ભારત vs ન્યૂઝીલેન્ડ:રાંચીના મેદાન પર હેટ્રિક માટે ઊતરશે ભારત, ઝાકળને લીધે ટોસ મહત્ત્વપૂર્ણ

મુંબઈ17 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ એક જ ફ્લાઇટમાં રાંચી પહોંચ્યા. આ રાંચીમાં 2019 બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ છે. - Divya Bhaskar
ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ એક જ ફ્લાઇટમાં રાંચી પહોંચ્યા. આ રાંચીમાં 2019 બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ છે.
  • જેએસસીએમાં રમાયેલી બંને ટી-20 મેચ ભારતે જીતી છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં શુક્રવારે સાંજે 7 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા જયપુરમાં રમાયેલી પ્રથમ મેચ જીતી 3 મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. રાંચીને 2 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચની યજમાની મળી છે.

અહીં અંતિમ મેચ ઓક્ટોબર 2019માં ભારત-દ.આફ્રિકાની ટેસ્ટ હતી, જે ભારતે ઈનિંગ્સ અને 202 રનથી જીતી હતી. રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ભારતે 2 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને બંને જીતી છે. ટીમ ઈન્ડિયા શુક્રવારની મેચ જીતી રાંચીમાં વિજયી હેટ્રિક કરવા માગશે.

ટીમ પાસે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સતત બીજી ટી-20 સિરીઝ જીતવાની તક છે. ગત વર્ષે ભારતે કિવી ટીમને તેના ઘરઆંગણે ટી-20 સિરીઝમાં 5-0થી માત આપી હતી, જેમાં 2 મેચમાં સુપર ઓવર થકી જીત મળી હતી. આ મેદાન પર ત્રણેય ફોર્મેટમાં ભારતે 9 મેચ રમી છે, જેમાં જીત-હારનો રેકોર્ડ 5-3નો રહ્યો છે. એક મેચનું પરિણામ નહોતું આવ્યું.

રોહિત-સૂર્યકુમારનું ફોર્મ પરત મેળવવું ટીમ માટે સૌથી સારી વાત, પંત-શ્રેયસ સંઘર્ષ કરી રહ્યા છે
કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ પરત મેળવવું ટીમ માટે સારી વાત છે. મુંબઈના બંને ખેલાડીઓએ પ્રથમ ટી-20માં પોતાની ક્ષમતા દેખાડી હતી. જોકે રિષભ પંત અને શ્રેયસ અય્યર સંઘર્ષ કરતા જોવા મળ્યા. પંતે ભલે વિજયી રન કર્યા હોય પરંતુ તેનો લક્ષ્યાંક તરફ પહોંચવાનો તેનો અભિગમ યોગ્ય નહોતો. ગત મેચમાં ડેબ્યુ કરનાર વેંકટેશ ખરાબ શૉટ રમી આઉટ થયો હતો, અય્યરે જયપુરમાં બોલિંગ કરી નહોતી, પરંતુ રાંચીમાં તેને બોલિંગની તક મળી શકે છે.

આયોજકોને 39 હજારની ક્ષમતાવાળું જેએસસીએ સ્ટેડિયમ સંપૂર્ણ ભરાવાની આશા
બીજી મેચમાં પણ ઝાકળ મોટું ફેક્ટર રહેશે, આ માટે ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પિચ-ક્યૂરેટર શ્યામ બહાદુર સિંહે જણાવ્યું હતું કે ‘ઝાકળ સાંજે 7.30 વાગ્યા પછી જોવા મળે છે. પિચ બેટિંગ ફ્રેન્ડલી છે, જેથી બોલર્સને ઓછી મદદ મળશે.’ આયોજકોને આશા છે કે 39 હજારની ક્ષમતાવાળું સંપૂર્ણ સ્ટેડિયમ ભરાશે. તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. બંને ડોઝ લગાવનારાને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ ઉપરાંત આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ સાથે પણ ફેન્સને એન્ટ્રી મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...