ટેસ્ટ માટે વિલિયમ્સને ટી-20 સિરીઝ છોડી:ટિમ સાઉથીને ટી-20 સિરીઝનો કેપ્ટન બનાવામાં આવ્યો, આવતીકાલે પહેલી ટી-20 જયપુરમાં

23 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ટિમ સાઉથી કિવી ટીમનું નેતૃત્વ કરશે. વિલિયમ્સનને ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે T20 સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. બંને ટીમો વચ્ચે 25 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તોફાની બેટિંગ કરી હતી
કેન વિલિયમ્સને ફાઇનલ મેચમાં તોફાની બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા. તેણે 85 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વિલિયમસનની શાનદાર ઇનિંગ પણ ન્યૂઝીલેન્ડને ચેમ્પિયન બનાવી શકી નહીં. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જયપુરમાં પહેલાવાર બંને ટીમો ટકરાશે
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ટી-20 ફોર્મેટમાં જયપુરમાં પ્રથમ વખત આમને સામને થવા જઈ રહી છે. એકંદરે, બંને વચ્ચે કુલ 17 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 6 અને ન્યુઝીલેન્ડે 9 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે. બંને ટાઈ મેચમાં ભારતે સુપર ઓવરમાં જીત મેળવી હતી. ભારતની ધરતી પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 2 અને ન્યુઝીલેન્ડે 3માં જીત મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...