ભારત VS વેસ્ટ ઈન્ડીઝ બીજી T20 મેચ:ભારતના ટૉપ ઓર્ડરનો ધબડકો, રિષભ પંત 24 રને આઉટ , 12 ઓવરના અંતે ભારતનો સ્કોર 96/4

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ કિટ્સ ખાતે રમાઈ રહેલા ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે ટીમમાં એક બદલાવ કર્યો છે. રવિ બિશ્નોઈની જગ્યાએ આવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યુ છે.

રોહિત શર્મા પહેલા જ બોલ પર ઓબેડ મેકોયની બોલિંગમાં આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ 11 રને મેકોયની બોલિંગમાં આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ 10 રને અલ્ઝારી જોસેફની બોલિંગમાં આઉટ થયો હતો. તો અકીલ હોસેનની બોલિંગમાં રિષભ પંત આઉટ થયો હતો. હાલ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા રમતમાં છે.

બન્ને ટીમોની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને અર્શદિપ સિંહ.

વેસ્ટ ઈન્ડીઝ: કાઇલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન), જેસન હોલ્ડર, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, અકીલ હોસેન, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેકોય.
સામાન મોડો આવવાથી મેચ મોડી શરૂ થશે
આ T20 મેચ વરસાદના કારણે નહિ, પરંતુ ખેલાડીઓનો સામાન ટાઇમ પર પહોંચવાથી મોડી શરૂ થશે. T20 સિરિઝનો બીજો નિયત સમય પ્રમાણે 8 વાગે શરૂ થવાનો હતો. પરંતુ ખેલાડીઓનો સામાન જ ત્રિનિદીદથી સેન્ટ કિટ્સ ટાઇમ પર નહિ પહોંચતા હવે મેચ 11 વાગે શરૂ થશે.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પાંચ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે બેસેટેરે (સેન્ટ કિટ્સ)માં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ ચાલી રહી છે. ભારત જો આ મેચ જીતી જશે તો તે પાકિસ્તાનના રેકોર્ડની બરોબરી કરી લેશે. આ રેકોર્ડની વાત આગળ કરીશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ કે પિચ કેવી હશે, હવામાન શું કહે છે અને બન્ને ટીમના સંભવિત ખેલાડીઓ કોણ કોણ હશે.

બેસેટેરમાં વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ સારો છે
ટીમ ઈન્ડિયા પ્રથમવાર આ મેદાન પર રમશે. આ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડીઝનો રેકોર્ડ સારો છે. વેસ્ટ ઈન્ડીઝે અહીં 10 T-20 મેચ રમી છે, જેમાંથી 6 જીતી છે અને 2માં હારનો સામનો કર્યો છે. 2 મેચ અનિર્ણીત રહી હતી.

બેસેટેરે લો સ્કોરિંગ મેદાન
T-20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો બેસેટેરે લો સ્કોરિંગ મેદાન છે. અહીં એવરેજ રન રેટ 7.23ની છે. હાઈએસ્ટ ટીમ સ્કોર 182 છે. સૌથી ઓછો ટીમ સ્કોર 42 છે.

હવામાન સારું રહેશે. મેચ દરમિયાન વાતાવરણ સાફ રહેવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...