ભાસ્કર સ્પોર્ટ્સ એક્સપ્લેનર:WTC ફાઇનલમાં IND-NZ માટે 'ડ્યૂક બોલ' સૌથી મોટો પડકાર રહેશે, જાણો કેમ આ સ્વિંગ અને સીમ બોલિંગ માટે સહાયક છે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાટ કોહલી અને અશ્વિને SG બોલની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા

ભારતીય ટીમ 18 જૂનથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સાઉથહેમ્પ્ટનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાશે. આ મેચ ઈંગ્લેન્ડમાં નિર્મિત ડ્યૂક બોલથી રમાશે. બંને ટીમ હોમ ક્રિકેટમાં આ બોલ ઉપયોગ કરતી નથી, જેથી આ એક ન્યૂટ્રલ બોલ ચેલેન્જ રહેશે. ડ્યૂક બોલ સ્વિંગ અને સીમ બોલિંગ માટે મદદરૂપ હોય છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટજગતમાં માત્ર 3 બોલ ઉપયોગમાં લેવાય છે, જેમાં ડ્યૂક, કુકાબુરા અને SG બોલનો સમાવેશ થાય છે. ICC ટેસ્ટમાં મેચમાં માન્યતાપ્રાપ્ત 12 દેશ આ 3 બોલનો પ્રયોગ કરે છે. ચાલો, જાણીએ આ બોલ અને અન્ય વિશેષતા....

ત્રણ બોલમાં સામાન્ય અંતર કયા છે?
આ ત્રણેય બોલમાં સીમના પ્રકાર અલગ-અલગ હોય છે. ડ્યૂક બોલની સીમ ઊપસેલી હોય છે, તો SGની સપાટ હોય છે. જ્યારે કુકાબુરાની સીમ દબાયેલી હોય છે. ડ્યૂકનો રંગ SG અને કુકાબુરાથી ગાઢ હોય છે. આ બોલની સીમ સીધી અને કસાયેલી હોય છે, જેનાથી આ બોલ વધુ સમય સુધી આકારમાં રહે છે, તેથી આ ફાસ્ટ બોલર માટે ફાયદાકારક છે.

કેટલી ઓવર સુધી ડ્યૂકથી નેચરલ સ્વિંગ મળે છે?
ડ્યૂકમાં 2007 પછી ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ બોલમાં હેન્ડમેડ સ્ટિચિંગ કરવામાં આવી હોય છે, જેથી આનો આકાર કુકાબુરા અને SG કરતાં વધુ ચાલે છે. આ કારણોસર આની નેચરલ સ્વિંગ 50થી 60 ઓવર સુધી રહે છે. આ બોલમાં 20થી 30 ઓવર પછી જ રિવર્સ સ્વિંગ પ્રાપ્ત થાય છે.

ડ્યૂક નામ કોણે આપ્યું? આ બોલને કઇ કંપનીએ બનાવ્યો અને માલિક કોણ છે?
આ બોલને ઈંગ્લેન્ડના ડ્યૂક પરિવારે 1760માં બનાવ્યો હતો, જેથી આ બોલને પણ ડ્યૂક નામ આપવામાં આવ્યું હતું. આ કંપની ક્રિકેટના ઈક્વિપમેન્ટ્સ બનાવે છે. બ્રિટનના કેન્ટથી શરૂ આ કંપનીના માલિક ભારતીય મૂળના દિલીપ ઝઝોદિયા છે. તેમણે આ કંપની 1987માં ખરીદી હતી.

કુકાબુરા બોલમાં ક્યાં સુધી નેચરલ સ્વિંગ બની રહે છે?
આ બોલ ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવે છે, જેનું મશીન દ્વારા ઉત્પાદન હાથ કરાય છે. શરૂઆતની 25 ઓવર સુધી આમાં સ્વિંગ મળે છે, જ્યારે 40-50 ઓવર પછી રિવર્સ સ્વિંગ મળવાનું શરૂ થઇ જાય છે.

કેટલા દેશમાં કુકાબુરા બોલનો ઉપયોગ લેવામાં આવે છે?
આ બોલને ટ્રી કિંગફિશર પક્ષીની એક પ્રજાતિના નામ પરથી આપવામાં આવ્યું છે. આ બોલ 8 દેશમાં વપરાય છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન.

ટીમ ઇન્ડિયા કયા બોલથી ટેસ્ટ રમે છે?
ભારતમાં નિર્મિત Sanspareil Greenlands (SG) બોલને પણ ડ્યૂકની જેમ હેન્ડમેડ હોય છે. આ બોલ દ્વારા ફક્ત ભારતીય ટીમ રમી શકે છે, જેનાથી સ્પિનરે વધુ ફાયદો થાય છે. શરૂઆતની 10-20 ઓવરમાં બોલ સ્વિંગ કરી શકે છે. બોલની શાઇન પણ જલદી ઘસાઇ જાય છે. જોકે આની સીમ 80-90 ઓવર સુધી યથાવત્ રહે છે.

SG કંપનીની શરૂઆત 1931માં કેદારનાથ અને દ્વારકાનાથ આનંદ નામના બે ભાઇઓએ સિયાલકોટમાં કરી હતી. ભાગલા પછી પરિવાર આગ્રામાં રહેવા ગયો. કંપની ફરીથી 1950માં મેરઠથી શરૂ થઈ. 1994થી દેશમાં યોજાયેલી તમામ ટેસ્ટમાં માત્ર SG બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી ડ્યૂક અને SG અંગે શું કહે છે?
ઓક્ટોબર 2018: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી દરમિયાન કહ્યું હતું કે 5 ઓવરમાં SG બોલ ઘસાઇ જાય છે, જે યોગ્ય નથી. આ બોલ પહેલાં ઉપયોગ કરવા માટે બેસ્ટ હતો, પરંતુ અત્યારે આની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. વિરાટે ટેસ્ટમાં ડ્યૂક બોલનો ઉપયોગ કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ફેબ્રુઆરી 2021: ચેન્નઈ ટેસ્ટ પછી પણ વિરાટે કહ્યું હતું કે 60 ઓવર પછી SG બોલની સીમ સંપૂર્ણપણે ઘસાઇ જાય છે. આવી આશા તમે ટેસ્ટ ક્રિકેટમાં ન રાખી શકો.

સ્પિનર અશ્વિનનો ડ્યૂક અને SG અંગે શું વિચાર છે?
ઓક્ટોબર 2018: રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે મને SG કરતાં કુકાબુરા બોલથી બોલિંગ કરવામાં વધુ સરળતા રહે છે. ડ્યૂક પણ સારો બોલ છે, પરંતુ SG બોલની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. હવે એ પહેલાં જેવો રહ્યો નથી.
ફેબ્રુઆરી 2021: અશ્વિને કહ્યું હતું કે ચેન્નઈ ટેસ્ટમાં જે બોલ હતો એ વિચિત્ર હતો. આની પહેલાં અમે ક્યારેય SG બોલની સીમને આ પ્રમાણે ખરાબ થતા જોઇ નથી. આટલી ફરિયાદો બાદ SGએ ફરીથી બોલ પર કામ કર્યું. ફેબ્રુઆરી 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ આ નવો બોલ ઉપયોગમાં લેવાયો હતો, તેમ છતાં ભારતીય ટીમ આ બોલની ગુણવત્તાથી ખુશ ન હતી. કંપનીએ દાવો કર્યો હતો કે નવા ફેરફારો કર્યા પછી આનાથી સ્પિનર્સની સાથે ફાસ્ટ બોલર્સને પણ મદદ મળશે.

ફરિયાદ પછી SG બોલમાં શું ફેરફાર થયા?
બોલની સીમ (એટલે ​​કે સિલાઈ) પર કામ કરવામાં આવ્યું. એની સુસંગતતામાં વધુ સુધારો કરવામાં આવ્યો છે, જેથી એ 80 ઓવર સુધી ગ્રિપમાં રહી શકે છે. આ સિવાય બોલના રંગને વધુ ગાઢ કરવામાં આવ્યો છે.

બોલના વપરાશ અંગે ICCના નિયમો
બોલનો ઉપયોગ કરવા અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી કોઈ ખાસ માર્ગદર્શિકા નથી. બધા દેશો તેમની સ્થિતિ અનુસાર બોલનો ઉપયોગ કરે છે. જે દેશમાં શ્રેણી ચાલી રહી છે, તે દેશ તેની પસંદગી પ્રમાણે બોલનો ઉપયોગ કરે છે. જો કોઈ દેશ ઇચ્છે તો એક સિરીઝ ઘરે અલગ બોલથી અને બીજી શ્રેણી અલગ બોલથી રમી શકે છે.

અન્ય સમાચારો પણ છે...