તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India VS New Zealand WTC Final|LIVE SCORES | MATCH UPDATES| Southampton Weather Update Today Chances Of Rain 2 3 Times A Day With Poor Light

WTC ફાઇનલ 'DAY-3 સ્ટમ્પ્સ':ન્યૂઝીલેન્ડે મજબૂત શરૂઆત પછી 2 વિકેટ ગુમાવી, પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ હજી પણ 116 રનથી આગળ

સાઉથહેમ્પટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અશ્વિને ન્યૂઝીલેન્ડના ઓપનર્સની જોડી તોડી હતી. - Divya Bhaskar
અશ્વિને ન્યૂઝીલેન્ડના ઓપનર્સની જોડી તોડી હતી.
  • વિરાટ કોહલી છેલ્લા દોઢ વર્ષથી સદી ફટકારી શક્યો નથી
  • રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ કારકિર્દીમાં 5મી વાર ટૉમ લેથમને આઉટ કર્યો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. બેડ લાઇટ્સને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. કીવી ટીમે આજે રવિવારે 49 ઓવરમાં 2 વિકેટના નુકસાને 101 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને રોસ ટેલર બેટિંગ ક્રીઝ પર છે. ભારતીય ટીમ હજી પણ 116 રનથી આગળ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

DAY 3: આજનો દિવસ ન્યૂઝીલેન્ડના પક્ષમાં રહ્યો
આજના આખા દિવસની ગેમ પર ધ્યાન આપીએ તો ન્યૂઝીલેન્ડના બોલર્સ અને બેટ્સમેને ધારદાર પ્રદર્શન દાખવ્યું હતું. કીવી ટીમના કાઇલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી. ભારતના દ્રષ્ટિકોણથી જોવા જઇએ તો આજના દિવસનો અંત સારો રહ્યો હતો. ત્રીજા સેશનમાં ભારતીય ટીમે ઇન ફોર્મ ડેવોન કૉનવેને આઉટ કરીને મેચમાં પરત ફરવાનો માર્ગ ખોલ્યો છે.

ફાઇનલમાં આગળ પિચ કેવી રીતે વર્તશે
આજે જે પ્રમાણે ગેમ રમાઈ હતી એ જોતા લાગે છે કે બોલ જૂનો થશે એમ સ્પિનરને ગેમમાં વધુ સહાયતા મળશે. અત્યારે પિચ થોડી ધીમી થઈ હોય એમ લાગે છે એટલે બોલર્સે થોડી ધીરજ ધરવાની જરૂર છે. જેવી રીતે અત્યારે ફુટમાર્ક્સ સામે આવી રહ્યા છે, ભારતીય ટીમના સ્પિનર્સને સમય જતા સારી મદદ મળી શકે તેમ છે.

ટોમ લેથમ અને ડેવોન કૉનવેએ 70 રનની પાર્ટનરશિપ કરી હતી.
ટોમ લેથમ અને ડેવોન કૉનવેએ 70 રનની પાર્ટનરશિપ કરી હતી.

ડેવોન કૉનવે અને લેથમે મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી

  • ન્યુઝીલેન્ડે પ્રથમ વિકેટ 70 રનમાં ગુમાવી દીધી હતી. સ્પિનર ​​અશ્વિનને ઓપનર ટોમ લેથમને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
  • લેથમ 30 રન બનાવીને પેવોલિયન ભેગો. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 5મી વાર લેથમને શિકાર બનાવ્યો છે.
  • કેપ્ટન વિલિયમસનને પણ અશ્વિને 5 વાર પેવેલિયન મોકલ્યો છે.
  • 101 રન પર કીવીની બીજી વિકેટ પડી, ઈશાંત શર્માની બોલિંગ પર મોહમ્મદ શમીએ પ્રશંસનીય કેચ પકડ્યો હતો. ડેવોન કૉનવેએ પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી અર્ધસદી નોંધાવી હતી.
પહેલી 5 ટેસ્ટ ઈનિંગ્સમાં ન્યૂઝીલેન્ડના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ક્રમખેલાડીરન
1ડેવોન કૉનવે360*
2સ્ટીવી ડેમ્સ્ટર314
3જીમી નિશમ312
4એન્ડ્ર્યૂ જોન્સ301
5હેમિશ માર્શલ295

જેમિસને 5મી વાર 5 વિકેટ ઝડપી
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કાઇલ જેમિસને તેની ટેસ્ટ કારકિર્દીમાં 5મી વાર 5 વિકેટ લીધી છે. તેણે રોહિત, વિરાટ, રિષભ પંત, ઇશાંત અને બુમરાહને આઉટ કર્યા હતા. જ્યારે નીલ વેગ્નર અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. ટીમ સાઉદીના નામે 1 વિકેટ છે.

DAY-3: સેશન ટાઇમિંગ્સ (IST)
સેશનસ્ટાર્ટએન્ડ
13:30 PM5:30 PM
26:10 PM8:15 PM
38:45 PM11:00 PM

(નોટઃ આ ટેબલ BCCIએ બહાર પાડ્યું છે, વરસાદ-બેડ લાઇટ્સના કારણે આમાં ફેરફાર થઈ શકે છે. આ ભારતીય ટાઇમ ઝોનનું ટેબલ છે.)

કોહલીના વળતા પાણી!
છેલ્લા લગભગ કેટલાક વર્ષોથી વિરાટ કોહલીનું પ્રદર્શન પહેલા જેવું જોવા મળ્યું નથી. કોહલીએ દોઢ વર્ષથી એકપણ સદી નોંધાવી નથી. એણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સદી મારી હતી. ત્યારે એણે કોલકાતામાં શાનદાર 136 રન બનાવ્યા હતા. વનડેમાં વિરાટ કોહલીએ 14 ઓગસ્ટ 2019માં સદી મારી હતી. આ સદી એણે વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.

પહેલા સેશનમાં કીવી બોલર્સે ભારતીય ટીમની બેક ટુ બેક વિકેટ ઝડપી હતી.
પહેલા સેશનમાં કીવી બોલર્સે ભારતીય ટીમની બેક ટુ બેક વિકેટ ઝડપી હતી.

DAY-3 ઈન્ડિયાની પ્રથમ ઈનિંગઃ એનાલિસિસ
ત્રીજા દિવસનાં પહેલા સેશનમાં ભારતીય ટીમનું બેટિંગ પ્રદર્શન યોગ્ય નહોતું રહ્યું. ભારતે ત્રીજા દિવસે 71 રન બનાવ્યા હતા અને 7 વિકેટ ગુમાવી હતી. જોકે ટીમ ઈન્ડિયાએ 200 રનનો પડાવ પાર કરી લીધો હતો. ક્રિકેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે સાઉથહેમ્પટનમાં 215થી 250 રનનો સ્કોર પણ ફાઇટ-બેક આપી શકાય તેવો છે.

  • ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 10 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન કોહલી બાદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને વિકેટ જેમિસને ઝડપી હતી.
  • પંત 4 રન બનાવીને સ્લિપ પર ટોમ લેથમના હાથે કેચ આઉટ થયો હતો.
  • ટીમે 182ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી. અજિંક્ય રહાણે 49 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નીલ વેગ્નેરે શોર્ટ પિચ બોલ પર રહાણેને કેચ આઉટ કર્યો.
  • 205 રન પર ભારતીય ટીમે 7મી વિકેટ ગુમાવી હતી. જેમાં ટિમ સાઉદીએ રવિચંદ્રન અશ્વિનને આઉટ કર્યો હતો.
  • અશ્વિનના આઉટ થયા પછી 213 રન પર ભારતે 8મી અને 9મી વિકેટ ગુમાવી હતી. જેમિસનની ઓવરમાં એકપછી એક ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ આઉટ થયા હતા.
  • ત્યારપછી મોહમ્મદ શમીએ 1 ચોગ્ગો માર્યો હતો અને 217 રન પર ભારતીય ટીમ ઓલઆઉટ થઈ હતી. રવીન્દ્ર જાડેજાને ટિમ સાઉદીએ પેવેલિયન ભેગો કર્યો હતો.
  • કાઇલ જેમિયને પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
DAY 2ના સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 146/3 હતો.
DAY 2ના સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 146/3 હતો.

વિરાટ કોહલીએ 18 મહિનાથી સદી નોંધાવી નથી, આજે અર્ધસદી પણ ચૂક્યો
કાઇલ જેમિસને કેપ્ટન કોહલીને LBW કર્યો. વિરાટ કોહલી ગુડ લેન્થની બોલ ચૂકી ગયો હતો અને સ્વિંગથી અચંબિત થતા પેડ પર બોલ વાગ્યો હતો. ભારતે પોતાનો એક રિવ્યૂ ગુમાવ્યો. કોહલી અને રહાણે વચ્ચે 61 રનની પાર્ટનરશિપ નોંધાઈ. કાઇલ જેમિસને ભારતીય ટીમની કમર તોડી. રિષભ પંતને 4 રન પર પેવેલિયન ભેગો કર્યો.

વિરાટે છેલ્લા 18 મહિનાથી સદી નોંધાવી નથી. આની સાથે કેપ્ટન તરીકે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડશે. આની પહેલા વિરાટે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારથી અત્યારસુધી એણે 39 આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 17 T-20, 15 વન-ડે અને 7 ટેસ્ટ રમી છે.

કોહલી-રહાણેએ ટીમને સંભાળી
સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસે શનિવારે ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા છે.

ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત આપી હતી. રોહિતે 34 રન અને ગિલે 28 રનની ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પુજારા 8 રન બનાવીને આઉટ થયો હતો. કીવી ટીમનાં ટ્રેંટ બોલ્ટ, કાઇલ જેમિસન અને નીલ વેગ્નરે 1-1 વિકેટ ઝડપી.

સૌથી વધુ સદીનો રેકોર્ડ કોહલીને નામ થઇ શકશે
વિરાટ કોહલી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચમાં સદી નોંધવાના રેકોર્ડની યાદીમાં રિકી પોંન્ટિંગની બરાબરી કરશે. વિરાટે 201 અને પોન્ટિંગે 324 ઈન્ટરનેશનલ મેચમાં 41-41 સદી મારી છે. આ ત્રણેય ફોર્મેટની મેચ છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 62.56ની એવરેજથી 12,387 રન બનાવ્યા છે. જ્યારે પોન્ટિંગે 45.54ની એવરેજથી 15,440 રન બનાવ્યા હતા.

બંને ટીમઃ

અન્ય સમાચારો પણ છે...