• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs South Africa Johannesburg Test LIVE Score Update; Jasprit Bumrah R Ashwin Mohammed Shami| IND SA 2nd Test Day 2

IND vs SA, DAY-2 સ્ટમ્પ્સ:બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 85/2, દ.આફ્રિકાથી 58 રન આગળ; રહાણે-પુજારા માટે કરો અથવા મરોનો જંગ

15 દિવસ પહેલા

જોહાનિસબર્ગ ટેસ્ટના DAY-2 સ્ટમ્પ્સ સુધી બીજી ઈનિંગમાં ભારતનો સ્કોર 85/2 છે. અત્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ક્રીઝ પર છે. જ્યારે કેપ્ટન કે.એલ.રાહુલ 8 રન અને મયંક અગ્રવાલ 23 રન કરી આઉટ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 58 રનથી આગળ છે. મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો....

પહેલી ઈનિંગમાં આફ્રિકા 229 રનમાં ઓલઆઉટ
દક્ષિણ આફ્રિકન ટીમે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા 229 રન કર્યા છે. શાર્દૂલ ઠાકુરે આ ઈનિંગમાં પોતાનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરતા 61 રન આપી 7 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી છે. જ્યારે મોહમ્મદ શમીએ 2 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી છે.

શાર્દૂલે જોહાનિસબર્ગમાં 7 વિકેટ લીધી
શાર્દૂલ ઠાકુરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર 7 વિકેટ લીધી છે. શાર્દૂલ આ ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં સૌથી સારુ પ્રદર્શન દાખવનારો પહેલો ઈન્ડિયન બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલે (53/6)નો રેકોર્ડ તોડી દીધો છે.

  • 102 રનમાં શાર્દુલ ઠાકુરે લંચ પહેલા રાસી વાન ડેર ડૂસેનને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • 162 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ વિકેટ પણ શાર્દૂલ ઠાકુરે લીધી હતી. તેણે 65મી ઓવરમાં કાઈલ વેરેનને આઉટ કર્યો હતો.
  • 177 રનમાં શાર્દૂલ ઠાકુરે તેમ્બા બઉમાને આઉટ કરી દ.આફ્રિકાની છઠ્ઠી વિકેટ લીધી હતી. આ વિકેટની સાથે શાર્દૂલ ઠાકુરે પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી છે.

શું વાન ડેર ડૂસેન નોટઆઉટ હતો?
દક્ષિણ આફ્રિકન બેટર વાન ડેર ડૂસેન આઉટ થયો પછી વિવાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે શાર્દૂલ ઠાકુરે બેક ટુ બેક વિકેટ લઈને આફ્રિકન બેટરને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેવામાં જ્યારે વાન ડેર ડૂસેનનો કેચ જ્યારે પંતે પકડ્યો ત્યારે રિપ્લેમાં જોતા બોલ પહેલા જમીન પર પિચ થઈને પછી ગ્લવ્સમાં આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું. જોકે અમ્પાયરે પણ બેટરને આઉટ આપ્યો અને વાન ડેર ડૂસેને પણ આ નિર્ણયને પડકાર્યો નહોતો. જેથી આને એક ક્લિન કેચ ગણી બેટર પેવેલિયન ભેગો થયો હતો.

ત્યારપછી લંચ બ્રેક દરમિયાન અમ્પાયર્સને કેચ છૂટવાના પુરાવા ઓછા મળ્યા હતા. જેના પરિણામે ઓન ફિલ્ડ અમ્પાયરના નિર્ણય સાથે જ બંને ટીમે જવું પડે. આ જ કારણોસર ઈન્ડિયન ટીમે બેટરને ફરીથી બેટિંગ કરવા બોલાવ્યો નહોતો.

લોર્ડ શાર્દૂલે એલ્ગર-પીટરસનની જોડી તોડી
બીજા દિવસે દ.આફ્રિકન કેપ્ટન એલ્ગર અને કિગન પીટરસન શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. આ બંને ખેલાડી વચ્ચે 211 બોલમાં 74 રનની પાર્ટનરશિપ પણ થઈ ગઈ હતી. તેવામાં ઈન્ડિયન ટીમને ગેમમાં કમબેક કરવવા પાછળ શાર્દૂલ ઠાકુરનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. તેણે 88 રનના સ્કોર પર ડિન એલ્ગરને આઉટ કરી ભારતને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી.

જોકે ત્યારપછી કિગન પીટરસને વિસ્ફોટક બેટિંગ કરી પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. તેણે શમીની ઓવરમાં બેક ટુ બેક ચોગ્ગા પણ માર્યા હતા. પરંતુ ઈનિંગની 43મી ઓવરમાં શાર્દૂલે કિગન પીટરસનને પણ પેવેલિયન ભેગો કરીને ભારતને ત્રીજી વિકેટ અપાવી હતી. પીટરસન 62 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

કેપ્ટન એલ્ગરને જીવનદાન મળ્યું
26મી ઓવરમાં જસપ્રીત બુમરાહે એલ્ગર વિરૂદ્ધ કોટ બિહાઈન્ડની અપિલ કરી હતી. જેમાં અમ્પયારે પણ આઉટનું સોફ્ટ સિગ્નલ આપ્યું હતું. જોકે ફિલ્ડ અમ્પયારે જ્યારે થર્ડ અમ્પાયરની સહાય લીધી ત્યારે જાણવા મળ્યું કે બોલ અને બેટનો સંપર્ક તો થયો છે પરંતુ બોલ પિચ પર હિટ થઈ વિકેટ કીપર પાસે ગયો હતો. જેથી એલ્ગરને એક જીવનદાન મળ્યું હતું.

ઈન્ડિયન ટીમના બેટરનો ફ્લોપ શો
જોહાનિસબર્ગમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેવામાં ઓપનિંગ પાર્ટનરશિપ કંઈ ખાસ કરી શકી નહોતી અને મયંક અગ્રવાલ 26 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. ત્યારપછી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા પુજારા 3 રન અને રહાણે 0 રન કરી આઉટ થતા ઈન્ડિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે કે.એલ.રાહુલની ફિફ્ટી અને અશ્વિનના 46 રને ટીમ ઈન્ડિયાને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયા- કે.એલ.રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
  • દક્ષિણ આફ્રિકા- ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરમ, કીગન પીટરસન, રેસી વેન ડેર ડૂસેન, તેમ્બા બઉમા, કાઈલ વેરેના (વિકેટ કીપર), માર્કો જેનસેન, કગિસો રબાડા, કેશવ મહારાજ, ડુઆને ઓલિવિયર, લુંગી એન્ગિડી

મેચની જાણકારી, ધ વોન્ડરર્સ સ્ટેડિયમ- જોહાનિસબર્ગ

સિરીઝ

ઈન્ડિયા ટૂર ઓફ દ.આફ્રિકા

ટોસભારત, પહેલા બેટિંગ પસંદ કરી
સેશન2021/22
મેચ નંબરટેસ્ટ નંબર 2445
મેચના દિવસો3, 4, 5, 6, 7 જાન્યુઆરી 2022 - (5 દિવસીય મેચ)
અમ્પાયરઅલ્લાહુદ્દીન પાલેકર, મરાય ઈરાસ્મસ
ટીવી અમ્પાયરએડ્રિયન હોલ્ડસ્ટ્રોક
રિઝર્વ અમ્પાયરબોંગાની જેલે
મેચ રેફરીએન્ડી પાયક્રોફ્ટ
WTC-2ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ- 2
અન્ય સમાચારો પણ છે...