• Gujarati News
  • Sports
  • Cricket
  • India Will Have To Prepare A Roadmap For The T20 World Cup, A Team According To The Situation; Experiments Required

ભાસ્કર એનાલિસિસ:ભારતે ટી-20 વર્લ્ડ કપ માટેનો રોડમેપ, પરિસ્થિતિ અનુસારની ટીમ તૈયાર કરવી પડશે; પ્રયોગો જરૂરી

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડ કપ યોજાશે
  • તમામ ખેલાડીઓને પોતાની ભૂમિકા જાણ હોવી જરૂરી

યુએઈમાં પૂર્ણ થયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રબળ દાવેદાર તરીકે ઉતરી હતી. પરંતુ સેમિફાઈનલમાં પણ સ્થાન ના મેળવી શકી. રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પૂર્ણ થયેલી ટી-20 સીરિઝ ભારતે 3-0થી જીતી હતી, જે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે.

જોકે આ હજુ શરૂઆત છે. અત્યારસુધી જાહેર થયેલા શેડ્યૂલ અનુસાર ભારતે આગામી ટી-20 વર્લ્ડ કપ અગાઉ દ.આફ્રિકા, વિન્ડીઝ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 રમવાની છે. જે વર્લ્ડ કપની તૈયારીનો ભાગ રહેશે.

વર્લ્ડ કપ 2022 ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. બીસીસીઆઈ પાસે એક વર્ષથી ઓછો સમય છે, તેથી અત્યારથી જ વર્લ્ડ કપનો રોડમેપ તૈયાર કરવો જોઈએ. ભારતે ટી-20 માટે અલગ ટીમ કોમ્બિનેશન બનાવવું પડશે. નિષ્ણાંતોના મતે, ઓસ્ટ્રેલિયના પરિસ્થિતિ અનુસાર તૈયારી કરવી પડશે.

આપણે એમ નથી કહી શકતા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અંગે જાણતા નથી, હવે ભારત ત્યાં વધુ ક્રિકેટ રમે છે. ત્યાં ક્રિકેટ રમવાનો ખેલાડીઓ પાસે ઘણો અનુભવ છે. તેથી કોઈ બહાના કાઢી શકાય નહીં.

ખેલાડીઓ પર વિશ્વાસ કરવો પડશે, તેમને પૂરતી તક આપવી જરૂરી
ટી-20ની રમત સરળ હોય છે, ખેલાડીઓને તેમની ભૂમિકા સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ. આ સાથે જ તેની માટે યોગ્ય તક મળવી જરૂરી છે. જો કોઈ બોલરને અંતિમ ઓવરમાં રન ગતિ રોકવાની જવાબદારી મળી હોય તો તે આમ કરી શકવો જોઈએ. જો કોઈ ખેલાડીને પાવર પ્લેમાં રન કરવા માટે ટીમમાં તક મળી હોય તો તે 10 ની રનરેટથી સ્કોર કરી શકે તેવું હોવું જોઈએ. ખેલાડીઓને જવાબદારી મામલે વધુને વધુ તક આપવી જરૂરી છે. વારંવાર તક આપવા પર જ ખેલાડી પોતાની ભૂમિકા માટે પરફેક્ટ બનશે. નિષ્ણાંતોના મતે ખેલાડીઓને પૂરતો સમય આપવો જરૂરી છે. ટીમ માટે જે પણ પ્લાનિંગ કરવામા આવે અંતસુધી તેની પર ટકી રહેવું પણ જરૂરી છે.

આઈપીએલ જ પસંદગીનું એકમાત્ર માપદંડ ન બને
આઈપીએલ યુવા ખેલાડીઓ માટે ક્ષમતા દેખાડવાનું મોટું પ્લેટફોર્મ છે. પરંતુ એ જરૂરી નથી કે જો કોઈ આઈપીએલમાં ઓપનિંગમાં સારું કરે છે તો તે ઈન્ટરનેશનલ સ્તરે મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કરશે. નિષ્ણાંતોના મતે, આઈપીએલ જ નેશનલ ટીમ માટેની પસંદગીનું એકમાત્ર માપદંડ ન બનવું જોઈએ. સિલેક્ટર્સે આઈપીએલની 2 સિઝનના પ્રદર્શનનું એનાલિસિસ કર્યા બાદ ખેલાડી પર ફોક્સ કરી તેને જવાબદારી આપવી જોઈએ. કારણ કે, ખેલાડીનું પ્રદર્શન સ્થિતિ અને હરીફ અનુસાર બદલાઈ શકે છે.​​​​​​​

બીજી લીગ નથી રમતા ભારતીય ખેલાડી, ઈન્ટરનેશનલ શેડ્યૂલ તૈયારી માટે શ્રેષ્ઠ તક
ટી-20 વર્લ્ડ કપમાં હાર બાદ કમબેકની તક વધુ નથી હોતી. ભારતીય ટીમનો ટી-20 વર્લ્ડ કપ અગાઉ ઈન્ટરનેશનલ કેલેન્ડર પેક છે. તે પોતાની સીરિઝ અંગે જાણે છે. ભારતીય ખેલાડીઓ વિશ્વની બીજી લીગમાં નથી રમતા. તેમની પાસે તૈયારી માટે મુશ્તાક અલી ટ્રોફી અને આઈપીએલ જેવી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ્સ છે. જેથી ખેલાડીઓએ ઈન્ટરનેશનલ સીરિઝને જ વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવી જોઈએ.​​​​​​​

બહાના ના કાઢી શકો, ટીમમાં ટી-20 સ્પેશિયાલિસ્ટોની પસંદગી કરવી પડશે​​​​​​​-અયાઝ મેમણ, ક્રિકેટ એનાલિસ્ટ​​​​​​​
ટી-20 વર્લ્ડ કપ માટે 1 વર્ષથી ઓછો સમય રહ્યો છે, તેથી બીસીસીઆઈએ અત્યારથી જ યોજનાઓ બનાવી તેને લાગુ કરવી જોઈએ. ટીમમાં નવા પ્રયોગ કરવા જરૂરી છે. હર્ષલ જેવા ખેલાડીઓને નિયમિત રીતે ટીમમાં સ્થાન આપવું પડશે. ટીમમાં ટી-20 સ્પેશિયાલિસ્ટોને સ્થાન આપવું પડશે. આવા ખેલાડીઓની પસંદગી કરી તક આપવી જરૂરી છે.

ઈંગ્લેન્ડ પાસે ત્રણેય ફોર્મેટ માટે જુદા-જુદા ખેલાડીઓ છે. કેપ્ટન મોર્ગન ટેસ્ટ ફોર્મેટમાં નથી રમતો. ભારતે પણ આવું કંઈક કરવું પડશે. આપણા ખેલાડીઓ એશિયન પરિસ્થિતિથી વાકેફ હતા છતાં યુએઈ વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું. બહાના કાઢવાનું બંધ કરવું પડશે.

અન્ય દેશોના ખેલાડીઓ પણ બાયો બબલમાં હતા અને પરિવારથી દૂર રહ્યાં. ભારતે દ્વિપક્ષીય સીરિઝમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે હરાવ્યા, પરંતુ 8 વર્ષથી આઈસીસી ટૂર્નામેન્ટ નથી જીત્યા. દ્રવિડે એ સમજવું પડશે કે સમસ્યા શું છે અને ખેલાડીઓ પર શું દબાણ છે. તેમને માનસિક દબાણથી મુક્ત થઈ જીતની ટેવ પાડવી પડશે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...