ઇન્ડિયન ટીમની સૌથી મોટી ભૂલ?:કેટલાક નિષ્ણાતોએ કહ્યું- 4 ફાસ્ટ બોલર સાથે કોહલીએ ઊતરવા જેવું હતું, 2 સ્પિનરની પસંદગી મોંઘી પડી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિર્ણાયક મેચમાં શાર્દૂલ ઠાકુરને ચોથા બોલર તરીકે પસંદ કરી શકાય એમ હતું

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સાઉથેમ્પટનમાં રમાઈ રહી છે. 2 સ્પિનર અને 3 ફાસ્ટ બોલર હોવાથી ભારતીય ટીમના પ્લેઈંગ-11 અને સિલેક્શન પર સવાલો ઊઠી રહ્યા છે. કેટલાક ક્રિકેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ભારતીય ટીમે 4 ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઊતરવાની જરૂર હતી. એવામાં જો કોઇ એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હોત તો વધુ સારું રહ્યું હોત.

ભારતીય ટીમે WTC ફાઇનલના બીજા દિવસે ટોસ હાર્યો હતો, જેથી બેટિંગ કરવા માટે મેદાનમાં ઊતરવું પડ્યું હતું, જેમાં ભારતે 10 વિકેટ ગુમાવીને પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. આ સ્કોરના જવાબમાં ન્યૂઝીલેન્ડે 2 વિકેટે 101 રન બનાવ્યા છે. ડેવોન કૉનવેએ 50 રન બનાવ્યા હતા.

બુમરાહ સૌથી મોંઘો બોલર રહ્યો
ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન કિવી બોલર્સે બુમરાહને ગણકાર્યો જ નહોતો. તેણે ભારતના અન્ય બોલર્સ કરતાં સૌથી વધુ 3ની એવરેજથી રન લૂટાવ્યા હતા. ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ પ્રશંસનીય બોલિંગ પ્રદર્શન દાખવ્યું હતું. ઈશાંત શર્માએ કૉનવેને પેવેલિયન ભેગો કર્યો હતો. તો ટીમ ઈન્ડિયાને રવિચંદ્રન અશ્વિને ટોમ લેથમને આઉટ કરીને પહેલી સફળતા અપાવી હતી. અશ્વિને 12 ઓવરમાં 5 મેડન સાથે 20 રન આપીને એક વિકેટ લીધી હતી.

રવીન્દ્ર જાડેજાને માત્ર 3 ઓવર નાખવાની તક મળી હતી, જેમાં તેણે 1 મેડન ઓવર નાખી હતી. તેણે પણ 6 રન આપીને બેટ્સમેન પર દબાણ બનાવ્યું હતું. પિચ-ક્યૂરેટરના જણાવ્યા પ્રમાણે, ચોથા અને પાંચમા દિવસ સ્પિનર્સને મદદ મળી શકે છે તો આવા સમયે અશ્વિન-જાડેજાની જોડી પ્રશંસનીય પ્રદર્શન દાખવી શકે છે. ન્યૂઝીલેન્ડ સ્પિનર્સ વગર ફાઇનલમાં ઊતરી છે.

ક્રિકેટ નિષ્ણાતોના મત

  • WTCની ફાઇનલમાં ભાસ્કર માટે ટિપ્પણી કરનાર કમેન્ટેટર પદ્મશ્રી સુશીલ દોશીએ પણ પોતાના પોડકાસ્ટમાં આ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેણે પૂછ્યું છે કે શું ભારતીય ટીમે બે સ્પિનરોને ટીમમાં સામેલ કરીને ભૂલ તો નથી કરીને! જોકે દોશીનું માનવું છે કે મેચ હજી બાકી છે. 2 સ્પિનરોને રમાડવાનો નિર્ણય સાચો છે કે ખોટો એ મેચ પૂરી થયા પછી જ જાણવા મળશે.
  • પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતીય ટીમે એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઊતરવું જોઈતું હતું. આવું ના કરવું વિરાટને ભારે પડી શકે છે. જોકે અમિતે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ સિલેક્શન કમિટીએ કોઈપણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યો નથી. શાર્દૂલ ઠાકુર, જે બોલિંગ સાથે બેટિંગ કરી શકે છે.
  • ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સાઇમન ડોલે પણ આવો જ અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલર્સ યોગ્ય પ્રેક્ટિસ કરી શક્યા નથી. તેમની સામે પણ આ જ વાત ચાલી રહી છે. ડોલેએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે કોહલીએ પ્લેઈંગ -11માં 4 ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવો જોઇએ.
  • ડોલે કહ્યું હતું કે બુમરાહ સ્વિંગ કરી શકે છે, જ્યારે શમી સ્વિંગ નહીં, પરંતુ સીમ બોલર છે. મારા માટે, ઇશાંત વાસ્તવિક અર્થમાં એકમાત્ર સ્વિંગ બોલર છે. મને આશા હતી કે બોલ વધુ સ્વિંગ કરશે, પરંતુ એ બન્યું નહીં. બુમરાહ અને શમીએ વચ્ચે-વચ્ચે સીમ બોલિંગ કરી હતી, પરંતુ તેઓ તેને સતત જાળવી શક્યા નહીં. આ WTCની ફાઇનલમાં ટીમને નુકસાન પહોંચાડી શકે છે.

પ્લેઇંગ-11માં ચોથો બોલર તરીકે કોને પસંદ કરાયો હોત?
જો પ્લેઇંગ-11ની વાત કરીએ તો શાર્દૂલ ઠાકુરને ચોથા ફાસ્ટ બોલર તરીકે પસંદ કરાયો હોત. શાર્દૂલ સામેની ટીમની બેસ્ટ પાર્ટનરશિપ નોંધાવીને રમત દાખવતી જોડીને તોડી શકે છે. તેણે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ આમ કરીને બતાવ્યું હતું. IPLમાં પણ તેણે ચેન્નઈ સુપરકિંગ્સમાં રમતી વખતે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. શાર્દૂલે અત્યારસુધી 2 ટેસ્ટ મેચમાં એક ફિફ્ટી સાથે 73 રન બનાવ્યા છે. એણે ઓસ્ટ્રેલિયાના ગાબામાં 67 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...