• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs Sri Lanka 1st ODI LIve Team India Can Go With 2 Allrounders, 2 Pacers And 2 Spinners, Rain Can Disturb The Match

ઈન્ડિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું:બર્થડે બોય ઈશાને ડેબ્યૂ વનડેમાં 59 રન બનાવ્યા, ધવને 33મી અર્ધસદી મારી; વનડેમાં 6 હજાર રન પણ પૂરા કર્યા

4 મહિનો પહેલા
બર્થડે બોય ઈશાન કિશન ડેબ્યૂ મેચમાં 59 રન બનાવી આઉટ થયો. એણે કેપ્ટન ધવન સાથે મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી
  • કેપ્ટન ધવને પૃથ્વી શૉ, ઈશાન કિશન અને મનીષ પાંડે સાથે 50+ રનની પાર્ટનરશિપ કરી હતી
  • ઈન્ડિયન ટીમ 114 દિવસ પછી મેદાનમાં વનડે મેચ રમવા ઉતરી હતી

શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે (રવિવારે) કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 263 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં ઈન્ડિયન ટીમે 3 વિકેટના નુકસાને 263 રન બનાવી લીધા હતા. કેપ્ટન ધવનની ટીમે આ સ્કોર માત્ર 36.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ધવને પહેલી વનડેમાં 33મી અર્ધસદી મારી હતી. એણે વનડેમાં 6 હજાર પૂરા કર્યા હતા. જ્યારે ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં અર્ધસદી મારી રેકોર્ડ બનાવ્યો હતો. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો....

ટીમ ઈન્ડિયાની આક્રમક શરૂઆત, ધવને એક એન્ડ સંભાળી રાખ્યો

  • પૃથ્વી શૉએ ઈન્ડિયન ટીમની ઈનિંગને આક્રમક શરૂઆત આપી. એણે 24 બોલમાં 43 રન કરીને ધવન સાથે 58 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. શ્રીલંકન બોલરે ઓફ બ્રેક સ્લૉ બોલ પર પૃથ્વીને કેચ આઉટ કરાવ્યો હતો.
  • પૃથ્વી શૉ આ બોલને લોન્ગ ઓનના ફિલ્ડર ઉપરથી લોફ્ટ કરવા ઇચ્છતો હતો, પરંતુ બોલનો બેટ સાથે યોગ્ય સંપર્ક ના થતા તે અવિષ્કાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો.
  • ઈન્ડિયન ટીમની બીજી વિકેટ 143 રન પર પડી.ઈશાન કિશન આઉટ સાઇડ ઓફ સ્ટમ્પના બોલને ડિફેન્સ કરવા જતા આઉટ થયો હતો. એણે બર્થડે પર 42 બોલમાં 59 રન બનાવ્યા હતા. જેમા 8 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા.
  • ઈન્ડિયન ટીમની ત્રીજી વિકેટ 215 રન પર પડી. મનીષ પાંડે ઓફ એન્ડ મિડલ સ્ટમ્પની લેન્થના બોલને ડીપ મિડવિકેટ પર મારવા ગયો હતો. સ્ટેપ આઉટ કર્યું હોવાથી એના બેટના લોઅર એન્ડ પર બોલ વાગતા મિડવિકેટ પર શનાકાએ સરળ કેચ પકડી લીધો હતો.
ધવન સૌથી ફાસ્ટ 6 હજાર રન પૂરા કરનાર વિશ્વનો ચોથા નંબરનો બેટ્સમેન બન્યો
ધવન સૌથી ફાસ્ટ 6 હજાર રન પૂરા કરનાર વિશ્વનો ચોથા નંબરનો બેટ્સમેન બન્યો

ધવને વનડેમાં 6 હજાર રન પૂરા કર્યા

  • પહેલી વનડેમાં 23 રન બનાવતાની સાથે જ ધવને 6 હજાર રન પૂરા કર્યા છે. એણે 140 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.
  • ધવન સૌથી ફાસ્ટ 6 હજાર રન પૂરા કરનાર વિશ્વનો ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો છે.
  • દક્ષિણ આફ્રિકાનો હાશિમ આમલા આ રેકોર્ડની યાદીમાં પહેલા ક્રમાંક પર છે. એણે 123 વનડે ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
  • ધવને કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં પહેલી અર્ધસદી મારી છે. આ રેકોર્ડ પોતાને નામ કરનાર છઠ્ઠો ખેલાડી બન્યો.
  • ધવનની પહેલા અજીત વાડેકર, રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર, અજય જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકેની પહેલી મેચમાં અર્ધસદી મારી ચૂક્યા છે.
ઈશાન કિશન વનડે ડેબ્યૂમાં 50+ રન કરનાર 16મો ઈન્ડિયન બેટ્સમેન બની ગયો છે.
ઈશાન કિશન વનડે ડેબ્યૂમાં 50+ રન કરનાર 16મો ઈન્ડિયન બેટ્સમેન બની ગયો છે.

બર્થડે બોય ઈશાને રેકોર્ડ્સની લાઇન લગાવી

  • બર્થડે બોય ઈશાને ઈન્ટરનેશનલ વનડેની ડેબ્યૂ મેચમાં બીજી સૌથી ફાસ્ટેસ્ટ (33 બોલમાં) અર્ધસદી નોંધાવી છે.
  • વિશ્વના પહેલા નંબર આ રેકોર્ડ નોંધવનાર ઈન્ડિયન બેટ્સમેન જ છે. કૃણાલ પંડ્યાએ ઇંગ્લેન્ડ સામે 26 બોલમાં અર્ધસદી મારી હતી.
  • ઈશાન કિશન વનડે ડેબ્યૂમાં 50+ રન કરનાર 16મો ઈન્ડિયન બેટ્સમેન બની ગયો છે.
  • ઈશાન એકલો એવો ઈન્ડિયન બેટ્સમેન છે, જેણે T-20 અને વનડેની ડેબ્યૂ મેચમાં અર્ધસદી મારી હોય.
કુલદીપ-ચહલે ટીમ 2-2 વિકેટ લીધી
કુલદીપ-ચહલે ટીમ 2-2 વિકેટ લીધી

શ્રીલંકન ઈનિંગની હાઇલાઇટ્સ, ઈન્ડિયન બોલર્સે 9 વિકેટ લીધી

આ મેચની પહેલી ઈનિંગમાં ઈન્ડિયન સ્પિનર્સની બોલબાલા રહી હતી. કુલદીપ અને ચહલે 2-2 વિકેટ લઈને ટીમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દીપક ચહરે 2 તથા ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. બોલિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના દરેક બોલરે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

  • યુઝવેન્દ્ર ચહલે અવિષ્કા ફર્નાન્ડોને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કર્યો હતો. એણે 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. અવિષ્કાએ મિનોદ સાથે 49 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
  • કુલદીપે એક જ ઓવરમાં 2 વિકેટ લીધી. એણે 16મી ઓવરના પહેલા બોલ પર ભાનુકા રાજપક્ષેને કેચ આઉટ કરાવ્યો હતો. રાજપક્ષે 22 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો. ત્યારપછી ચોથા બોલમાં કુલદિપે મિનોદને પેવેલિયન ભેગો કર્યો હતો. મિનોદે 44 બોલ પર 27 રન બનાવીને આઉટ થયો.
  • 24.4 ઓવરમાં કૃણાલ પંડ્યાએ ચોથી વિકેટ લીધી હતી. કૃણાલે મિડલ સ્ટમ્પ પર ફુલ લેન્થ બોલ નાખ્યો હતો, જેમાં ચિપ શૉટ મારવાની કોશિશ કરવા જતા ધનંજય ડિસિલ્વા આઉટ થઈ ગયો હતો.
  • 37.2 ઓવરમાં દીપક ચહરની બોલિંગ દરમિયાન ઓફ સ્ટમ્પના શોર્ટપિચ બોલને કટ કરવા જતા ચરિથ અસલંકા આઉટ થયો. અસલંકાએ 65 બોલમાં 38 બનાવ્યા હતા.
  • 186 રન પર શ્રીલંકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી. દીપક ચાહરની ઓવરમાં હસરંગાએ ઓફ સ્ટમ્પની બહારથી પુલ શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ શોટ બરાબર ના વાગતા ધવને તેનો કેચ પકડી લીધો હતો. હસરંગાએ 7 બોલમાં 8 રન બનાવ્યા હતા.
  • શ્રીલંકન ટીમના કેપ્ટને સ્ટેપ આઉટ કરીને ચહલની ઓવરમાં સિક્સ મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ બેટના લોઅર પાર્ટમાં બોલનો સંપર્ક થતા શનાકા આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ લોન્ગ ઓન પર પ્રશંસનીય કેચ પકડ્યો હતો.
  • શ્રીલંકા ટીમની 8મી વિકેટ 222 રન પર પડી હતી. હાર્દિક પંડ્યાએ ઉદાનને આઉટ કર્યો હતો.
  • 262 રન પર ઈનિંગના છેલ્લા બોલ પર ભુવનેશ્વર કુમારે દુશ્મંતા ચમીરાને રન-આઉટ કર્યો હતો.
ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે વનડેમાં ડેબ્યૂ કર્યું
ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે વનડેમાં ડેબ્યૂ કર્યું

બર્થડે બોય ઈશાનનું વનડેમાં ડેબ્યૂ
ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો આજે બર્થ ડે છે. આની પહેલા ઈશાને માર્ચમાં ઇંગ્લેન્ડ સામે T-20માં ડેબ્યૂ કર્યું હતું. તે બર્થડે પર ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આની પહેલા 1990માં ગુરશન સિંહે ઓસ્ટ્રેલિયા સામે બર્થડે પર ડેબ્યૂ કર્યું હતું. આમ આપણે ઓવરઓલ જોવા જઈએ તો ઈશાન કિશન આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 16મો ખેલાડી છે.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં 'ફેવરિટ્સ'
ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાના ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ છે. ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે.

ODI: ડેબ્યૂ પ્લેયર્સ
ઈન્ડિયાઃ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ
શ્રીલંકાઃ ભાનુકા રાજપક્ષે

પ્રથમ વનડે મેચના અમ્પાયર્સઃ કુમાર ધર્મસેના અને રવીન્દ્ર વિમલાસિરી
ટીવી અમ્પાયરઃ રુચિરા પલ્લિયાગુરુવે
રિઝર્વ અમ્પાયરઃ લિંડન હૈનિબલ
મેચ રેફરીઃ રંજન મદુગલે

બંને ટીમો
ઈન્ડિયન પ્લેઇંગ-11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકન પ્લેઇંગ-11: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

અન્ય સમાચારો પણ છે...