તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા ટૂર:કોવિડ પ્રોટોકોલના કારણે શિડ્યૂલમાં ફેરફાર, 19ની જગ્યાએ 21 સપ્ટેમ્બરે રમાશે પહેલી મેચ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને ટીમો વચ્ચે એકમાત્ર પિંક બોલ ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે રમાશે

ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયા ટૂર આગામી મહિનાથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તેની શરૂઆત પહેલા સિરીઝના ટાઇમ ટેબલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, અગાઉ ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા ટૂર પર પોતાની પહેલી મેચ રમવાની હતી, પરંતુ હવે તે બે દિવસ પછી એટલે કે 21 સપ્ટેમ્બરથી રમાશે. ઉપરાંત, સિરીઝની તમામ મેચ હવે ક્વીન્સલેન્ડમાં જ રમાશે.

આ ગ્રાઉન્ડ્સ પર રમાશે મેચ
આ ટૂરની શરૂઆત વનડે સિરીઝથી થવાની હતી અને સિરીઝની પ્રથમ મેચ ઉત્તર સિડનીમાં રમાવાની હતી, જે હવે મૈકેમાં રમાશે. તે જ સમયે બીજી અને ત્રીજી વનડે પણ મેલબોર્નના બદલે નોર્થ સિડનીમાં રમાશે. બંને ટીમો વચ્ચે એકમાત્ર પિંક બોલ ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાવાની હતી. આ મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે પિંક બોલ મેચ પર્થના વાકા ક્રિકેટ ગ્રાઉન્ડને બદલે કરારા મેટ્રિકોન સ્ટેડિયમમાં રમાશે. ત્રણેય T-20 મેચ પણ એક જ મેદાન પર રમાશે.

કોવિડ -19 ને કારણે ફેરફારો
ESPNcricinfo અનુસાર, ઓસ્ટ્રેલિયામાં કોવિડ -19 ના પ્રતિબંધોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

ટીમ 14 દિવસ સુધી ક્વોરન્ટીન રહેશે
ભારતીય ટીમ 29 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા જશે અને દુબઈ થઈને બ્રિસ્બેન પહોંચશે. ત્યારપછી ટીમે 14 દિવસ માટે ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવાનું રહેશે, જે 13 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. ત્યારપછી ભારતીય મહિલા ટીમ 18 સપ્ટેમ્બરે બ્રિસ્બેનમાં પ્રેક્ટિસ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.

ક્વીન્સલેન્ડ સરકાર તરફથી હજુ સુધી પરવાનગી મળવાની બાકી
મીડિયાના અહેવાલો પ્રમાણે ક્વીન્સલેન્ડ રાજ્ય સરકાર પાસેથી અંતિમ પરવાનગી લેવાની બાકી છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કે જેઓ ક્વીન્સલેન્ડના નથી તેઓ આવતા સપ્તાહ સુધી ત્યાં પહોંચે તેવી અપેક્ષા છે. તે જ સમયે, મેલબોર્ન અને સિડનીથી આવતા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોએ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...