• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Srilanka A Series Decider Third T20 Match At Saurashtra Cricket Association Rajkot Hardik Pandya, SuryaKumar Yadav, Dasun Shanaka

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 25મી બાઇલેટરલ સિરીઝ જીતી:શ્રીલંકાને 91 રને હરાવ્યું, સૂર્યાએ 360 ડિગ્રી શોટ્સ ફટકારીને કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી

3 મહિનો પહેલા

ભારત અને શ્રીલંકા T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 229 રનના ટાર્ગેટની સામે શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુસલ મેન્ડિસ, દાસુન શનાકાએ 23 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.

શ્રીલંકાની આવી રીતે વિકેટ પડી...

પહેલી: કુસલ મેન્ડિસ પાંચમી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. તે અક્ષરના બોલ પર શોર્ટ થર્ડ મેન પર ઉમરાન મલિકના હાથે કેચઆઉટ થયો હતો.
બીજી: પથુમ નિસાંકા છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. તે અર્શદીપ સિંહના બાઉન્સરને પુલ શોટ મારવા માગતો હતો અને શોર્ટ થર્ડ મેન પર ઊભેલા શિવમ માવીના હાથે કેચઆઉટ થયો હતો.
ત્રીજી: અવિશકા ફર્નાન્ડો સાતમીમી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. હાર્દિકે તેને આઉટ કર્યો હતો. તે ફઈન લેગ ઉપર ઊભેલા અર્શદીપને કેચ આપી બેઠો હતો.
ચોથી: ચરિથ અસલંકા 19 રને આઉટ થયો હતો. ચહલે શોર્ટ બોલ નાખ્યો હતો. જેને અસલંકાએ છગ્ગો મારવા ગયો હતો. આ એક ખરાબ બોલ હતો, પરંતુ માવીએ સારું એવું ગ્રાઉન્ડ કવર કરીને શાનદાર કેચ પકડી લીધો હતો.
પાંચમી: યુઝવેન્દ્ર ચહલે બીજી વિકેટ લીધી હતી. તેણે ધનંજય ડિ સિલ્વાને આઉટ કર્યો હતો. તેનો કેચ સ્ક્વેર લેગ પર શુભમન ગિલે કર્યો હતો.
છઠ્ઠી: ઉમરાન મલિકે વિકેટ લીધી હતી. તેણે હસરંગાને મિડ ઑન પર દીપક હુડાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
સાતમી: કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચમિકા કરુણારત્નેને LBW આઉટ કર્યો હતો.
આઠમી: ટીમ ઈન્ડિયાના સ્પીડસ્ટર અને જમ્મુ એક્સપ્રેસના નામે ઓળખાતા ઉમરાન મલિકે મહિશ થિક્સાનાને 145 KMPHની સ્પીડે બોલ્ડ કર્યો હતો.
નવમી: અર્શદીપ સિંહે કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યો હતો. શનાકા મિડ-વિકેટ પરથી છગ્ગો મારવા માગતો હતો, પરંતુ શોટમાં તાકાત નહોતી અને ત્યાં ઊભેલા અક્ષર પટેલે કેચ પકડી લીધો હતો.
દસમી: અર્શદીપે ત્રીજી વિકેટ ઝડપતાં દિલશાન મદુશંકાને બોલ્ડ કર્યો હતો. અને શ્રીલંકાને 137 રનમાં જ ઓલઆઉટ કર્યું હતું.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ
સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આ્યો હતો. જ્યારે અક્ષર પટેલને આખી સિરીઝમાં ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રીલંકા સામે 25મી બાઇલેટરલ સિરીઝ જીતી
ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં શ્રીલંકાને 91 રને પરાજય આપીને 3 મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 25મી બાઇલેટરલ સિરીઝ જીતી લીધી હતી. BCCIએ વિનિંગ મોમેન્ટનો વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં 25 બાઇલેટરલ સિરીઝ જીત વિશેની જાણકારી આપી હતી.

ટીમ ઈન્ડિયાએ ઘરમાં સતત 11મી સિરીઝ જીતી
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને આ સિરીઝમાં હરાવતા સતત 11મી સિરીઝ જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાની ઘરમાં સતત 11મી સિરીઝ છે.

ટીમ ઈન્ડિયાની ઇનિંગ
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન ફટકાર્યા હતા. શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ મળ્યો છે. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112* રન ફટકાર્યા હતા. તેણે T20 કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 9 બોલમાં 21* રન કરીને સારું ફિનિશિંગ કર્યું હતું. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 2 વિકેટ, જ્યારે કસુન રજીથા, વાનિન્દુ હસરંગા અને ચમિકા કરુણારત્નેને 1-1 વિકેટ મળી હતી.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...

પહેલી: પહેલી જ ઓવરમાં, ઈશાન કિશન મદુશંકાની બોલિંગમાં સ્લિપમાં કેચઆઉટ થયો હતો.
બીજી: રાહુલ ત્રિપાઠી શાનદાર બેટિંગ કરી હતી. તેણે 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. તે છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર ચમિકા કરુણારત્નેની બોલિંગમાં આઉટ થયો હતો. તે શોર્ટ થર્ડ મેન પર કેચઆઉટ થયો હતો.
ત્રીજી: હસરંગાએ 15મી ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો.
ચોથી: 16મી ઓવરના પાંચમાં બોલ પર કસુન રાજીથાએ હાર્દિક પંડ્યાને લોંગ ઓફ પર ધનંજય ડી સિલ્વાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
પાંચમી: દીપક હુડા પણ લોંગ ઓન પર મદુશંકાની બોલિંગમાં આઉટ થયો હતો. તેનો કેચ હસરંગાએ પકડ્યો હતો.

ટીમ ઈન્ડિયા તરફથી સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી
સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી. આ તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની ત્રીજી સદી છે. આ સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી હતી. ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકોર્ડ રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના નામે છે. તેઓએ 35 બોલમાં સદી ફટકારી હતી. સૌથી વધુ સેન્ચુરી મારવાની લિસ્ટમાં તે હવે બીજા નંબરે આવી ગયો છે. પહેલા નંબરે રોહિત શર્મા 4 સેન્ચુરી સાથે છે. સૂર્યા હવે ત્રણ સેન્ચુરી સાથે બીજા નંબરે છે.

સૂર્યાએ સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે.
સૂર્યાએ સૌથી બીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે.

ત્રીજી વિકેટ માટે 111 રનની પાર્ટનરશિપ
પાવરપ્લેમાં 52 રનમાં 2 વિકેટ ગુમાવ્યા પછી સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે મળીને ત્રીજી વિકેટ માટે 111 રન જોડ્યા હતા. શુભમન ગિલ 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પાર્ટનરશિપમાં સૂર્યકુમાર યાદવે 77 અને ગિલે 32 રન બનાવ્યા હતા.

મેચના ફોટોઝ...

સિરીઝ ડિસાઇડરમાં બે ગેમ ચેન્જર પ્લેયર્સ...
સિરીઝ ડિસાઇડરમાં બે ગેમ ચેન્જર પ્લેયર્સ...
અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી.
અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી.
ઉમરાન મલિકે પણ બે વિકેટ લીધી હતી.
ઉમરાન મલિકે પણ બે વિકેટ લીધી હતી.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે કુસલ મેન્ડિસને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી.
અક્ષર પટેલે કુસલ મેન્ડિસને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી.
360 ડિગ્રી શોટ્સ માર્યા છે સૂર્યાએ...
360 ડિગ્રી શોટ્સ માર્યા છે સૂર્યાએ...
સૂર્યાએ 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા હતા.
સૂર્યાએ 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા હતા.
વિકેટ લીધા પછી શ્રીલંકાના પ્લેયર્સ સેલિબ્રશન કરતાં નજરે પડ્યા હતા.
વિકેટ લીધા પછી શ્રીલંકાના પ્લેયર્સ સેલિબ્રશન કરતાં નજરે પડ્યા હતા.
રાહુલ ત્રિપાઠીએ માત્ર 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા.
રાહુલ ત્રિપાઠીએ માત્ર 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા.
ઈશાન કિશન ફરી એકવાર T20 મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને પહેલી જ ઓવરમાં પહેલી સ્લિપમાં કેચઆઉટ થયો હતો.
ઈશાન કિશન ફરી એકવાર T20 મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને પહેલી જ ઓવરમાં પહેલી સ્લિપમાં કેચઆઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે શ્રીલંકાએ એક ફેરફાર કર્યો હતો. તેઓએ ભાનુકા રાજપક્ષેની જગ્યાએ અવિષ્કા ફર્નાન્ડોને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું હતું.

જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ / હર્ષલ પટેલ, શિવમ માવી, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, ધનંજય ડી સિલ્વા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિશ થિક્સાના, કસુન રજીથા અને દિલશાન મદુશંકા.

ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.
ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...