ત્રીજી T20માં ભારત 49 રને હાર્યું:પ્લેયર ઓફ ધ સિરિઝ સૂર્યાકુમાર, રિલી રોસોયુએ શાનદાર સદી ફટકારી, પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી

2 મહિનો પહેલા

ઈન્દોરમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. કાર્તિકે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જોકે તેના સિવાય અન્ય બેટર ચાલ્યા નહોતા. અંતમાં દીપક ચહર (31) અને ઉમેશ યાદવે (20)* થોડી લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ રહ્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેઈન પાર્નેલ, લુંગી એન્ગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. કાગિસો રબાડાને 1 વિકેટ મળી હતી.

પ્લેયર ઓફ ધ સિરિઝ સૂર્યા યાદવ

ભારત-સાઉથ આફ્રિકાની સિરિઝમાં આજે અંતિમ મેચ પૂર્ણ થયા બાદ પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે સૂર્યા કુમાર યાદવના નામની જાહેરાત થઈ હતી. સૂર્યાકુમારની તોફાની રમતના કારણે ભારત બંને સિરિઝ જીતવામાં સફળ રહ્યું હતું.

અગાઉ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના રિલી રોસોયુએ 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તો ડિકોકે 43 બોલમાં 68 રન કર્યા હતા. અંતમાં મિલરે પણ 3 છગ્ગા ફટકારીને જોરદાર ફિનિશિંગ કર્યું હતું. ભારતીય બોલરોનો કંગાળ દેખાવ રહ્યો હતો. અશ્વિન સિવાયના અન્ય બોલરો ધોવાયા હતા. દીપક ચહર અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.

ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી.
ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી.
કેશવ મહારાજે દિનેશ કાર્તિકને આઉટ કરીને મેચને પલટી દીધી હતી.
કેશવ મહારાજે દિનેશ કાર્તિકને આઉટ કરીને મેચને પલટી દીધી હતી.
દિનેશ કાર્તિકે શાનદાર 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા.
દિનેશ કાર્તિકે શાનદાર 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા.
રિલી રોસોયુએ પોતાના T20 કરિયરની પહેલી સદી ફટકારી હતી.
રિલી રોસોયુએ પોતાના T20 કરિયરની પહેલી સદી ફટકારી હતી.
દીપક ચહરે ખેલભાવના બતાવીને ટ્રિસ્ટન સ્ટબ્સને માંકડિંગ રનઆઉટ કર્યો નહતો.
દીપક ચહરે ખેલભાવના બતાવીને ટ્રિસ્ટન સ્ટબ્સને માંકડિંગ રનઆઉટ કર્યો નહતો.
ક્વિન્ટન ડિકોકે 43 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ક્વિન્ટન ડિકોકે 43 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ઉમેશ યાદવે કેપ્ટન બાવુમાને 3 રન આઉટ કર્યો હતો.
ઉમેશ યાદવે કેપ્ટન બાવુમાને 3 રન આઉટ કર્યો હતો.

અગાઉ ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં કુલ 3 બદલાવ કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર, કેએલ રાહુલની જગ્યાએ ઉમેશ યાદવ અને અર્શદીપ સિંહની જગ્યાએ મોહમ્મદ સિરાજને લેવામાં આવ્યા હતા. કેપ્ટન રોહિતે ટૉસ વખતે જણાવ્યું કે અર્શદીપને પીઠમાં દુખાવો છે, જેના કારણે હાલ તેને આરામ આપવામાં આવ્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, દીપક ચહર, હર્ષલ પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક, રિલી રોસોયુ, એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેઇન પ્રિટોરિયસ, વેઈન પર્નેલ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડી.

અન્ય સમાચારો પણ છે...