શ્રીલંકાએ ભારતને પરાજય આપ્યો:ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવ્યું, નિસાંકા અને મેન્ડિસની શાનદાર બેટિંગ; ચહલે 3 વિકેટ ઝડપી

એક મહિનો પહેલા

એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટે પાર પાડી લીધો હતો. શ્રીલંકાના ઓપનર્સ પથુમ નિસાંકા (52) અને કુસલ મેન્ડિસે (57) શ્રીલંકાની જીતમાં પાયો નાખ્યો હતો. તો કેપ્ટન દાસુન શાનાકાએ 18 બોલમાં 33 રન ફટકાર્યા હતા. તો ભાનુકા રાજપક્ષેએ 25 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. આર. અશ્વિને 1 વિકેટ લીધી હતી.

શ્રીલંકામાં સામે મળેલી હાર બાદ ભારત આ એશિયા કપમાંથી લગભગ બહાર ફેંકાય ગયુ છે.

આવી રીતે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે ભારત

 • ભારતે સુપર-4ની પોતાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવવું પડશે.
 • અફઘનિસ્તાને પાકિસ્તાન હરાવવું પડશે.
 • શ્રીલંકાની ટીમે પણ પાકિસ્તાનને હરાવવું પડશે.
 • આ બધુ થયા પછી શ્રીલંકા કુલ 6 પોઇન્ટ્સ સાથે નંબર-1 પર આવી જશે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 2-2 પોઇન્ટ્સ થશે. આ ત્રણેય ટીમમાંથી ભારતની નેટ રન રેટ સૌથી સારી હોવી જરૂરી.

મેચની હાઈલાઈટ્સ

 • ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા.
 • ભારત તરફથી સૌથી વધુ રોહિત શર્માએ 41 બોલમાં 72 રન કર્યા હતા. તેની આ કેપ્ટન ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 175.61ની રહી હતી.
 • શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર દિલશાન મધુશંકા રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 24 રન દઈને 3 વિકેટ ઝડપી હતી.
 • 174 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી.
 • પથુમ નિસાંકાએ 37 બોલમાં 52 રન કર્યા હતા, તો કુસલ મેન્ડિસે 37 બોલમાં 57 રન માર્યા હતા.
 • અંતમાં ભાનુકા રાજપક્ષેએ 17 બોલમાં 25 રન કર્યા હતા. અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 18 બોલમાં જ 33 બનાવ્યા હતા.
 • યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી. આર. અશ્વિનને 1 વિકેટ મળી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 3 વિકેટ ઝડપીને ભારતને ગેમમાં લાવી દીધુ હતુ.
યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 3 વિકેટ ઝડપીને ભારતને ગેમમાં લાવી દીધુ હતુ.
પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શ્રીલંકાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બન્ને ઓપનર્સે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી.
પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શ્રીલંકાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બન્ને ઓપનર્સે શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી.
મધુશંકાએ 3 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે વિરાટ કોહલી, દીપક હુડ્ડા અને રિષભ પંતને આઉટ કર્યા હતા.
મધુશંકાએ 3 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે વિરાટ કોહલી, દીપક હુડ્ડા અને રિષભ પંતને આઉટ કર્યા હતા.

રોહિત શર્માની શાનદાર હાફ સેન્ચુરી

રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 72 રન માર્યા હતા. આ ઉપરાંત તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.
રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 72 રન માર્યા હતા. આ ઉપરાંત તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.

​​​​​​​ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના કરિયરની 28મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત તેણે 3600 રન પણ બનાવી દીધા છે. તો રોહિત શર્મા ભારત તરફથી એશિયા કપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થયો હતો. તે યુવા પેસર મધુશંકાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થયો હતો. તે યુવા પેસર મધુશંકાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
કેએલ રાહુલને આઉટ કર્યા પછી મહેશ થિક્સાના સાથી ખેલાડીઓ સાથે જશ્ન મનાવતો નજરે ચડે છે.
કેએલ રાહુલને આઉટ કર્યા પછી મહેશ થિક્સાના સાથી ખેલાડીઓ સાથે જશ્ન મનાવતો નજરે ચડે છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકિપર), ચરિથ અસલંકા, દનુષ્કા ગુણાથિલકા, ભાનુકા રાજપક્ષે, વાનિંદુ હસરંગા, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, મહેશ થિક્સાના, દિલશાન મધુશંકા અને અસિથા ફર્નાંડો.

જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. રવિ બિશ્નોઈની જગ્યાએ આર.અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યુ છે.

આર, અશ્વિનને પ્લેઇંગ-11માં જગ્યા મળી છે. તેને રવિ બિશ્નોઈની જગ્યાએ લેવામાં આવ્યો છે.
આર, અશ્વિનને પ્લેઇંગ-11માં જગ્યા મળી છે. તેને રવિ બિશ્નોઈની જગ્યાએ લેવામાં આવ્યો છે.