ટીમ ઈન્ડિયાનો 65 રને ભવ્ય વિજય:કિવી ટીમ 126 રનમાં જ ઓલઆઉટ, દીપક હુડાએ 4 વિકેટ ઝડપી; સૂર્યાની ધમાકેદાર સેન્ચુરી

10 દિવસ પહેલા

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 192 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપક હુડાએ 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ અને ચહલને 2-2 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 61 રન બનાવ્યા હતા. બાકીના કોઈ કિવી બેટર ચાલ્યા નહોતા.

અગાઉ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 191 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના 360 ડિગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. તેમણે 51 બોલમાં 111* રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉધીએ હેટ્રિક લીધી હતી.

દીપક હુડાએ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 2.5 ઓવરમાં માત્ર 10 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.
દીપક હુડાએ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 2.5 ઓવરમાં માત્ર 10 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.
કેન વિલિયમસને ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. તેણે 52 બોલમાં 61 રન બનાવ્યા હતા.
કેન વિલિયમસને ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. તેણે 52 બોલમાં 61 રન બનાવ્યા હતા.
મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.

સૂર્યકુમારે શાનદાર ફોર્મના કારણે વધુ એક સેન્ચુરી ફટકારી

ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી પ્લેયર તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે આજે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. તેમણે 49 બોલમાં જ ચોગ્ગો ફટકારીને સદી ફટકારી હતી. આ તેમની T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી હતી. અગાઉ તેમણે આ વર્ષે જ ઇંગ્લેન્ડ સામે જુલાઈમાં રનચેઝ કરતી વખતે સેન્ચુરી ફટકારી હતી.

સાઉધીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી

ન્યૂઝીલેન્ડના સ્ટાર બોલર ટિમ સાઉધીએ ટીમ ઈન્ડિયાની ઇનિંગની છેલ્લી ઓવરમાં હેટ્રિક લીધી હતી. તેણે પહેલા હાર્દિક પંડ્યા, દીપક હુડા અને વોશિંગ્ટન સુંદરને આઉટ કરીને તેના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી હેટ્રિક ઝડપી હતી.

શ્રેયસ અય્યર 13 રને લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં હિટ વિકેટ આઉટ થયો હતો.
શ્રેયસ અય્યર 13 રને લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં હિટ વિકેટ આઉટ થયો હતો.
રિષભ પંત ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં નિષ્ફળ રહ્યા હતા, અને 13 બોલમાં માત્ર 6 રન કરીને આઉટ થયા હતા.
રિષભ પંત ફરી એકવાર T20 ઈન્ટરનેશનલમાં નિષ્ફળ રહ્યા હતા, અને 13 બોલમાં માત્ર 6 રન કરીને આઉટ થયા હતા.
ઈશાન કિશન અને રિષભ પંત ઓપનિંગમાં ઊતર્યા હતા.
ઈશાન કિશન અને રિષભ પંત ઓપનિંગમાં ઊતર્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉધી, ઈશ સોઢી, એડમ મિલ્ને અને લોકી ફર્ગ્યુસન.

ભારત: ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ભુવનનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

સિરીઝની પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી.

બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.