શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રને જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂટન્ટ શિવમ માવીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન દઈને 4 વિકેટ ઝડપી હતી. ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે બે બેટર્સ રનઆઉટ થયા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રન કર્યા હતા. તો કુસલ મેન્ડિસે 25 બોલમાં 28 રન કર્યા હતા. વાનિન્દુ હસરંગા (21 રન 10 બોલમાં) અને ચમિકા કરુણારત્ને (23* રન 16 બોલમાં)એ પોતાની ટીમને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યા નહોતા. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
પ્લેયર ઑફ ધ મેચ
આવી રીતે શ્રીલંકાની વિકેટ પડી...
પહેલી: શિવમ માવીએ ક્લાસિક ઇનસ્વિંગર નાખતા પથુમ નિસાંકાને 1 રને આઉટ કર્યો હતો. તેણે પોતાની પહેલી જ ઓવર કરિયરની પહેલી વિકેટ ઝડપી હતી.
બીજી: ધનંજય ડી સિલ્વા સંજુ સેમસનના હાથે માવીની બોલિંગમાં કેચ આઉટ થયો હતો.
ત્રીજી: ઉમરાન મલિકે ફાસ્ટ બોલ નાખતા તેને અસલંકા મારવા માગતો હતો. તેમાં એડ્જ વાગતા ઈશાન કિશને રનિંગ કેચ કર્યો હતો.
ચોથી: મેન્ડિસ હર્ષલના શોર્ટ વાઇડ બોલને કટ કરવા માગતો હતો, પરંતુ બોલ ડીપ કવર પર ઉભેલા સંજુ સેમસનના હાથમાં ગયો હતો અને તે આઉટ થયો હતો.
પાંચમી: ભાનુકા રાજપક્ષે હર્ષલ પટેલના લેન્થ બોલને મિડ-ઓફ તરફ રમવા માગતો હતો, પરંતુ બોલ તેટલો આગળ ન ગયો અને કેપ્ટન પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો.
છઠ્ઠી: શિવમ માવીએ ત્રીજી વિકેટ ઝડપી હતી. તેણે હસરંગાને 21 રને આઉટ કર્યો હતો. હસરંગા મિડ-ઑન પરથી શોટ મારવા ગયો, પરંતુ હાર્દિકે કેચ કરી લીધો હતો.
સાતમી: ઉમરાન મલિકે ખરા સમયે વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યો હતો. શનાકા કવર ઉપરથી શોટ ફટકારવા ગયો હતો. પરંતુ ત્યાં ઊભેલા ચહલે કેચ કરી લીધો હતો, અને શનાકા 27 બોલમાં 45 રન કરીને આઉટ થયો હતો.
આઠમી: ડેબ્યૂટન્ટ શિવમ માવીએ ચોતી વિકેટ ઝડપતા તેણે મહિશ થિક્સાનાને આઉચ કર્યો હતો. થિક્સાના મિડ-ઑફ ઉપરથી છગ્ગો મારવા ગયો, પરંતુ ત્યાં ઊભેલા સૂર્યકુમાર યાદવે કેચ કરી લીધો હતો.
નવમી: કસુન રજીથા દીપક હુડાના હાથે રનઆઉટ થયો હતો.
દસમી: દિલશાન મદુશંકાને દીપક હુડાએ ઇનિંગ્સ છેલ્લા બોલે રન આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ...
અગાઉ શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ દીપક હુડાએ 23 બોલમાં 41 રન કર્યા હતા. તો ઈશાન કિશને 29 બોલમાં 37 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે સારું ફિનિશિંગ કરતાં 20 બોલમાં 31 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 61 રન ફટકારી દીધા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકા, વાનિન્દુ હસરંગા, મહિશ થિક્સાના, ચમિકા કરુણારત્ને અને ધનંજય ડિ સિલ્વાએ 1-1 વિકેટ મળી હતી.
આવી રીતે ટીમ ઈન્ડિયાની વિકેટ પડી...
પહેલી: શુભમન ગિલ મહિશ થિક્સાના બોલ પર LBW આઉટ કર્યો હતો. ગિલ 7 રને આઉટ થયો હતો.
બીજી: સૂર્યકુમાર યાદવને કરુણારત્નેએ શોર્ટ ફાઇન લેગ પર ભાનુકા રાજપક્ષેના હાથે કેચ કરાવ્યો હતો. સૂર્યા 7 રને આઉટ થયો હતો.
ત્રીજી: સંજુ સેમસન ધનંજય ડી સિલ્વાની બોલિંગ પર શોર્ટ થર્ડ મેન પર ઉભેલા મદુશંકાના હાથે કેચ આઉટ થયો હતો. સેમસન 5 રને આઉટ થયો હતો.
ચોથી: ઈશાન કિશન વાનિન્દુ હસરંગાના બોલને ફટકારવા માગતો હતો, પરંતુ ડી સિલ્વાએ ડીપ મિડ-વિકેટ પર કેચ કરી લીધો હતો.
પાંચમી: દિલશાન મદુશંકાએ કેપ્ટન હાર્દિકને આઉટ કર્યો હતો. મદુશંકાએ બોલ નાખતા હાર્દિક તેને કટ શોટ મારવા ગયો, તેમાં એડ્જ લાગતા વિકેટકીપરે કેચ કરી લીધો હતો.
મેચના ફોટોઝ...
ગિલ-માવીએ ડેબ્યૂ કર્યું
શ્રીલંકા સામેની પહેલી T20 મેચમાં શુભમન ગિલ અને શિવમ માવીએ ડેબ્યૂ કર્યું છે. ગિલને વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ જ્યારે શીવમ માવીને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ડેબ્યૂ કેપ આપી હતી. જ્યારે અર્શદીપ સિંહને તાવ આવતો હોવાથી આરામ આપવામાં આવ્યો છે. આ ત્રણેય પ્લેયર 2018માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપ વિનિંગ ટીમના સભ્ય હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ, અને ઉમરાન મલિક.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડિ સિલ્વા, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.