વિરાટનો રેકોર્ડ તોડશે હિટમેન:ટી-20માં રોહિત પાસે ભારત તરફથી સૌથી વધુ રન બનાવાની તક, ચહલ રમશે તો ઈતિહાસ સર્જશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોલકાતામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચ રમાશે. છેલ્લી બંને મેચમાં જીત બાદ રોહિત એન્ડ કંપનીને જીતની ફેવરિટ માનવામાં આવી રહી છે. ચાલો તમને જણાવીએ કે આજની મેચમાં કયા-કયા મોટા રેકોર્ડ બની શકે છે.

કોહલીને પાછળ છોડી શકે છે રોહિત
આજની મેચમાં ઈન્ડિયન કેપ્ટન રોહિત શર્મા જો 87 રન બનાવી લે છે તો તે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર બની જશે અને વિરાટ કોહલીકે જેના ઈન્ટરનેશનલ રન 3227 છે તેને પાછળ છોડી દેશે. આ યાદીમાં કિવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ 3248 રન સાથે પ્રથન ક્રમે છે.

ફરી સિક્સર કિંગ બનશે હિટમેન
એટલું જ નહીં હિટમેન જો આજની મેચમાં 3 છગ્ગા ફટકારી દે તો ટી-20Iમાં 150 છગ્ગા લગાવનાર દુનિયાનો બીજો અને ઈન્ડિયન ટીમનો પહેલો બેટર બની જશે. રોહિત અત્યાર સુધી 147 છગ્ગા લગાવી ચૂક્યો છે. ટી-20Iમાં સૌ પ્રથમ 150 છગ્ગા લગાવવાનો કિર્તીમાન માર્ટિન ગુપ્ટિલે બનાવ્યો હતો. તેણે અત્યાર સુધી 161 છગ્ગા ફટકાર્યા છે.

ચહલ પાસે મોટી તક છે
ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ ન થનારા યુઝવેન્દ્ર ચહલ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં અનેક રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે. ચહલ જો કિવિઝ સામે 4 વિકેટ ઝડપશે તો ટી-20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની જશે.

અન્ય સમાચારો પણ છે...