તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Vs Sri Lanka 2nd ODI LIVE Score Update; India Tour Of Sri Lanka Live Update | Shikhar Dhawan Prithvi Shaw Ishan Kishan

ઈન્ડિયાની 2-0થી અજેય લીડ:શ્રીલંકા સામે હારતા-હારતા 3 વિકેટથી ઈન્ડિયા જીત્યું, દીપકે 69 રનની નિર્ણાયક ઈનિંગ રમી; ભુવી સાથે 84* રનની પાર્ટનરશિપ

2 મહિનો પહેલા
દીપક ચહર અને ભુવીએ 84 બોલમાં 84 રનની પાર્ટનરશિપ નોંધાવી ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતાડી હતી.
 • ભુવનેશ્વરે પહેલી ઈનિંગમાં 6 વર્ષ તથા 513 ઓવર પછી 'નો-બોલ' નાખ્યો

ઈન્ડિયાએ બીજી વનડેમાં શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું. દીપક ચહર 'સ્પેશિયલ શો' સામે શ્રીલંકન ટીમ નિષ્ફળ ગઈ. ઈન્ડિયાએ 193 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઓવર્સમાં આખી ગેમ શ્રીલંકાના હાથમાં હોવા છતા દીપક અને ભુવનેશ્વરની પાર્ટનરશિપે ઈન્ડિયાને જીત અપાવી હતી. દીપક ચહર અને ભુવીએ 84 બોલમાં 84 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે સતત 9મી સિરીઝ જીતી
દીપકે રનચેઝ દરમિયાન પહેલી આંતરરાષ્ટ્રીય અર્ધસદી મારી હતી. એણે 82 બોલમાં 69* રન બનાવીને ઈનિંગ સંભાળી હતી. બીજી બાજુ જોવા જઇએ તો ભુવનેશ્વર કુમારે પણ એક એન્ડથી વિકેટ પડતી અટકાવીને દીપકને સાથ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આ રોમાંચક મેચની સાથે ત્રણ મેચની સિરીઝ પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે સતત 9મી દ્વિપક્ષીય સિરીઝ જીતી છે. આ સિરીઝની અંતિમ મેચ 23 જુલાઈના દિવસે રમાશે.

પૃથ્વી શૉ અને ઈશાન કિશન સિંગલ ડિજિટ સ્કોર બનાવી શક્યા
પૃથ્વી શૉ અને ઈશાન કિશન સિંગલ ડિજિટ સ્કોર બનાવી શક્યા

સ્પિન વિરૂદ્ધ 'શૉ' ફ્લોપ

 • પૃથ્વી શૉ ફાસ્ટ બોલર્સ સામે સારી બેટિંગ કરતો હતો, તેવામાં શનાકાએ તેને આઉટ કરવા માટે સ્પિનર મેદાનમાં ઉતાર્યો. હસરંગાએ ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર શૉને ક્લિન બોલ્ડ કર્યો હતો. પૃથ્વી 11 બોલમાં 13 રન બનાવીને આઉટ.
 • ટીમ ઈન્ડિયાએ 39 રન પર બીજી વિકેટ ગુમાવી. ઈશાન કિશને આઉટ સાઇડ ઓફ સ્ટમ્પના બોલને બેકફુટ પંચ કરવા જતા વિકેટ ગુમાવી. કિશને બોલની લેન્થ જોયા વિના માત્ર પાવરફુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બેટની ઈનસાઈડ એડ્જ વાગતા તે બોલ્ડ થયો.

શિખર ધવન 29 રન બનાવી આઉટ
11મી ઓવરના છેલ્લા બોલ પર ફ્લિક શોટ મારવા જતા ધવન LBW થયો. બોલર્સે જ્યારે અપીલ કરી ત્યારે ઓનફિલ્ડ અમ્પાયરે ધવનને નોટઆઉટ જાહેર કરી દીધો હતો, પરંતુ હસરંગા અને ટીમના કેપ્ટને આ નિર્ણયને પડકારી DRSનો ઉપયોગ કર્યો હતો, જેમાં બધા રેડ બોક્સ ટિક થતા ધવનને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

116 રનમાં અડધી ઈન્ડિયન ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ

 • ઈન્ડિયન કેપ્ટન શિખર ધવન આઉટ થયા પછી મનીષ પાંડે અને સૂર્યકુમાર વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ હતી. પરંતુ 115 રન પર શનાકાએ મનીષ પાંડેને રનઆઉટ કર્યો ત્યારપછી શ્રીલંકાની ફરીથી ગેમમાં વાપસી થઈ હતી.
 • 17મી ઓવરના છેલ્લા બોલમાં હાર્દિક પંડ્યા શોર્ટ મિડ વિકેટ પર આઉટ થયો હતો. એણે શનાકાનો બોલ હાર્ડ હેન્ડથી ડિફેન્સ કર્યો જે ધનંજય ડિસિલ્વાએ પકડી લીધો હતો. પંડ્યા 0 રન બનાવીને પેવેલિયન ભેગો.
 • 26મી ઓવરના છેલ્લા બોલમાં સૂર્યકુમાર યાદવને સંદાકને પેવેલિયન ભેગો કર્યો હતો. એણે 44 બોલમાં 53 રન બનાવ્યા હતા.
ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી
ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી

શ્રીલંકન ટીમે ઈન્ડિયાને જીતવા માટે 276 રનનો લક્ષ્યાંક આપ્યો

 • શ્રીલંકન ઓપનરે ટીમને આક્રમક શરૂઆત આપી હતી. ટીમના ઓપનર અવિષ્કા ફર્નાંડો અને મિનોદ ભાનુકાએ 77 રનની પાર્ટનરશિપ નોઁધાવી હતી.
 • ઈન્ડિયન ટીમે મેચમાં પકડ બનાવવામાં ફરી એકવાર ચહલે સહાયતા કરી હતી. એણે ગેમની 13મી ઓવરના બીજા બોલ પર મિનોદ ભાનુકાને પેવેલિયન ભેગો કર્યો હતો. મિનોદ 42 બોલમાં 36 રન બનાવીને આઉટ થતા ઈન્ડિયન ટીમને પહેલી વિકેટ મળી હતી.
 • યુઝવેન્દ્ર ચહલે 13મી ઓવરના ત્રીજા બોલ પર જ રાજપક્ષેને આઉટ કર્યો હતો. શ્રીલંકન બેટ્સમેને ખોટી લેન્થ પિક કરીને શોટ માર્યો હતો, જેથી બેટની આઉટ સાઇડ એડ્જ લાગીને વિકેટકીપરે કેચ પકડી લીધો હતો. ભાનુકા રાજપક્ષે 0 રન બનાવીને પેવેલિયન ભેગો થયો.
 • 2 વિકેટ ગુમાવ્યા બાદ આવિષ્કાએ વાઇસ કેપ્ટન ધનંજય સાથે 47 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ દરમિયાન અવિષ્કાએ પોતાની કારકિર્દીની ચોથી ફિફ્ટી મારી હતી.
 • ભુવનેશ્વર કુમારે આ પાર્ટનરશિપ તોડી. એણે 124 રન પર આવિષ્કાને આઉટ કર્યો હતો. એણે 71 બોલ પર 50 રન બનાવ્યા હતા.
 • મિડલ ઓર્ડરની વાત કરીએ તો ધનંજય ડિસિલ્વા ફરી એકવાર લાંબી પાર્ટનરશિપ બનાવવા અસમર્થ રહ્યો હતો. તે 45 બોલમાં 32 રન બનાવી શક્યો હતો.
શ્રીલંકન કેપ્ટન શનાકાને ચહલે ક્લિન બોલ્ડ કર્યો હતો.
શ્રીલંકન કેપ્ટન શનાકાને ચહલે ક્લિન બોલ્ડ કર્યો હતો.

દિપક ચાહર, ચહલના પદચિન્હો પર ચાલ્યો

 • શ્રીલંકન ટીમને મધ-દરિયે છોડી કેપ્ટન શનાકા પેવેલિયન ભેગા થયા હતા. શ્રીલંકન ટીમે 172 રન પર કેપ્ટનની મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
 • કેપ્ટનના આઉટ થયા પછી હસરંગા પણ તેમના માર્ગે અગ્રેસર થયો હતો. દિપક ચાહરે પણ ચહલની જેમ મિડલ સ્ટમ્પની લેન્થ પકડી રાખતા હસરંગા ક્લિન બોલ્ડ થયો હતો. મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે ટીમ ઈન્ડિયાના બોલર્સે એક જ લાઇન એન્ડ લેન્થ પકડી રાખીને ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા.

ભુવનેશ્વર કુમારે લગભગ 6 વર્ષ, 513 ઓવર બાદ 'નો-બોલ' નાખ્યો
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે શ્રીલંકા સામેની બીજી વનડે મેચની 5મી ઓવરમાં નો બોલ નાખ્યો હતો. ભુવનેશ્વરના બોલિંગ સ્ટેટ્સ જોઇએ તો એણે છેલ્લો નો-બોલ ઓક્ટોબર 2015માં નાખ્યો હતો. જોકે, ફ્રી-હિટ પર શ્રીલંકન બેટ્સમેન ભાનુકા એકપણ રન બનાવી શક્યો નહતો.

મનીષે ભાનુકાનો કેચ છોડ્યો
શ્રીલંકાની ઈનિંગ દરમિયાન દીપક ચાહરની બીજી ઓવરમાં મનીષ પાંડેએ કેચ છોડ્યો હતો. ઓવરના લાસ્ટ બોલ પર પાંડે સ્લિપમાં ફિલ્ડીંગ કરતો હતો ત્યારે ભાનુકાનો સરળ કેચ ગુમાવ્યો હતો. તે સમયે ભાનુકા 4 રન બનાવીને બેટિંગ કરતો હતો.

બીજી વનડે, આર,પ્રેમદાસા સ્ટેડિયમ
ટોસશ્રીલંકા, પહેલા બેટિંગ પસંદ કરી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકા
મેચનું શેડ્યૂલ
(આમાં ફેરફાર થઈ શકે છે)
3 વાગ્યે શરૂ થઈ
ફર્સ્ટ સેશન - 3:00થી 6:30 PM
બ્રેક - 6:30થી 7:15 PM
સેકન્ડ સેશન - 7:15 PMથી 10:45 PM
અમ્પાયર્સકુમાર ધર્મસેના અને લિંડન હેનિબલ
ટીવી અમ્પાયરરુચિરા પલ્લિયાગુરુગે
રિઝર્વ અમ્પાયરપ્રગીત રંબુકવેલા
મેચ રેફરીરંજન મદુગલે

પિચ રિપોર્ટ

 • પહેલી વનડે અને આજની મેચ દરમિયાન પિચમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે.
 • બીજી વનડેમાં મિડલ ઓવર્સ પછી બોલ સ્પિન થઈ શકે છે.
 • આ પિચથી ફાસ્ટ બોલર્સને ખાસ સહાયતા નહીં મળે, તેમને પ્રોપર લાઇન એન્ડ લેન્થ દ્વારા જ વિકેટ લેવાનો પ્રયાસ કરવો પડશે.

બંને ટીમોઃ

ઈન્ડિયન પ્લેઇંગ-11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકન પ્લેઇંગ-11: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, કસુન રજિતા, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

ઘવનની કેપ્ટનશિપમાં પ્લેયર્સ ઈન ફોર્મ
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પહેલી વનડેમાં શિખર ધવનની કેપ્ટનશિપમાં યૂવા ટીમે સારૂ પ્રદર્શન કર્યું હતું. બેટિંગની વાત કરીએ તો તેમા પૃથ્વીથી લઇને ઈશાન જેવા આક્રમક બેટ્સમેને શ્રીલંકન ટીમને અઘરા સવાલો પૂછ્યા હતા. ઈન્ડિયાએ પાવર-પ્લે (પહેલી 10 ઓવર)માં 8 વર્ષનો સૌથી હાઈ સ્કોર બનાવ્યો હતો.

ઈન્ડિયા પાસે પાકિસ્તાનનો રેકોર્ડ તોડવાની તક
ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે જીતવાના રેકોર્ડમાં પાકિસ્તાનને પાછળ પાડવાની તક રહેશે. ઈન્ડિયાએ 160 મેચમાંથી 92માં શ્રીલંકા ટીમને હરાવી છે. બીજી બાજુ પાકિસ્તાને 155માંથી 92 મેચમાં શ્રીલંકન ટીમને હરાવી છે. જો આ મેચ ઈન્ડિયા જીતશે તો પાકિસ્તાનનો રેકોર્ડ તૂટી જશે.

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પહેલી દ્વિપક્ષીય સિરીઝ 1982-83માં રમાઈ હતી. જેમાં ઈન્ડિયન ટીમ જીતી ગઈ હતી. શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમે પહેલી મેચ 1979માં રમી હતી. જેમાં શ્રીલંકાએ ઈન્ડિયાને હરાવ્યું હતું.

બીજી વનડે પહેલા ચહલે હેડ કોચ દ્રવિડ સાથે ગેમ પ્લાન ઘડ્યો હતો
બીજી વનડે પહેલા ચહલે હેડ કોચ દ્રવિડ સાથે ગેમ પ્લાન ઘડ્યો હતો

ટીમ ઈન્ડિયા સિરીઝમાં 'ફેવરિટ્સ'
ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાના ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ છે. ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે. અત્યારે ઈન્ડિયન ટીમ 1-0થી આગળ છે.

સ્ટેટ્સ એન્ડ રેકોર્ડ્સ

 • 2019ના વર્લ્ડ કપ પછીથી 19 વનડેમાં ભારતે પાવર-પ્લેમાં માત્ર 9 વિકેટ લીધી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની બોલિંગ એવરેજ 126 હતી અને ઇકોનોમી રેટ 5.97 હતો. તે 12 ટેસ્ટ રમનારા દેશોમાં સૌથી ખરાબ છે.
 • 2019ના વર્લ્ડ કપથી ઈન્ડિયાએ વનડેમાં અંતિમ 10 ઓવરમાં 8 ઓવર દીઠ 8.16 રન પ્રતિ ઓવર બનાવ્યા છે. ડેથ ઓવરમાં આ ત્રીજો સૌથી ખરાબ રેકોર્ડ છે. ઈન્ડિયાથી સારો રેટ તો ઝિમ્બાબ્વે (8.36 રન પ્રતિ ઓવર) અને ઓસ્ટ્રેલિયાનો(8.19 રન પ્રતિ ઓવર) છે.
 • વર્ષ 2019ના વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટીમ મિડલ ઓવરમાં (10થી 40) પરફેક્ટ સ્કોરિંગ રેટ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન 94.71ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
 • મિડલ ઓવરમાં શ્રીલંકાનો સ્કોરિંગ રેટ અફઘાનિસ્તાન પછીનો સૌથી ખરાબ છે. શ્રીલંકાએ ઈન્ડિયા સામેની પ્રથમ વનડે મેચમાં 10થી 40 ઓવરમાં માત્ર 9 બાઉન્ડરી મારી હતી.
 • ઈન્ડિયન ટીમે પહેલી વનડે જીતીને સિરીઝમાં 1-0થી લિડ મેળવી લીધી છે, જો ઈન્ડિયા આ સિરીઝ જીતી જશે તો શ્રીલંકા સામે એની સતત 10મી સિરીઝ જીત હશે. ઈન્ડિયન ટીમ 2005/06થી શ્રીલંકા સામે 9 સિરીઝ જીતી ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે...