવેએ 54 અને ટોમ લાથમએ 30 રનની ઇનિંગ રમી. ટીમ ઈન્ડિયા માટે સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને પેસર ઈશાંત શર્માએ 1-1 વિકેટ લીધી છે. અશ્વિને ટોમ લાથમને કોહલીના હાથે કેચ કરાવ્યો. જ્યારે 54 રન બનાવીને રમી રહેલ ડેવોન કોનવેને ઈશાંત શર્માએ મોહમ્મદ શર્માને હાથે કેચ આઉટ કર્યો.

કોનવે WTC ફાઈનલમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો
કોનવે WTC ફાઈનલમાં ફિફ્ટી કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. કારકિર્દીની ત્રીજી ટેસ્ટ રમી રહેલ કોનવેની આ બીજી ફિફ્ટી છે. કોનવે ડેબ્યૂ બાદ સતત 3 ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 50+ સ્કોર બનાવનાર બીજો કિવિ પ્લેયર બની ગયો છે. તેમણે ડીન બ્રાવંલીની બરાબરી કરી છે.

4 દિવસમાં પરિણામ ન મળ્યું તો રિઝર્વ દિવસનો ઉપયોગ કરાશે
WTC ફાઈનલમાં ICCએ રિઝર્વ ડે પણ રાખ્યો છે. પ્રથમ દિવસ પછી, જો પરિણામ 4 દિવસની અંદર ન મળે, તો રિઝર્વ દિવસનો ઉપયોગ કરવામાં આવશે. વરસાદને કારણે નુકશાન થયેલા સમયની ભરપાઈ કરવા માટે 23 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જેટલા સમયનું નિકશાન થશે, રિઝર્વ ડે પર એટલો વધુ સમય વધારવામાં આવશે. તેની જાહેરાત મેચ રેફરી ટેસ્ટ મેચના 5મો દિવસ સમાપ્ત થવાના એક કલાક પહેલા કરશે.

વિજેતાને ઈનામ
ચેમ્પિયન બનનારી ટીમને 16 લાખ ડોલર (લગભગ 11.17 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ મળશે. જ્યારે, ફાઇનલમાં હરનારી ટીમને 8 લાખ ડોલર (લગભગ 5.85 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ચેમ્પિયન ટીમને ઇનામની રકમની સાથે સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા પણ મળશે.