ભારત 7 વિકેટે જીત્યું:12 વર્ષ પછી ઘરઆંગણે વન-ડે સિરીઝમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો

2 મહિનો પહેલા

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં જ ચેઝ કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી. શુભમન ગિલે સૌથી વધુ 57 બોલમાં 49 રન કર્યા હતા. તો શ્રેયસ અય્યરે 23 બોલમાં 28 રન કર્યા હતા. બ્યોર્ન ફોર્ટ્યુન અને લુન્ગી એન્ગિડીને 1-1 વિકેટ મળી હતી.

અગાઉ સાઉથ આફ્રિકાની ટીમનો ધબડકો જોવા મળ્યો હતો, અને ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ, સુંદર અને શાહબાઝને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન સર્વાધિક સ્કોરર રહ્યો હતો. તેણે 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ પછી જાનેમન મલાને 15 રન અને માર્કો જેનસને 14 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના કુલ 7 બેટરો ડબલ ડિજિટનો સ્કોર પણ કરી શક્યા નહોતા.

12 વર્ષે સાઉથ આફ્રિકાને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ દિલ્હીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવીને સિરીઝ કબજે કરી હતી. આ સાથે જ ભારતે સાઉથ આફ્રિકાને 12 વર્ષે ઘરઆંગણે વન-ડે સિરીઝમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે સાઉથ આફ્રિકાને 2010માં પરાજય આપ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો

સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ અગાઉ 1999માં સાઉથ આફ્રિકા ભારત સામે 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

શુભમન ગિલ 1 રનથી અર્ધસદી ચૂકી ગયો હતો.
શુભમન ગિલ 1 રનથી અર્ધસદી ચૂકી ગયો હતો.
શાહબાઝ અહેમદે 7 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
શાહબાઝ અહેમદે 7 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ સિરાજે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ સિરાજે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટનશિપ ડેવિડ મિલર કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ત્રણ મેચમાં ત્રણ કેપ્ટન બદલાવ્યા હતા.
ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટનશિપ ડેવિડ મિલર કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ત્રણ મેચમાં ત્રણ કેપ્ટન બદલાવ્યા હતા.

વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તો સાઉથ આફ્રિકાએ ત્રીજી મેચમાં પણ પોતાની ટીમનો કેપ્ટન બદલાવ્યો હતો. આજે કેશવ મહારાજની જગ્યાએ ડેવિડ મિલર કેપ્ટનશિપ કરી રહ્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.

સાઉથ આફ્રિકા: ડેવિડ મિલર (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, રિઝા હેનરિક, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન,માર્કો જેનસન, એન્ડિલે ફેહલુકવાયો, બ્યોર્ન ફોર્ટ્યુન, લુન્ગી એન્ગિડી અને એનરિક નોર્કિયા.

અન્ય સમાચારો પણ છે...