ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ચોથી T20 મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ એન્ડ બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. ભારતે ચોથી T20 મેચમાં 59 રને જીત મેળવીને સિરિઝ પર કબ્જો મેળવી લીધો હતો. અગાઉ વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 191 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડીઝ 19.1 ઓવરમાં 132 રનમાં ખખડી ગયુ હતુ. આ જીત સાથે જ ભારત 5 T20 મેચની સિરિઝમાં 3-1થી આગળ છે. હવે સિરિઝની છેલ્લી મેચ રવિવારે રમાશે. આવેશ ખાનને તેની શાનદાર બોલિંગ પ્રદર્શન (4-0-17-2) બદલ પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે 31 બોલમાં 44 રન કર્યા હતા. રોહિત શર્માએ 16 બોલમાં જ 33 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. અંતમાં અક્ષર પટેલે માત્ર 8 બોલમાં 20 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા આવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ ઓબેડ મેકોય અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. ઓબેડ મેકોયે 4 ઓવરમાં 66 રન દીધા હતા. તેની બોલિંગ ઇકોનોમી 16.5ની રહી હતી.
ભારતે આપેલા 192 રનના ટાર્ગેટનો પીછો કરવા વેસ્ટ ઈન્ડીઝની ટીમ 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ અર્શદિપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. તો આવેશ ખાન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નિકોલસ પૂરને 8 બોલમાં 24 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા આવ્યા હતા. તો રોવમેન પોવેલે પણ 16 બોલમાં 24 રન કર્યા હતા.
રોહિતની ફટકાબાજી, પંત અર્ધસદી ચૂક્યો
ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે 31 બોલમાં 44 રન કર્યા હતા. તેની આ ઇનિંગમાં 6 ચોગ્ગા આવ્યા હતા. રોહિત શર્માએ 16 બોલમાં જ 33 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. અંતમાં અક્ષર પટેલે માત્ર 8 બોલમાં 20 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા આવ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ તરફથી સૌથી વધુ ઓબેડ મેકોય અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી. અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. ઓબેડ મેકોયે 4 ઓવરમાં 66 રન દીધા હતા. તેની બોલિંગ ઇકોનોમી 16.5ની રહી હતી.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, સંજુ સમસેન, રિષભ પંત (વિકેટકીપર), દીપક હૂડ્ડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ.
વેસ્ટ ઈન્ડીઝ: કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ડેવોન થોમસ (વિકેટકિપર), અકીલ હોસેન, ડોમિનિક ડ્રેક્સ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકોય.
ભારતે ટીમમાં ત્રણ બદલાવ કર્યા હતા. શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા અને આર.અશ્વિનની જગ્યાએ સંજુ સેમસન, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યુ હતુ.
એક તરફ ભારત આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઊતરશે તો બીજી તરફ વેસ્ટઇન્ડીઝ સિરીઝ સરભર કરવા માટે ઊતરશે. આ સિરીઝમાં ભારત 2-1થી આગળ છે.
રોહિત શર્મા સુકાન સંભાળશે
રોહિત શર્મા ત્રીજી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે આ મેચમાં સંપૂર્ણ ફિટ છે. પિચ બદલવાને કારણે બન્ને ટીમ માટે આ મેચ પકડકારભરી રહેશે. ટોસ જીતીને કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમને થોડી મુશ્કેલી પણ પડી શકે છે.
મેચ નંબર: 4
તારીખ : 6 ઓગસ્ટ
ટોસ : 7.30PM (ભારતીય સમય મુજબ)
મેચ સમય : 8.00PM (ભારતીય સમય મુજબ)
ભારતમાં ક્યાં જોઈ શકીશું?
DD સ્પોર્ટ્સના ફ્રી-ટુ એર સબ્સ્ક્રિપ્શન પર જોઈ શકાશે. ફેન કોડ એપ લાઇવ સ્ટ્રીમિંગ કરશે.
પિચ રિપોર્ટ
પિચ ધીમી છે, અહીં સ્પિનરને લાભ મળશે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ 11માંથી 9 મેચ જીતી છે. ટોસ મહત્ત્વનો છે.
હવામાન
ફ્લોરિડામાં આજે 23 ડીગ્રીની આસપાસ તાપમાન રહેશે.
વર્લ્ડકપની તૈયારી માટે મેચ મહત્ત્વની
એશિયા કપ માટે ટૂંક સમયમાં ભારતની ટીમની પસંદગી થશે. આ પહેલાં ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલાં પસંદગી સમિતિની આ છેલ્લી બેઠક હશે. એટલા માટે આ મેચ મહત્ત્વની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.